એપશહેર

અનુપમાને અનુજ સાથે પરણવાનું કહેશે બાપુજી, સલાહ માનીને શરૂ કરશે નવી જિંદગી?

ટીવી સીરિયલ 'અનુપમા'માં હાલ દશેરાની ઉજવણી ચાલી રહી છે. શાહ પરિવાર અને તેમના પાડોશીઓએ મળીને રાવણ દહન અને ડાંડિયાનું આયોજન કર્યું છે.

I am Gujarat 22 Oct 2021, 2:05 pm

હાઈલાઈટ્સ:

  • અનુપમા અને અનુજની દોસ્તી બાને આંખમાં કણાની જેમ ખૂંચે છે.
  • અનુજ-અનુપમાને સાથે ડાંડિયા રમતાં જોઈને બા ધૂંઆપૂંઆ થઈ જશે.
  • બાપુજી અનુપમાને આપશે અનુજ સાથે પરણી જવાની સલાહ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bapuji anuj anupamaa
ટીવી સીરિયલ 'અનુપમા'માં હાલ દશેરાની ઉજવણી ચાલી રહી છે. શાહ પરિવાર અને તેમના પાડોશીઓએ મળીને રાવણ દહન અને ડાંડિયાનું આયોજન કર્યું છે. અનુજ, સમર અને નંદિનીને રોહનથી બચાવા માટે ડાંડિયાના પ્રોગ્રામમાં સામેલ થાય છે. અનુજ રોહન નામનું પ્રકરણ કાયમ માટે સમર-નંદિનીના જીવનમાંથી કાઢી નાખે છે. આ માટે શાહ પરિવાર તેનો આભાર માને છે પણ છેલ્લે બા અપમાન કરીને અનુજને ત્યાંથી જતો રહેવાનું કહે છે. ત્યારે અનુપમા અનુજનો આભાર માને છે અને તેને પોતાની સાથે ડાંડિયા રમવાનું કહે છે.
આર્યન ખાને અનન્યા પાસે માગ્યો હતો ગાંજો, NCBએ ચેટ બતાવતાં એક્ટ્રેસે આપ્યો આવો જવાબ

અનુપમા અને અનુજ ફરીથી ડાંડિયાના સ્થળે સાથે આવતાં બા અને વનરાજ ચોંકી જાય છે. જ્યારે દેવિકા, કિંજલ અને બાકીનો પરિવાર અનુજને પાછો આવેલો જોઈને ખુશ થાય છે. બા શરૂઆતથી જ અનુપમા અને અનુજની મિત્રતાની વિરુદ્ધ રહ્યા છે ત્યારે અનુપમાનું આ બદલાયેલું રૂપ જોઈને તેઓ ચોંકી જાય છે. આગામી એપિસોડમાં જોશે કે અનુજ અને અનુપમા પોતાની મસ્તીમાં જ ડાંડિયા રમે છે અને સ્પર્ધા જીતી જાય છે. પરંતુ આ જોઈને વનરાજ અને બા ધૂંઆપૂંઆ થઈ જાય છે. એટલું જ નહીં અનુજ-અનુપમાની નિકટતા જોઈને પાડોશીઓના નાકના ટેરવાં ચડી જાય છે.
View this post on Instagram A post shared by ∆nupamaThe Respectable women❤️ (@anupamaa_._)


આ બધું જોઈને બા ગુસ્સા પર કાબૂ ગુમાવશે અને અનુજનું ફરી એકવાર અપમાન કરશે. પરંતુ આ વખતે અનુપમા બધાની સામે જ અનુજનો સાથ આપશે. સાથે જ કહેશે કે, લોકોના ખોટા દ્રષ્ટિકોણના રાવણનું આજે દહન કરીશું. અનુપમા અને અનુજ સાથે મળીને રાવણ દહન કરશે, આ જોઈને બા અને વનરાજ સમસમી જશે. આગામી એપિસોડમાં બા અને અનુપમા વચ્ચે ટક્કર થતી જોવા મળશે.

બા અનુજ અને અનુપમાની મિત્રતાને હંમેશાથી ખોટી દ્રષ્ટિએ જોતાં આવ્યા છે પરંતુ બાપુજીએ હંમેશા પોતાની 'દીકરી'નો સાથ આપ્યો છે. આ વખતે પણ બાપુજી અનુપમાનો પક્ષ લેશે. એટલું જ નહીં અનુપમાને એવી સલાહ આપશે જે સાંભળીને તે ચોંકી જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બાપુજી અનુપમાને કહેશે કે તે જીવનમાં એકવાર પોતાના દિલની વાત સાંભળે. આ સાથે જ બાપુજી અનુપમાને સલાહ આપશે કે તેણે અનુજ સાથે લગ્ન કરી લેવા જોઈએ કારણકે તે ખૂબ સારો વ્યક્તિ છે. ત્યારે અનુપમા કહેશે કે, અનુજ ફક્ત તેનો મિત્ર છે, જે મુશ્કેલ સમયમાં તેની પડખે ઊભો રહે છે. જોકે, હવે આગામી એપિસોડમાં એ જોવાનું રસપ્રદ બની રહેશે કે અનુપમા બાપુજીની સલાહ માનશે? અનુજ છેલ્લા 26 વર્ષથી અનુપમાના એકતરફી પ્રેમમાં છે ત્યારે તેની ભલમનસાઈ જોતાં અનુપમા આકર્ષાશે?

19 વર્ષનો યુવક બન્યો KBC 13નો બીજો કરોડપતિ, જેકપોટ પ્રશ્ન પર છોડી ગેમ, તમને આવડે છે જવાબ?

જણાવી દઈએ કે, બાના રોલમાં એક્ટ્રેસ અલ્પના બુચ, બાપુજીના રોલમાં અરવિંદ વૈદ્ય, અનુપમાના રોલમાં રૂપાલી ગાંગુલી, અનુજના રોલમાં એક્ટર ગૌરવ ખન્ના, વનરાજના રોલમાં સુધાંશુ પાંડે જોવા મળે છે.

Read Next Story