એપશહેર

બિગ બોસના ઘરમાંથી બેઘર થયો ઉમર રિયાઝ, સલમાને કહ્યું- મારા સમજાવ્યા છતાં પણ ન સમજ્યો

I am Gujarat 9 Jan 2022, 11:20 pm
બિગ બોસ 15માં ઉમર રિયાઝને આક્રમકતા દેખાડવી ભારે પડી ગઈ છે. રવિવારે સલમાન ખાને જનતાનો નિર્ણય સંભળાવતાં ઉમર રિયાઝ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ચૂક્યો છે. સલમાને ઉગ્ર સ્વભાવ દેખાડવા બદલ ઉમરને બરાબરની ફટકાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, શનિવારે સલમાને ખાને કરણ કુંદ્રાનો પણ ક્લાસ લઈ લીધો હતો.
I am Gujarat umar riaz salman khan


સલમાન ખાને સંભળાવ્યો જનતાનો નિર્ણય

સલમાન ખાને કહ્યું હતું કે, ઉમર મેં તમને કેટલી વખત કહ્યું કે, આક્રમકતા ન દેખાડો. જ્યારે હું તમને ગત સિઝનમાં મળ્યો હતો ત્યારે તમે આવા ન હતા. મેં તમને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભાઈ અહીંથી નીકળશો તો જ્યાં પણ ડોક્ટરી કરશો, તમારે સન્માન કમાવવાની જરૂર છે. બિગ બોસે પણ તમને સમજાવ્યા. દરેક વખતે તમે બસ માફી માગી લો છો. સોરી બોલી દો છો. તમારી આક્રમકતાને કારણે બાકી લોકો ટાસ્ક કરવાથી ડરવા લાગ્યા. આ અઠવાડિયામાં બંને ટાસ્કમાં તમે આક્રમકતા દેખાડી. તમે પ્રતીકને ધક્કો માર્યો અને પછી પટકી દીધો. જનતાને પુછવામાં આવ્યું કે શું બળના પ્રયોગને કારણે ઉમરનું ઘરમાં રહેવું યોગ્ય છે? તમને શું લાગે છે કે આ નિયમને તોડવો સરળ છે. આ સિઝનમાં આ હરકત ખુબ જોવા મળી. આજે જનતાનો નિર્ણય આવી ગયો છે. આ શોની જે ઓડિયન્સ છે તે ખુબ જ વફાદાર છે. તે અહીં દરેક વાતની વેલ્યૂ કરાય છે. તે આધાર પર ઉમર, જનતાએ એ નિર્ણય લીધો છે કે તમને આ ઘરમાં ન રહેવું જોઈએ. તેનો અર્થ એ છે કે તમને અત્યારે આ સમયે આ શોથી નીકળી જશો.

ઉમર રિયાઝ બેઘર થતાં જ રડી પડ્યા રશ્મિ અને કરણ

ઉમર રિયાઝના ઘરથી બેઘર થવાનો નિર્ણય આવતાં જ રશ્મિ દેસાઈ રડવા લાગી હતી. કરણ કુંદ્રા પણ સાથે રડ્યો હતો. રશ્મિની હાલત તો તેટલી ખરાબ થઈ ગઈ કે દેવોલીનાને પાણી પીવડાવ્યું પડ્યું હતું. કરણે તેજસ્વીને રડતા રડતા કહ્યું હતું કે ઉમર સવાર સુધી તેના માટે લડતો રહ્યો હતો. જ્યારે રાખીએ કહ્યું હતું કે, બિગ બોસની જનતા આવી જ છે, તમે નિયમ તોડશો તો જનતા પસંદ નહીં કરે. તમે બેઘર થઈ જાઓ છો.

ગીતા કપૂરે કહ્યું કે, ઉમર હું ક્યારેય તારા જેવા ડોક્ટર પાસે સારવાર નહીં કરાવું

ગીતા કપૂરે કહ્યું હતું કે, ઉમર રિયાઝ તમે સર્જન છો. પણ જે પ્રકારનું સ્વરૂપ તમે આ શોમાં દેખાડ્યું છે, જો મારી ક્યારેય પણ તબિયત ખરાબ થશે તો હું ક્યારેય પણ તમારા જેવા ડોક્ટરથી પોતાની સારવાર કરાવીશ નહીં. એવું લાગે છે કે તમારામાં બહુ ગુસ્સો ભરેલો છે. તમે બહાર આવીને ડોક્ટરી જ કરશો ને. પછી તેવામાં કોઈ તમારી સામે કેવી રીતે સારવાર કરાવવા પહોંચશે.

દિવ્યાને ખુલીને ઉમરને સપોર્ટ કર્યો

સલમાને દિવ્યાને પુછ્યું કે, શું તમને લાગે છે કે, ઉમર રિયાઝે જે કર્યું છે, તે યોગ્ય છે? દિવ્યાએ કહ્યું કે, ઉમરે ગત અઠવાડિયે જે કર્યું, જે પ્રકારે ફિઝિકલ થયો, તે ખોટું છે. પણ જો આપણે શરૂઆતથી અત્યાર સુધીનો ગ્રાફ જોઈએતો ઉમરે સૌથી વધારે પ્રોગ્રેસ કરી છે. સલમાને કહ્યું કે, તે શરૂઆતથી ઉમરને દરેક વીંકેન્ડના વારમાં કહી રહ્યો હતો કે આક્રમકતા પર કંટ્રોલ રાખો. પણ તે સમજ્યો નહીં.

Read Next Story