એપશહેર

સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના એક્ટર Jitu Guptaના 19 વર્ષીય દીકરાનું નિધન, ભીની આંખે કહ્યું- 'મારો બાબુ નથી રહ્યો'

Actor Jitu Gupta's Son Pass Away: થોડા મહિના પહેલા જ સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના એક્ટર દીપેશ ભાનનું અવસાન થયું હતું. હવે આ જ સીરિયલના સેટ પરથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીરિયલમાં ડૉક્ટરનો રોલ કરતાં એક્ટર જીતુ ગુપ્તાના દીકરાનું અવસાન થયું છે. જેની જાણકારી સુનીલ પાલે આપી છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 29 Sep 2022, 11:26 am

હાઈલાઈટ્સ:

  • એક્ટર જીતુ ગુપ્તાના 19 વર્ષીય દીકરા આયુષનું નિધન થયું છે.
  • જીતુ ગુપ્તાએ દીકરાની તબિયત અંગે જાણકારી આપતાં લોકોને પ્રાર્થના કરવાનું કીધું હતું.
  • જીતુ ગુપ્તાનો દીકરો છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat jitu gupta son
એક્ટર જીતુ ગુપ્તાના દીકરાનું અવસાન
બે મહિના પહેલા જ સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના એક્ટર દીપેશ ભાનનું દુઃખદ અવસાન થયું હતું. આ શોમાં તે મલખાનના રોલમાં જોવા મળતા હતા. તેમના એકાએક અવસાનથી શોના કલાકારો સહિત આખી ટીમ અને ફેન્સને આઘાત લાગ્યો હતો. હવે આ જ શોના સેટ પરથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીરિયલમાં ડૉક્ટરનો રોલ કરતાં એક્ટર જીતુ ગુપ્તાના 19 વર્ષીય દીકરાનું અવસાન થયું છે. જેની જાણકારી કોમેડિયન સુનીલ પાલે આપી છે.
સિંગર Mika Singhએ ખરીદ્યો પ્રાઈવેટ આઈલેન્ડ! બોટ રાઈડ માણતો વિડીયો જોઈને ફેન્સે કહ્યું- 'સિંઘ ઈઝ કિંગ'

સુનીલ પાલે આપી માહિતી

સુનીલ પાલે સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં લખ્યું કે, જીતુ ગુપ્તાનો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. જીતુ ગુપ્તાના દીકરાનું નામ આયુષ હતું અને તેની ઉંમર 19 વર્ષ હતી. સાથે જ સુનીલ પાલે આયુષની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

દીકરાના નિધનથી ભાંગી પડ્યા જીતુ


જીતુ ગુપ્તાએ પણ ફેસબુક પર પોતાના દીકરાનો ફોટો શેર કરતાં લખ્યું, 'મારો બાબુ આયુષ હવે નથી રહ્યો.' આ અગાાઉ પણ તેમણે હોસ્પિટલમાંથી દીકરાની તસવીરો શેર કરી હતી. જે જોઈને અંદાજો આવતો હતો કે તેમના દીકરાની સ્થિતિ ગંભીર હતી.

Ranbir Kapoorએ ફ્રેન્ડ્સ-પરિવાર સાથે કર્યું મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશન, Akash Ambani પત્ની Shloka Mehta સાથે આવ્યો પાર્ટીમાં

જીતુએ દીકરાના અવસાન પહેલા મૂકી હતી એક પોસ્ટ


હોસ્પિટલ બેડ પર ઓક્સિજન અને નળીઓ સાથેની દીકરાની તસવીર શેર કરતાં જીતુએ લખ્યું હતું- દીકરા આયુષ અંગે પોસ્ટ વાંચ્યા પછી સતત તમારા સૌના ફોન હાલચાલ પૂછવા માટે આવી પબ્યા હતા. તમને સૌને હાથ જોડીને વિનંતી છે કે તમારા આશીર્વાદ આપો અને ઈશ્વરને પ્રાર્થના કરો કારણકે તેની સ્થિતિ ખૂબ ગંભીર છે. હું હાલ વાત કરવાની સ્થિતિમાં નથી અને આટલા બધા ફોન ઉપાડી શકું તેમ નથી.

દીકરાની બગડતી સ્થિતિ અંગે જાણકારી આપી હતી

જીતુ ગુપ્તાનો દીકરો છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો. તેમણે સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે- મારા દીકરાની હાલત બહુ ખરાબ છે અને તે વેન્ટિલેટર પર છે. તેના માટે પ્રાર્થના કરજો. જેના પર ફેન્સે કોમેન્ટ કરીને સાંત્વના આપી હતી. જોકે, જીતુ ગુપ્તાના દીકરાનું નિધન કયા કારણોસર થયું છે તેની ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી.


Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story