એપશહેર

Video: 'નાટુ-નાટુ' ગીતને ઑસ્કર મળ્યો તો ભારતી સિંહના દીકરા ગોલાએ કર્યો ડાન્સ

દેશની લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ દર્શકોનું મનોરંજન કરતી રહે છે. તેમનો પુત્ર પણ લોકોનું મનોરંજન કરતો રહે છે. પોતાની ચતુરાઈથી તે ચારેય બાજુ પ્રેમ ફેલાવે છે. અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. ફરી એકવાર ભારતીએ શેર કર્યું છે, જેમાં તે નાટુ નાટુ પર ડાન્સ કરી રહ્યો છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 13 Mar 2023, 11:20 pm

હાઈલાઈટ્સ:

  • ભારતી અને હર્ષના દીકરા ગોલાનો જન્મ 3 એપ્રિલ 2022ના રોજ થયો છે.
  • ભારતી અને હર્ષનો દીકરો ગોલા ઉર્ફે લક્ષ્ય 11 મહિનાનો થયો છે.
  • તે બોલતા શીખી રહ્યો છે ત્યારે તે પહેલો શબ્દ પાપા બોલ્યો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bharti singh son gola
ભારતી સિંહના દીકરા ગોલાએ કર્યો ડાન્સ
ભારતીય ફિલ્મ 'RRR'ના 'નાટુ-નાટુ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 'નાટુ-નાટુ' ગીતએ અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો. 'RRR'નું 'નાટુ-નાટુ' ગીત લખનારા ગીતકાર ચંદ્રબોઝ અને સંગીતકાર એમ. એમ. કીરાવાનીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી. આ જીતને કારણે સર્વત્ર ખુશીનો માહોલ છે. દરેક જણ આ ગીત પર ધૂમ મચાવે છે. કોમેડિયન ભારતી સિંહના પુત્ર ગોલાએ પણ આ ગીતની ધૂન સાંભળી છે. આ વિડિયો કોમેડિયને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે ખૂબ જ ક્યૂટ છે.
View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen)
ભારતી સિંહે દીકરા ગોલાનો મજેદાર વિડિયો શેર કર્યો છે અને બેકગ્રાઉન્ડમાં નાટુ નાટુ ગીત મૂક્યું હતું. જેમ જેમ તેનો સૂર ઝડપી થઈ રહ્યો છે, ગોલાના હાથ-પગ તે પ્રમાણે ડાન્સ કરી રહ્યા છે. એવું લાગે છે કે તે આ ગીત પર પરફોર્મ કરી રહ્યો છે. હવે આ શેર કરતાં ભારતીએ લખ્યું- જેવી ગોલાને ખબર પડી કે ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ અને આરઆરઆરને ઓસ્કાર મળ્યો છે, ખુશ થઈ ગયો છે.
ભારતી અને હર્ષના દીકરા ગોલાનો જન્મ 3 એપ્રિલ 2022ના રોજ થયો છે. ભારતી અને હર્ષનો દીકરો ગોલા ઉર્ફે લક્ષ્ય 11 મહિનાનો થયો છે. તે બોલતા શીખી રહ્યો છે ત્યારે તે પહેલો શબ્દ પાપા બોલ્યો છે. આ સાંભળીને રાઈટર હર્ષ લિંબાચિયા ખુશીથી ઉછળી પડ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં ભારતીએ દીકરાને તેડેલો છે. આ વિડીયોમાં ભારતી ગોલાને પાપા બોલવાનું કહે છે. અનેકવાર કીધા પછી છેવટે લક્ષ્ય પાપા બોલે છે.
View this post on Instagram A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30)
ગોલાના મોંએથી પાપા સાંભળીને હર્ષ લિંબાચિયાની ખુશીનો પાર નહોતો રહ્યો. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, "ગોલો પહેલો શબ્દ પાપા છે." સાથે જ તેણે હાર્ટ ઈમોજી મૂક્યા છે. ભારતી સિંહ તેને મમ્મા બોલાવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ તે બોલતો નથી. ત્યારે ભારતી પોતાને જ સાંત્વના આપતા કહે છે કે, એક દિવસ તે મમ્મી પણ બોલશે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો