એપશહેર

રુબીના દિલૈકની જૂની તસવીર જોઈને ફેન્સ ચોંકી ગયા, મિસ નોર્થ ઈન્ડિયાની તસવીર વાઈરલ

I am Gujarat 22 Jan 2021, 3:23 pm
બિગ બોસ 14માં સામેલ રૂબીના દિલૈકની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. ઘણા યુઝર્સ રુબીનાની બે તસવીરો શેર કરી રહ્યા છે. જેમાં તેનું ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહ્યું છે. રૂબીના દિલૈકની જૂની તસવીરની તુલના લોકો તેના એકદમ નવા અવસાર સાથે કરી રહ્યા છે. રૂબીનાએ 2006માં મિસ શિમલા બ્યૂટી કોન્ટેસ્ટ પછી 2008માં મિસ નોર્થ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યું હતું.
I am Gujarat rubina


સોશિયલ મીડિયા પર જે તસવીરો લોકોમાં ચર્ચાનો વિષય બની છે તેમાં રૂબીના દિલૈક અલગ દેખાઈ રહી છે. તેની આ તસવીર જોયા બાદ ઘણા ફેન્સ દંગ રહી ગયા છે. આ જૂની તસવીરને જોયા બાદ તેના ફેન્સને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેમની ફેવરિટ ટીવી સ્ટાર આટલી કેવી રીતે બદલાઈ ગઈ. હકીકતમાં રુબીના આ તસવીરોમાં ખૂબ જ સામાન્ય દેખાઈ રહી છે. આથી બધા તેના જૂના અને નવા લૂકની ચર્ચા કરી રહ્યા છે.
View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik)


બિગ બોસના હાલના શોમાં રૂબીના દિલૈક પોતાના પતિ અભિનવ શુક્લા સાથે દેખાઈ રહી છે. શો દરમિયાન રૂબીનાએ જણાવ્યું હતું કે અહીં આવતા પહેલા તેમના સંબંધમાં ખૂબ તણાવ હતો. બંને ડિવોર્સ વિશે પણ વિચારી રહ્યા હતા. રૂબીનાએ કહ્યું કે, 'અમે એકબીજાને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો અને અમે ડિવોર્સ લેવાના હતા. આ સ્થિતિમાં અમે જો અહીંયા સાથે ન આવ્યા હોત તો પછી કદાચ ક્યારેય સાથે ન રહી શક્યા હોત.'

રૂબીના દિલૈક નાની વહુ, શક્તિ-અસ્તિત્વના અહેસાસ જેવી સીરિયલ્સમાં એક્ટિંગ કરી ચૂકી છે. જણાવી દઈએ કે બિગ બોસની હાલની સીઝનમાં રૂબીના એક કન્ટેસ્ટન્ટ છે. જેને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.

Read Next Story