એપશહેર

'બિગ બોસ 14'ને હોસ્ટ કરવા માટેની સલમાન ખાનની ફી જાણીને તમે ચોંકી જશો

સલમાન ખાન સતત 11મી વખત 'બિગ બોસ'ની સિઝનને હોસ્ટ કરી રહ્યો છે. વર્ષ 2010થી 'બિગ બોસ'નો મતલબ સલમાન ખાન છે.

I am Gujarat 3 Oct 2020, 11:07 pm
ટીવી પર ફરી એકવખત 'બિગ બોસ'ની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાન સતત 11મી વખત 'બિગ બોસ'ની સિઝનને હોસ્ટ કરી રહ્યો છે. વર્ષ 2010થી 'બિગ બોસ'નો મતલબ સલમાન ખાન છે. 'બિગ બોસ 13'ની જબરદસ્ત સફળતાએ તેના ફેન્સ અને મેકર્સની અપેક્ષામાં વધારો કર્યો છે. પરંતુ, સાથે-સાથે 'બિગ બોસ'ની નવી સિઝન માટે સલમાન ખાનની ફીમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને 'બિગ બોસ-14'ને હોસ્ટ કરવા માટે જે ફી મળી રહી છે તે સાંભળીને તમે ચોંકી જશો.
I am Gujarat w8


રિપોર્ટ્સના જણાવ્યા મુજબ સલમાન ખાનને 'બિગ બોસ 14'ને હોસ્ટ કરવાની ફી તરીકે રૂપિયા 250 કરોડ મળી રહ્યા છે. આ રકમ થોડી ઉપર-નીચે થાય તો પણ ફરક નથી પડતો, કારણકે આ રીતે ટીવી પર સૌથી વધુ પૈસાની કમાણી કરનાર સેલેબ્રિટી માત્ર સલમાન ખાન છે.

કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં એ પ્રકારે પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાનને 'બિગ બોસ 14'ના પ્રત્યેક એપિસોડના શૂટિંગ માટે 10.25 કરોડ રૂપિયા મળી રહ્યા છે. સલમાન ગ્રાન્ડ પ્રીમિયર અને ગ્રાન્ડ ફિનાલે સિવાય દર અઠવાડિયે શનિવાર અને રવિવારે 'બિગ બોસ'માં વીકેન્ડ વાર લઈને આવે છે.

'બિગ બોસ 14' સાથે જોડાયેલા ઘણાં સમાચાર હાલમાં જાણવા મળ્યા હતા. જેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જેનિફર વિંગેટને બિગ બોસ હોસ્ટ કરવા માટેની ઓફર મળી હતી પણ તેણે ના પાડી હતી. જેનિફરને આ શો હોસ્ટ કરવા માટે તગડી રકમ ઓફર કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ તેને રૂપિયા 3 કરોડની ફી ઓફર કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો