એપશહેર

Bigg Boss 15: તેજસ્વી પર રોષે ભરાયો સલમાન, કહ્યું- મારી સાથે આ પ્રકારે વાત ના કરો મેડમ!

સલમાન ખાન પર અકળાઈ ગઈ તેજસ્વી પ્રકાશ, તેનો વાત કરવાનો લહેજો પસંદ ના આવ્યો તો હોસ્ટ સલમાને ક્લાસ લઈ લીધો.

I am Gujarat 31 Oct 2021, 1:03 pm

હાઈલાઈટ્સ:

  • વીકેન્ડ કા વાર એપિસોડનો પ્રોમો મેકર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો.
  • સલમાન ખાને ઉમર રિયાઝને પૂછ્યો એક પ્રશ્ન, તેજસ્વી પ્રકાશ અકળાઈ.
  • સલમાન ખાને કહ્યું- મારી સાથે આ પ્રકારે વાત ના કરો મેડમ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo - 2021-10-31T125638.545
બિગ બોસની અત્યારે 15મી સીઝન ચાલી રહી છે. આ રિયાલિટી શૉમાં આખા અઠવાડિયા દરમિયાન ઘરના સભ્યો વચ્ચેની તકરાર જોવા મળતી હોય છે, અને પછી વીકેન્ડ કા વારમાં સલમાન ખાન આ લોકોની ક્લાસ લે છે. સલમાન ખાન આ કન્ટેસ્ટન્ટની સાથે મસ્તી પણ કરતો હોય છે. બિગ બોસ 15ના લેટેસ્ટ એપિસોડની વાત કરીએ તો તેની શરુઆત સીરિયસ નોટ પર થઈ હતી. પરંતુ અંત ઘણો મજાનો હતો. શૉમાં કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી મહેમાન તરીકે આવ્યા હતા. રવિવારના એપિસોડમાં પણ ખૂબ ડ્રામા જોવા મળશે. મેકર્સે સોશિયલ મીડિયા પર આ અપકમિંગ એપિસોડના પ્રોમો શેર કર્યા છે.
ગત એપિસોડની જેમ આ એપિસોડમાં પણ જોવા મળશે કે ઘરના સભ્યો સલમાન ખાનની સાથે એક ટાસ્ક કરશે. આ પ્રોમો પરથી લાગી રહ્યું છે કે, આ અઠવાડિયાના એપિસોડમાં તેજસ્વી પ્રકાશને સલમાન ખાનના ગુસ્સાનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન આખા અઠવાડિયાના એપિસોડને ધ્યાનમાં રાખીને અસભ્ય વર્તન કરનાર કન્ટેસ્ટન્ટને વીકેન્ડ કા વાર એપિસોડમાં ફટકાર લગાવે છે. આ પહેલા પણ ઘણાં કન્ટેસ્ટન્ટે સલમાનના ગુસ્સાનો સામનો કર્યો છે.

પ્રોમોમાં જોઈ શકાય છે કે, સલમાન ખાન ઉમર રિયાઝને પૂછે છે કે, મુશ્કેલીના સમયમાં તે કોની મદદ માંગશે? ઉમર રિયાઝ કહે છે કે તે મુશ્કેલીના સમયમાં તેજસ્વી પ્રકાશની મદદ લેશે, કારણકે તેનો ફન લવિંગ સ્વભાવ છે. સલમાન ખાનને આ ઉત્તરથી સંતોષ નથી થતો. સલમાન ખાન ઉમર રિયાઝને સામો પ્રશ્ન કરે છે કે, કોઈ માણસ સીરિયલ પરિસ્થિતિમાં કોઈ ફન લવિંગ વ્યક્તિ પાસે કેમ જાય?

સલમાન ખાનની આ વાત સાંભળીને તેજસ્વી પ્રકાશ સલમાન ખાનને કહે છે કે, તમે તેને આવો પ્રશ્ન કેમ પૂછી રહ્યા છે, તે મુશ્કેલીના સમયમાં મારી પાસે કેમ નથી આવી શકતો? તેજસ્વીનો બોલવાનો ટોન સાંભળીને સલમાન ખાન રોષે ભરાય છે. સલમાન તરત જ તેજસ્વીને કહે છે કે, અને તમે કેમ મારી સાથે આ રીતે વાત કરો છો? મારી સાથે આ પ્રકારે વાત ના કરો મેડમ. તે તમારી પાસે કોમેડી માટે આવવા માંગે છે, કારણકે તેને લાગે છે કે તમે ફન લવિંગ છો. પણ તમે આવી રીતે વાત કરો છો.

Read Next Story