એપશહેર

Bigg Boss 16: Tina Datta અને Priyanka Chahar Choudharyએ પજવણી કરતાં રડી પડ્યો Shalin Bhanot, બહાર જવાની પકડી હઠ

એક સમય એવો હતો જ્યારે ટીના દત્તા (Tina Datta) અને શાલિન ભનોત (Shalin Bhanot) વચ્ચે પાક્કી મિત્રતા હતી. જો કે, હવે બંને વચ્ચેના સમીકરણો બદલાઈ ગયા છે. ટીનાએ પક્ષપલટો કર્યો છે અને પ્રિયંકા ચહર ચૌધરી (Priyanka Chahar Choudhary) સાથે જોડાઈ છે. લેટેસ્ટ એપિસોડમાં બંનેએ સાથે મળીને શાલિનને ખૂબ પરેશાન કરતાં તે રડી પડ્યો હતો.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 24 Jan 2023, 10:29 am

હાઈલાઈટ્સ:

  • ટીના દત્તા અને પ્રિયંકાના વર્તન વિશે નિમ્રત સામે વાત કરતાં રડી પડ્યો શાલિન ભનોત
  • શાલિને કહ્યું 'મારી પાસે કહેવા માટે ઘણું છે, પરંતુ કોઈ છોકરીનું જીવન હું નહીં બગાડું'
  • શિવ અને એમસી સ્ટેનને શાલિને નોમિનેટ કરી ઘરમાંથી બહાર કરવાની વિનંતી કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Bigg Boss 16 shalin bhanot tina datta
બિગ બોસ 16: ટીના દત્તા અને પ્રિયંકા ચહર ચૌધરીએ પજવણી કરતાં રડી પડ્યો શાલિન ભનોત
બિગ બોસ 16ના (Bigg Boss 16) રવિવારના એપિસોડમાં ઘમાસાણ જોવા મળ્યું હતું. જ્યાં ટીના દત્તા (Tina Datta) અને પ્રિયંકા ચહર ચૌધરીએ (Priyanka Chahar Choudhary) સાથે મળીને શાલિન ભનોતને (Shalin Bhanot) પરેશાન કર્યો હતો તેમજ એકલતાનો અનુભવ કરાવ્યો હતો, જેની તેના પર ખરાબ અસર થઈ હતી. બાદમાં, અર્ચના ગૌતમ અને શાલિન વચ્ચે પણ બબાલ થઈ હતી, જ્યાં તેણે તેને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવા કહ્યું હતું તેમજ જ્યારે તે કોઈની સાથે વાત કરતી હોય ત્યારે વચ્ચે દખલગીરી ન કરવા કહ્યું હતું. તે સમયે શાલિન ગાર્ડન એરિયામાં આવ્યો હતો અને શિવ ઠાકરે તેમજ એમસી સ્ટેનને આખો કિસ્સો સંભળાવતાં ટીના-પ્રિયંકા તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહ્યું હતું.
નિર્દોષ હોવાનો ડોળ કરી રહી છે નોરા ફતેહી! ઠગ સુકેશે મીડિયા સામે ખોલી નાખી પોલપટ્ટી

ટીના-પ્રિયંકાના કારણે રડ્યો શાલિન ભનોત
શાલિને શિવને કહ્યું હતું કે 'હું ગુસ્સાવાળો હોવાનું શો પર દેખાડવા માટે પ્રિયંકા જાણીજોઈને આમ કરી રહી છે. તે સતત કહી રહી છે કે હું મંડળીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છું'. ત્યારબાદ શિવ અને એમસી સ્ટેન શાલિનને કહ્યું હતું કે, તેઓ માત્ર માનવતાના કારણે તેને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તે એકલતા અનુભવી રહ્યો છે. ત્યારબાદ, નિમ્રત રૂમમાં આવી હતી અને શાલિન સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તેણે ટીનાને યોગ્ય રીતે વર્તન કરવા અને બિનજરૂરી રીતે તેને ટોણો ન મારવા માટે કહ્યું હતું. શાલિન નિમ્રત સામે રડી પડ્યો હતો અને કહ્યું કે, તે બંને છોકરીઓ દુષ્ટ છે. નિમ્રતે તેને શાંત રાખ્યો હતો અને જરૂર પડે તો તેની સાથે વાત કરવા કહ્યું હતું.

ઈમરાન હાશમીના દીકરાની બીમારી વખતે સૌથી પહેલા આ એક્ટરે લંબાવ્યો હતો મદદનો હાથ, તેને ‘દેવદૂત’ ગણાવ્યો

'બોલવા માટે મારી પાસે પણ ઘણું છે'
શાલિને કહ્યું હતું કે 'તેઓ મને ખરાબ દેખાડવા માગે છે. મેં ઘણીવાર આ વાત અવગણી. હું નિષ્ફળ વ્યક્તિ નથી. મેં તેને ઉશ્કેરણી ન કરવા માટે વિનંતી કરી હતી. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે, પરંતુ તે છોકરી છે. હું કોઈ છોકરીનું જીવન ખરાબ કરી શકું નહીં. તેને બહાર કોઈની સાથે લગ્ન કરવાના છે. હું તે 105 દિવસ વિશે ઘણું કહી શકું છું. ફરીથી બધું મારા પર આવી રહ્યું છે. મારા બીજા જીવન પર તેની અસર પડી રહી છે. મેં તેની પાસે કોઈ અશ્લીલ વસ્તુ માગી હોવાનો દાવો કરીને તે શું સાબિત કરવા માગતી હતી? તે શેના વિશે વાત કરતી હતી? આ વિશેનું પ્લાનિંગ મેં બહારથી કર્યું હતું?'.

નોમિનેટ કરવાની શાલિનની વિનંતી
ત્યારબાદ ગાર્ડન એરિયામાં શાલિને શિવ અને એમસી સ્ટેનને તેને નોમિનેટ કરવા અને તે વધારે દિવસ આ ઘરમાં નહીં રહી શકે તેમ કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, 'મને ખોટો સાબિત કરવા માટે મહેરબાની કરીને મને નોમિનેટ કરજો. હું આરોપ લગાવ્યા વિના કોઈની સાથે વાત કરી શકતો નથી. પ્લીઝ મને નોમિનેટ કરજો અથવા હું જીવી શકીશ નહીં'.

Read latest Entertainment News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story