એપશહેર

Bigg Boss 16: Tina Dattaએ Shalin Bhanot પર લગાવ્યા હતા અશ્લીલ આરોપ, Salman Khanએ પોલ ખોલતાં રડવા લાગી

થોડા દિવસ પહેલા થયેલા ઝઘડા બાદ ટીના દત્તાએ (Tina Datta) પ્રિયંકા ચહર સાથે વાત કરતાં શાલિન ભનોતની (Shalin Bhanot) કેટલીક વાતો ખુલી પાડી હતી. આ જ મુદ્દા પર 'વીએકન્ડ કા વાર એપિસોડ'માં સલમાન ખાન (Salman Khan) તેના પર રોષે ભરાશે. ત્યારબાદ તે ઘરે જવાનું રટણ લગાવશે. જેનો પ્રોમો સામે આવ્યો છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 21 Jan 2023, 12:47 pm
બિગ બોસ 16ના (Bigg Boss 16) અપકમિંગ એપિસોડમાં સલમાન ખાન (Salman Khan) 'વીકએન્ડ કા વાર'માં શાલિન ભનોત (Shalin Bhanot) અને ટીના દત્તાને (Tina Datta) આડેહાથે લીધી, અહીંયા તે ટીનાને કેટલાક સવાલ પૂછશે જે સાંભળી તે રડી પડશે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, પ્રિયંકા ચહર ચૌધરીની સામે શાલિન વિશે ખરાબ વાતો કરવા બદલ હોસ્ટ ટીના સામે આક્રોશ વ્યક્ત કરે છે. તે એ વાક્યનો ઉલ્લેખ કરે છે જે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું 'શાલિને ઘરમાં એન્ટ્રી કરતાં પહેલા મારી પાસે કેટલીક ખરાબ વસ્તુઓ માગી હતી. તે આ બધી વાત 15 અઠવાડિયા સુધી મનમાં રાખી હતી. કારણ કે, તે સમયે શાલિન સાથે તારા સંબંધો સારા હતા. હવે તે, બધું એટલા માટે ખુલ્લું પાડી દીધું કારણ કે તારી અને એની વચ્ચે કંઈ ઠીક નથી?'
I am Gujarat tina datta
Bigg Boss 16: શાલિન ભનોતની વાત જાહેર કરી દેવા પર સલમાને ઠપકો આપતાં રડી ટીના દત્તા


સાસુ નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટનું કર્યું ભવ્ય સ્વાગત, સસરા મુકેશ અંબાણીએ આપી સરપ્રાઈઝ

સલમાનની સામે રડી ટીના દત્તા
ટીનાએ આ વાતને નકારી હતી. સલમાને તેના પર કહ્યું 'અને તે કોઈ લિમિટ રાખી?'. આ સાંભળી તેણે રડવાનું શરૂ કર્યું અને ઘરે જવાનું રટણ કરવા લાગી. તેણે કહ્યું કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ ઘરમાં સ્પષ્ટતા કરીને થાકી ગઈ છે. તે હવે આ બધું કરવા માટે સક્ષમ નથી. પ્રોમોમાં આગળ જોઈ શકાય છે કે, ટીના રૂમમાં જાય છે અને બિગ બોસ સમક્ષ તેને જવા દેવા માટે વિનંતી કરતાં રડે છે. તે કહે છે 'તેણે મને ઉશ્કેરી, મેં કહ્યું તો એમા હું ખોટી થઈ ગઈ'.

સમૃદ્ધ પરિવારમાંથી આવે છે બોલિવુડની આ એક્ટ્રેસિસ, કોઈના પિતા બિઝનેસમેન તો કોઈના છે પોલીસ

શાલિન પર ક્રોધિત થયો સલમાન
સલમાને માત્ર ટીના જ નહીં શાલિનને પણ તેના શબ્દો માટે આડેહાથ લીધો અને કહ્યું 'તે ટીનાને કહ્યું કે, છોકરાઓને ચોંટે છે'. તેના પર શાલિને કહ્યું 'મારી પૂર્વ પત્ની વિશે બોલવાનો તેને કોઈ હક નથી, પહેલા અર્ચનાએ તેમ કર્યું હતું અને હું બહાર જવા માટે તૈયાર હતો અને હવે ટીનાએ તેમ કર્યું. આ સ્વીકાર્ય છે, તેમ તેઓ વારંવાર મારા ભૂતકાળને વચ્ચે લાવે છે?'.

ટીના દત્તા અને શાલિન ભનોતની લડાઈ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા થયેલા એક ટાસ્કમાં ટીના દત્તા અને શાલિન ભનોત વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. શાલિને ટીનાને કહ્યું હતું 'તારું જ્યારે એક છોકરા સાથે ચેપ્ટર ખતમ થાય છે તો તું બીજા પાછળ દોડે છે'. આ વાતથી ભડકેલી ટીનાએ કહ્યું હતું 'સંભાળીને વાત કર નહીં તો લાફો મારીશ. ગંદો માણસ. પોતાની પત્નીનું તો માન જાળવી શક્યો નહીં અને મારા ચરિત્ર સામે આંગળી ચીંધે છે. મને તારી વાતોથી કોઈ ફરક નથી પડતો'.

Read latest Entertainment News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story