એપશહેર

BBOTT: Shamita Shettyએ Raqesh Bapatને પડતો મૂક્યો, સંબંધોમાં આવી કડવાશ

બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચે ધીમે-ધીમે કડવાશ જોવા મળી રહી છે. બંને વચ્ચે ઝઘડા પણ વધી ગયા છે.

TIMESOFINDIA.COM 10 Sep 2021, 10:11 am

હાઈલાઈટ્સ:

  • બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી-રાકેશ બાપત વચ્ચે જોવા મળી રહી છે ચડસાચડસી
  • ટિકિટ ટુ ફિનાલે એપિસોડ બાદ શમિતા શેટ્ટી-રાકેશ બાપત વચ્ચે આવી કડવાશ
  • રાકેશ બાપતની વાત સાંભળીને નારાજ થઈ શમિતા શેટ્ટી, આંખમાં આવ્યા આંસુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bigg boss ott all is not well between shamita shetty and raqesh bapat
BBOTT: Shamita Shettyએ Raqesh Bapatને પડતો મૂક્યો, સંબંધોમાં આવી કડવાશ
બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચે દેખિતી ચડસાચડસી જોવા મળી રહી છે અને હવે લેટેસ્ટ એપિસોડમાં, બંને વચ્ચે વાત કરવાના સંબંધો પણ રહ્યા હોય તેમ લાગતું નથી. શરૂઆતમાં, એક સમય એવો હતો જ્યારે બંને એકબીજા વચ્ચે આવેલી સમસ્યાનો ઉકેલ કરતા જોવા મળ્યા હતા પરંતુ ફિનાલે ટિકિટ ટાસ્ક બાદ, બંને વચ્ચે ખટાશ જોવા મળી રહી છે.
સવારમાં, રાકેશ બાપતે નેહા ભસીનને કહ્યુ હતું કે તે તેની મિત્ર શમિતા શેટ્ટીને જણાવી દે કે, તે તેને પરેશાન કરવા માગતો નથી. તેણે નેહાને કહ્યું હતું કે 'શમિતાને કહે છે કે, તે ઉદાસ છે અને હું તેને વધારે પરેશાન કરવા માગતો નથી. તેને ઍંગ્ઝાયટી ઈશ્યૂ છે અને હું તેનું કારણ બનવા માગતો નથી. હું તેને પીડા આપવા ઈચ્છતો નથી'.

BBOTT: પહેલા બોયફ્રેન્ડને યાદ કરી ખૂબ રડી Shamita Shetty, અકસ્માતમાં થયું હતું મોત
નેહા ભસીને તરત જ આ વાત શમિતાને કહી હતી અને તેનાથી તે નારાજ થઈ હતી. શમિતા શેટ્ટી અને રાકેશ બાપત સાથે બેઠા હતા પરંતુ તેઓ સંમત થવા માટે તૈયાર થયા નહોતા.

બાદમાં, ટાસ્કમાં જ્યારે પ્રતીક અને શમિતા સામસામે હતા ત્યારે પ્રતીકે શમિતાને ધક્કો માર્યો હતો. શમિતા વધારે લડાઈ ન કરી શકતા પ્રતીક ગેમ સરળતાથી જીતી ગયો હતો.

બાથરૂમ એરિયામાં, રાકેશ આવ્યો હતો અને નેહાની હાજરીમાં શમિતાને કહ્યું હતું કે 'આ જ કારણથી જ રિક્ષાવાળા રાઉન્ડમાં હું તને અને નેહાને બચાવવા માગતો હતો. હું સાચો હતો'. શમિતા અચાનકથી તેના પર ગરમ થઈ હતી અને કહ્યું હતું કે 'મને પીડા થઈ રહી છે. મારી સાથે વાત ન કર. અહીંયા જતો રહે અને તારા અહંકારને તારી પાસે રાખ'.

હ્રિતિક રોશનના મમ્મીએ પવનદીપ-અરુણિતાને આપી કિંમતી ભેટ, બંનેને મળીને થયા ભાવુક
રાકેશે કહ્યું હતું કે 'તને હંમેશા પીડા થાય છે. જ્યારે હું સાચો હોઉ ત્યારે મારી સાથે દલીલ ન કરતી'. જેના જવાબમાં શમિતાએ કહ્યું હતું કે 'હું કેમ છું એવું તો પૂછ. મારી સાથે આ રીતે વાત ન કરીશ. મને શારીરિક ઈજા પહોંચી છે. મને મસલ્સ પેઈન થઈ રહ્યું છે'.

શમિતાએ રાકેશને કહ્યું હતું કે, 'તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું આ ઘરમાં એકલી આવી હતી અને ઘરમાંથી એકલી જ જવાની છું'.

જે બાદ શમિતા શેટ્ટી નેહા ભસીન સામે રડવા લાગી હતી અને કહ્યું હતું કે 'હું કેમ છું તેમ પૂછવાના બદલે તે મને કહી રહ્યો છે કે 'હું સાચો છું'. કેટલો અસંવેદનશીલ છે તે. મને ડાબી બાજુએ વાગ્યું હતું અને તેને લાગે છે કે હું ઠીક છું'.

Read Next Story