એપશહેર

Bigg Boss OTT: પ્રેમમાં પડી Shamita Shetty! આ કન્ટેસ્ટન્ટને આપ્યું પોતાનું દિલ!

બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત એકબીજાના કનેક્શન છે. આ દરમિયાન તેમનું બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

I am Gujarat 25 Aug 2021, 10:52 am

હાઈલાઈટ્સ:

  • બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચે જોવા મળી રહી છે કેમેસ્ટ્રી
  • ગત એપિસોડમાં શમિતા શેટ્ટીએ ફરીથી કનેક્શન તરીકે રાકેશ બાપત પર ઉતારી પસંદગી
  • વહેલી સવારે એલાર્મ વાગ્યા બાદ શમિતા શેટ્ટીને હાથ પર કિસ કરીને જગાડતો દેખાયો રાકેશ બાપત
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bigg boss ott shamita shetty gave her heart to rakesh bapat
Bigg Boss OTT: પ્રેમમાં પડી Shamita Shetty! આ કન્ટેસ્ટન્ટને આપ્યું પોતાનું દિલ!
બિગ બોસના ઘરમાં ક્યારે બે કન્ટેસ્ટન્ટ વચ્ચે સંબંધો સુધરી જાય અને ક્યારે વણસી જાય તેના વિશે કંઈ કહી શકાય નહીં. હકીકતમાં, શોમાં ભાગ લેનારા સેલેબ્સનું અસલી રૂપ આ ઘરમાં જ જોવા મળે છે. હાલ બિગ બોસ ઓટીટી તેના ત્રીજા અઠવાડિયામાં પહોંચી રહ્યું છે, તેવામાં ઘરમાં સતત બદલાઈ રહેલા કનેક્શન પર લોકોની નજર છે. પ્રતીક સહજપાલ અને નેહા ભસીને જ્યાં પોતાના પાર્ટનરનો સાથે છોડીને એકબીજાનો હાથ પકડી લીધો છે તો અક્ષરા સિંહ અને મિલિંદ ગાબાની પણ નવી જોડી જોવા મળી રહી છે. નિશાંતથી લઈને ઝીશાન સુધી ઘણા લોકોએ પોતાના કનેક્શન બદલી નાખ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક કનેક્શન જે દરેક સ્થિતિમાં એકબીજાની સાથે રહ્યું છે તો તે છે શમિતા શેટ્ટી અને રાકેશ બાપત.
View this post on Instagram A post shared by Shamita Shetty's Fan❤🐣 (@shamitashettyfan02)

જીજાજી રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ શમિતા શેટ્ટીને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી. જો કે, તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં અને રાકેશ બાપત સાથે મજબૂત કનેક્શન બનાવ્યું. જેમ-જેમ શો આગળ વધી રહ્યો છે તેમ-તેમ શમિતા અને રાકેશ વચ્ચેની નિકટતા જોવા મળ રહી છે. થોડા દિવસ પહેલા જ રાકેશ શમિતા સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો.

ફૈઝલ અને ભાઈ આમિર વચ્ચે નથી સારા સંબંધ? કિરણ સાથેના ડિવોર્સ પર કંઈક આવું કહ્યું
View this post on Instagram A post shared by Voot (@voot)

બિગ બોસ ઓટીટીમાં હાલમાં જ સવાર-સવારમાં એલાર્મ વાગતા રાકેશ બાપત સૌથી પહેલા ઉઠી ગયો હતો અને આરામથી ઊંઘી રહેલી શમિતા પાસે ગયો હતો. તેણે શમિતાને હાથ પર પ્રેમથી ચૂમીને ઉઠાડી હતી.

View this post on Instagram A post shared by Voot (@voot)

કેન્સરની સારવાર લઈ રહેલા 'નટુ કાકા'ની તસવીરો વાયરલ, ફેન્સે સારા સ્વાસ્થ્યની કરી કામના
આ સિવાય એક દિવસ પહેલા કનેક્શનની અદલાબદલીમાં શમિતાએ પોતાનું હાર્ટ રાકેશને આપ્યું હતું. જે તેણે ખુશીથી સ્વીકાર્યું હતું અને કહ્યું હતું 'હું તેના પર આધાર રાખુ છું અને તે મારા પર આધાર રાખે છે'. બાદમાં બંનેએ એકબીજાને હગ કર્યું હતું.

રાકેશ બાપત અને શમિતા શેટ્ટીની કેમેસ્ટ્રી દર્શકોને ગમી રહી છે. બંને વચ્ચે સાચેમાં કંઈક હોવાનું તેમને લાગી રહ્યું છે. આટલું જ નહીં ઘરવાળા પણ બંનેને એકબીજાનું નામ લઈને ચીડવતા રહે છે. ગત અઠવાડિયે જ રિદ્ધિમા પંડિતે રાકેશને શમિતા ગમતી હોવાનું કહ્યું હતું તો દિવ્યા અગ્રવાલે કહ્યું હતું 'જો લગ્ન કરવાની ઈચ્છઆ હોય તો પરણી જવું જોઈએ'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો