એપશહેર

BF વરુણ સૂદ સાથે ક્યારે પરણશે Bigg Boss OTTની વિનર દિવ્યા અગ્રવાલ? જણાવ્યો પ્લાન

‘અમે જિદ્દી છીએ, એકબીજાને છોડીને નહીં જઈએ’, Bigg Boss OTTની ટ્રોફી જીત્યા પછી દિવ્યા અગ્રવાલે જણાવ્યો વરુણ સાથે લગ્નનો પ્લાન.

I am Gujarat 21 Sep 2021, 11:12 am

હાઈલાઈટ્સ:

  • કોઈ પણ કનેક્શન વિના ફિનાલે સુધી બિગ બોસના ઘરમાં ટકી રહી દિવ્યા.
  • બિગ બોસ ઓટીટીની ટ્રોફી જીત્યા પછી દિવ્યાએ જણાવ્યો લગ્નનો પ્લાન.
  • દિવ્યાએ પોતાના અને વરુણ સૂદના રિલેશનશિપ અંગે વાત કરી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (88)
બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝન દિવ્યા અગ્રવાલ જીતી ગઈ છે. દિવ્યાને રિયાલિટી શૉની ક્વીન કહેવામાં આવે છે. બિગ બોસ ઓટીટીમાં દિવ્યાની જીતને એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે તેણે કોઈ પણ કનેક્શન વિના શૉમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું. દિવ્યાની જીતથી તેના ફેન્સ અને મિત્રો ઘણાં ખુશ છે. દિવ્યા અગ્રવાલે સૌપ્રથમ પોતાની ખુશી બોયફ્રેન્ડ વરુણ સૂદ સાથે શેર કરી. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી દિવ્યાએ વરુણ અને અન્ય મિત્રો સાથે મળીને ઉજવણી કરી. દિવ્યાએ એક ઈન્ટર્વ્યુમાં વરુણ સૂદ સાથેના તેના સંબંધ અને લગ્નના પ્લાન વિષે વાત કરી છે.
Bigg Boss 15માં ભાગ લેવા માગે છે BB OTTની વિજેતા દિવ્યા અગ્રવાલ પણ એક વાતનો છે ડર
દિવ્યાએ બોલિવૂડ લાઈફને આપેલા એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, લગ્ન એક મોટી જવાબદારી છે અને અમે બન્ને આ વાતને સારી રીતે સમજીએ છીએ. અમે આ પ્રશ્નથી દૂર નથી ભાગવા માંગતા, પરંતુ અમે જ્યારે અમારા જીવનને લગતી યોજના તૈયાર કરી લઈશું, અમે વહેલી તકે લગ્ન પણ કરી લઈશું. અમારા પરિવાર અને અમારી કારકિર્દીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. અમે અત્યાર સુધી લગ્નને લગતો કોઈ નિર્ણય નથી લીધો, પરંતુ જ્યારે પણ થશે ત્યારે ડંકાની ચોટ પર થશે અને તમામ લોકો તેનાથી ખુશ થશે.

Bigg Bossના ઘરમાંથી નીકળીને મળ્યા સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર, ભાવુક થયો પ્રતિક સહજપાલ

ઉલ્લેખનીય છે કે દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદના સંબંધો શરુઆતથી જ મજબૂત છે. બિગ બોસના ઘરમાં તેમની બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી હતી. ઘરમાં વરુણ જ્યારે દિવ્યાનો સાથ આપવા આવ્યો ત્યારે દિવ્યા ઘણી ભાવુક થઈ ગઈ હતી. બન્નેનો પ્રેમ જોઈને દર્શકો પણ ભાવુક થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે વરુણ સૂદ ખતરોં કે ખિલાડી 11ના શૂટિંગ માટે કેપ ટાઉન ગયો હતો અને ત્યારપછી દિવ્યા બિગ બોસ ઓટીટી હાઉસમાં જતી રહી હતી. લાંબા સમય સુધી દૂર રહેવા છતાં તેમની બોન્ડિંગ ઘણી સારી છે. દિવ્યાએ ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, અમે લાંબા સમય સુધી દૂર રહ્યા પરંતુ મારા અને વરુણ વચ્ચે ક્યારેય અંતર નથી આવી શકતું, કારણકે અમે જિદ્દી છીએ અને એકબીજાને છોડીને નહીં જઈએ. અમે થોડા સમય માટે અલગ થઈએ છીએ પરંતુ તે પણ અમારા સંબંધ માટે જરુરી છે. મને લાગે છે કે આ એક ઘણો સારો અનુભવ છે કે, તમે ભલે સાથે નથી પણ તમારા સાથી તમારા સમર્થનમાં છે. આ અમારા સંબંધની એક મોટી ઉપલબ્ધિ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો