એપશહેર

બિગ બોસ નથી જોતી શિલ્પા શિંદે, કહ્યું 'કોઈ ફેક ન્યૂઝ ફેલાવશે તો તેની સામે પગલાં લઈશ'

બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદેએ જણાવ્યું કે, તે બિગ બોસ જોતી નથી. અને જે અફવા ફેલાવે છે તેની સામે તે કાર્યવાહી કરશે.

Reported byFarzana Patowari | Written byમિત્તલ ઘડિયા | TNN 1 Feb 2021, 3:05 pm
બિગ બોસ સીઝન 11ની વિનર શિલ્પા શિંદે બિગ બોસ 14ને ફોલો કરતી નથી. તેમ છતાં, તેને અત્યારના અને પહેલાના કન્ટેસ્ટન્ટ્સ તેમજ તેના પર્ફોર્મન્સ વિશે પૂછવામાં આવી રહ્યું છે. તેથી થોડા દિવસ પહેલા, તેણે ફેસબુક પર વીડિયો અપલોડ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે બિગ બોસ જોતી નથી અને જે કોઈ તેના નામનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવી રહ્યું છે, તેની સામે તે કાયદેસરની કાર્યવાહી કરશે.
I am Gujarat shilpa shinde


જ્યારે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ શિલ્પાનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર કોઈ મારો અવાજ નીકાળી રહ્યું હતું અને રાહુલ વૈદ્ય વિશે ખરાબ બોલી રહ્યું હતું. ત્યારબાદ કેટલીક એજન્સીઓએ મારી પાસેથી પુષ્ટિ કર્યા વગર તેને પબ્લિશ કરી દીધું. વીડિયોમાં છોકરી ખરાબ ભાષા વાપરી રહી હતી, જે મેં ક્યારેય વાપરી નથી કે કહી નથી'.

શિલ્પાએ કહ્યું કે, બિગ બોસ શો તેનો 'કપ ઓફ ટી' નથી અને 11મી સીઝન જીતવી તે મારા માટે નસીબ અને ભાગ્યની વાત નથી. સલમાન ખાનથી લઈને ચાહકો સુધી, દરેકના પ્રોત્સાહન અને ટેકાએ તેને મદદ કરી હતી.

'ઘરની અંદર જે થાય છે તે ફક્ત તે જ લોકો જાણે છે જે અંદર રહે છે. લોકો કારણ વગર એકબીજાને પરેશાન કરે છે અને લડે છે. હું એક એવી વ્યક્તિ છું જેણે આવું ક્યારેય કર્યું નથી. હું તેવી વ્યક્તિ નથી, જે પ્રપંચ કરે છે', તેમ શિલ્પાએ કહ્યું.

શિલ્પા શિંદેએ કહ્યું કે, તે કોઈ પણ પ્લાન વગર બિગ બોસના ઘરમાં ગઈ હતી અને કન્ટેસ્ટન્ટ્સની જેમ સામાન્ય રીતે હોમવર્ક પણ નહોતું કર્યું.

'મેં જોયું કે, સામાન્ય લોકોએ પણ સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ અને અન્ય બાબતો માટે ઘર બહાક પ્રચાર કર્યો હતો. બીજી તરફ, હું આંખો બંધ કરીને અંદર ગઈ હતી. મારી ગેમ વિશ્વાસપાત્ર અને ઓર્ગેનિક હતી. મારી સીઝનમાં એક વાત ખાતરીપૂર્વક હતી કે, અમે જે કંઈ કર્યું તે વાસ્તવિક અને મનોરંજક હતું. અમારે કોઈ સપોર્ટની જરૂર નહોતી', તેમ શિલ્પાએ ઉમેર્યું.

હવે તેને શોમાં કેમ વધારે રસ રહ્યો નથી તેમ પૂછતાં તેણે કહ્યું કે, 'પહેલા પણ હું બિગ બોસ નહોતી જોતી. મને તેમા ક્યારેય રસ હતો જ નહીં', તેમ તેણે કહ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો