એપશહેર

પહેલી મંથલી એનિવર્સરી પર Dalljiet Kaur સાથે નહોતો પતિ Nikhil Patel! ગુલાબના ફૂલો સાથે રાહ જોતી રહી એક્ટ્રેસ

Dalljiet Kaur and Nikhil Patel: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્નને એક મહિનો થયો છે. દલજીતે પહેલી મંથલી એનિવર્સરી પર નિખિલ માટે લાવેલા ગુલાબની ઝલક બતાવી હતી. સાથે જ નિખિલની આતુરતાથી રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, NRI નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા પછી કેન્યા શિફ્ટ થઈ ગઈ છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 19 Apr 2023, 3:40 pm

હાઈલાઈટ્સ:

  • દલજીત કૌરે નિખિલ પટેલ સાથે 18 માર્ચના રોજ લગ્ન કર્યા હતા.
  • નિખિલ પટેલ અને દલજીત કૌર બંનેના આ બીજા લગ્ન છે.
  • પહેલા લગ્ન થકી નિખિલની બે દીકરીઓ છે જ્યારે દલજીતનો એક દીકરો છે.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat dall 1200
ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (Dalljiet Kaur)એ 18 માર્ચના રોજ નિખિલ પટેલ (Nikhil Patel) સાથે લગ્ન કર્યા હતા. દલજીતે પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં નિખિલ સાથે લગ્ન કર્યા હતા. નિખિલ સાથે લગ્ન કર્યા પછી દલજીત પોતાના દીકરા જેડન સાથે સાઉથ આફ્રિકાના નાયરોબીમાં શિફ્ટ થઈ ગઈ છે. 18 એપ્રિલે નિખિલ અને દલજીતના લગ્નને એક મહિનો થતાં એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફૂલો સાથે વિડીયો શેર કર્યો હતો.
શું છે 'છોટી અનુ'નું 'અનુપમા'માં ભવિષ્ય? ટ્રેકનો અંત આવવાની ચર્ચા પર પિતાનો ખુલાસો

દલજીતના લગ્નને થયો એક મહિનો


દલજીત કૌર પતિ નિખિલ માટે ફૂલો લઈને આવી હતી. જેનો વિડીયો શેર કરતાં તેણે લખ્યું, "પહેલા મહિનાની શુભેચ્છા બેબી. આઈ લવ યુ. તને મળવાની રાહ નથી જોઈ શકતી. આપણા હંમેશાના સેલિબ્રેશનના પહેલા પગથિયાની શુભેચ્છા." દલજીતની આ પોસ્ટ જોતાં લાગી રહ્યું છે કે, ફર્સ્ટ મંથ એનિવર્સરી પર નિખિલ દલજીત સાથે નથી અને કામથી ક્યાંય બહાર ગયો છે. એટલે કપલનું સેલિબ્રેશન પછી થઈ શકે છે.

દલજીતને મળી શુભકામના
View this post on Instagram A post shared by DALLJIET KAUR PATEL ੴ (@kaurdalljiet)


દલજીતને પહેલી માસિક એનિવર્સરી પર ફ્રેન્ડ્સ દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવી હતી. દલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સ અને મિત્રોએ આપેલી શુભેચ્છાની ઝલક બતાવી હતી. દલજીતે પતિ નિખિલ સાથેની વિવિધ તસવીરોનો એક વિડીયો પણ શેર કર્યો હતો. નિખિલ અને દલજીતની જોડી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

માલતી મેરીની પહેલી ભારત મુલાકાત કેવી રહી? દીકરીને સૌથી વધુ શું ગમ્યું તેનો પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો

હાલ કેન્યામાં રહે છે દલજીત

લગ્ન પછી દલજીત કૌર નાયરોબી શિફ્ટ થઈ ગઈ છે. ત્યારે તે ત્યાંથી લાઈફ અપડેટ આપતી રહે છે. દલજીતનો દીકરો જેડન શિફ્ટ થયો એના બીજા જ દિવસથી સ્કૂલે જવા લાગ્યો હતો. ત્યારે દલજીતે બધું જ વ્યસ્થિત ગોઠવવા માટે પતિ નિખિલનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન છે. અગાઉ દલજીત કૌરે એક્ટર શાલીન ભાનોત સાથે લગ્ન કર્યા હતા. શાલીન સાથે છૂટાછેડાના સાત વર્ષ બાદ દલજીતને નિખિલમાં પ્રેમ મળ્યો છે. બીજી તરફ નિખિલના પણ આ બીજા લગ્ન છે. નિખિલ બે દીકરીઓનો પિતા છે. તેની એક દીકરી અરિયાના તેની અને દલજીત સાથે રહે છે જ્યારે બીજી દીકરી પૂર્વ પત્ની સાથે રહે છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story