દેબિના બેનર્જી (Debina Bonnerjee) અને ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) માટે ગત વર્ષ ખુશીઓથી ભરેલું રહ્યું. 10 વર્ષના લગ્નજીવન અને કેટલીક ટ્રીટમેન્ટ બાદ તેમના ઘરે એપ્રિલમાં દીકરી લિયાનાનો (Liana Chaudhary) જન્મ થયો હતો અને ત્યારબાદ તરત એક્ટ્રેસને ફરીથી પ્રેગ્નેન્સી રહીને નવેમ્બરમાં બીજી દીકરી દિવિષાનો (Divisha) જન્મ થયો. બંને દીકરીની દેખરેખમાં દેબિના અને ગુરમીત વ્યસ્ત થઈ ગયા છે. જો કે, આ બધાની વચ્ચે પણ તેમણે થોડો સમય કાઢી લીધો છે અને પરિવાર સાથે તેઓ વેકેશન એન્જોય કરવા માટે ગોવા પહોંચી ગયા છે. ત્યાંથી તેમની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તુનિશાના મોત બાદ બદલાઈ ગયો 'અલી બાબા: દાસ્તાન-એ-કાબૂલ'નો સેટ, શૂટિંગ વખતે છવાઈ ગમગીની
લંચ ડેટ પર દેબિના અને ગુરમીત
ગોવા પહોંચતાની સાથે જ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ તેમના માટે લંચ ડેટનું આયોજન કરાવ્યું હતું. જેનો વીડિયો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં તેણે પિંક કલરનું ફ્લોરલ આઉટફિટ પહેર્યું છે તો પતિએ પણ તેની સાથે ટ્વિનિંગ કરતાં પિંક ટીશર્ટ અને વ્હાઈટ શોર્ટ્સ પહેરી છે. જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓ સુંદર રીતે ગાર્નિશ કરીને ટેબલ પર રાખવામાં આવી છે. અગાઉ એક વ્લોગમાં દેબિનાએ કહ્યું હતું કે, લિયાના અને વિદિષા બંને નાની છે. તેથી, એકબીજાનો અવાજ સાંભળી ઉઠી જાય છે. તેમની લંચ ડેટમાં પણ કંઈક આમ જ થયું હશે તેમ લાગી રહ્યું છે. એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે રિસોર્ટના રૂમ તરફ ભાગતી દેખાઈ. આ સાથે લખ્યું છે 'મારી દીકરીઓ પાસે પાછી જઈ રહી છું. કારણ કે, તેમનો ઊંઘવાનો સમય થઈ ગયો છે'.
દેબિના અને ગુરમીતની ડિનર ડેટ
ગુરમીત પત્ની દેબિનાને કેન્ડલ લાઈટ ડિનર પર પણ લઈ ગયો હતો. આ વખતે પણ તેણે કપડાં રિપીટ કર્યા હતો તો એક્ટ્રેસે મેટાલિક ગાઉન પહેર્યું હતું. ડિનર માટે જતા પહેલા ગુરમીતે પત્ની માટે રોમાન્ટિક વાતાવરણ બનાવ્યું હતું અને બંનેએ ડાન્સ કર્યો હતો.
તુનિષાના મમ્મી અને સંજીવ કૌશલ વચ્ચે શું ચાલી રહ્યું છે? શીઝાનના પરિવારના આરોપ પર તોડ્યું મૌન
દેબિનાએ જણાવ્યું સુખી લગ્નજીવનનું કારણ
દેબિનાએ ગુરમીત સાથે એક તસવીર શેર કરી હતી અને ફેન્સ દ્વારા પૂછવામાં આવતા એક કોમન સવાલનો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું 'તમારામાંથી ઘણા લોકો પૂછતાં રહે છે કે, હું અને ગુરમીત હંમેશા સાથે કેવી રીતે ખુશ રહીએ છીએ. હું તેમને કહેવા માગું છું કે, હંમેશા યાદ રાખજો પ્રેમ એક ફૂલ છે અને તેને વિકસિત થવા દેવું જોઈએ'.
નાની દીકરીના નામની કરી જાહેરાત
દેબિના અને ગુરમીતે મંગળવારે જ નાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ત્રણેયની એક સુંદર તસવીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું 'અમારી જાદુઈ છોકરીનું નામ 'દિવિષા' પાડ્યું છે, જેનો અર્થ થાય છે દુર્ગા માતા'. ઉલ્લેખનીય છે કે, કપલની મુલાકાત સીરિયલ 'રામાયણ'ના સેટ પર થઈ હતી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ 2010માં તેમણે લગ્ન કર્યા હતા.
Read Latest Entertainment News And Gujarati News