એપશહેર

'કુછ રંગ પ્યાર કે એસે ભી'ના સેટ પર શહીર શેખ સાથે એરિકાની બબાલ? એક્ટ્રેસે તોડ્યું મૌન

'કુછ રંગ પ્યાર કે એસે ભી'માં એરિકા અને શહીર શેખ ફરી સાથે કામ કરી રહ્યા છે. બંને વચ્ચે સેટ પર અણબનાવના સમાચાર સામે આવ્યા હતા.

I am Gujarat 23 Jul 2021, 11:46 am

હાઈલાઈટ્સ:

  • સિલીગુડીના સેટ પર એરિકા ફર્નાન્ડિસ અને શહીર શેખ વચ્ચે માથાકૂટ થઈ હોવાની ચર્ચા
  • 'કુછ રંગ પ્યાર કે એસે ભી'ના સેટ પર પહેલા કરતાં શહીર શેખ સાથેનું મારું બોન્ડિંગ મજબૂત બન્યું છેઃ એરિકા
  • સીરિયલની આ સીઝન બાકીની બે સીઝન કરતાં અલગ રહેવાની છેઃ એરિકા ફર્નાન્ડિસ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat erica fernandes break her silence on tiff with shaheer sheikh
'કુછ રંગ પ્યાર કે એસે ભી'ના સેટ પર શહીર શેખ સાથે એરિકાની બબાલ? એક્ટ્રેસે તોડ્યું મૌન
'કુછ રંગ પ્યાર કે એસે ભી'ની ત્રીજી સીઝન ઓન-એર થઈ ચૂકી છે. જેમાં એરિકા ફર્નાન્ડિસ અને શહીર શેખ ફરી એકવાર સોનાક્ષી અને દેવના રોલમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસથી તેવી ચર્ચા થઈ રહી હતી કે, એરિકા અને શહીર વચ્ચે સિલીગુડીના સેટ પર અણબનાવ થયો હતો. જો કે, એક્ટ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપતાં આખરે સત્ય શું છે તે જણાવ્યું છે.
'રાજ કુંદ્રા લાવી રહ્યો હતો નવી એપ, સાળી શમિતા શેટ્ટીને ફિલ્મમાં કરવાનો હતો કાસ્ટ'
એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફ સાથે વાત કરતાં એરિકા ફર્નાન્ડિસે કહ્યું 'પૂરી કાસ્ટ અને ક્રૂએ પ્રામાણિકતાથી સિલીગુડીમાં એક ધમાકેદાર શૂટિંગ કર્યું અને 'કુછ રંગ પ્યાર કે એસે ભી' માટે આટલા લાંબા સમય બાદ ફરીથી જોડાવું તે શાનદાર છે. સાચુ કહું તો, આ સીરિયલે અમારા બોન્ડિંગને વધારે મજબૂત બનાવી દીધું છે. અમારા તમામ માટે તે મજેદાર અને સારું આઉટડોટ શૂટ સાબિત થયું'.

View this post on Instagram A post shared by Shaheer Sheikh (@shaheernsheikh)

એરિકાએ આગળ જણાવ્યું કે, આ સીઝન બાકીની બે સીઝન કરતાં અલગ રહેવાની છે. 'આ સીઝનની સ્ટોરી એકદમ અલગ છે. શોમાં દેવ અને સોનાક્ષીની વચ્ચે એક અલગ પ્રકારનો સંબંધ જોવા મળશે. શોમાં દેવ અને સોનાક્ષીના જીવનના અલગ-અલગ પાસા દેખાડવામાં આવશે. આગળ બીજા ખુલાસા કરી શકું નહીં. શો જેમ-જેમ આગળ વધશે તેમ જાણ થઈ જશે', તેમ એક્ટ્રેસે જણાવ્યું હતું.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની પોસ્ટ, લખ્યું 'પડકારોનો સામનો કરવા તૈયાર'
View this post on Instagram A post shared by ERICA JENNIFER FERNANDES (@iam_ejf)

શહીર શેખ અને સુપ્રિયા પિલગાંવકર સાથે ફરીથી કામ કરવા અંગે એક્ટ્રેસે કહ્યું 'આ સાચેમાં સારી વાત છે કે હું બંનેની સાથે ફરીથી કામ કરી રહી છું'.

'કુછ રંગ પ્યાર કે એસે ભી'ની ત્રીજી સીઝન 12 જુલાઈથી ટીવી પર પ્રસારિત થઈ છે. આ સીઝનની પહેલી બે સીઝનને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્રીજી સીઝનની વાત કરીએ તો, દેવ (શહીર શેખ) અને સોનાક્ષી (એરિકા ફર્નાન્ડિઝ) ના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, એરિકા ફર્નાન્ડિસ છેલ્લે પાર્થ સમથાન સાથે 'કસૌટી જિંદગી કી 2'માં જોવા મળી હતી. જેમાં તેણે પ્રેરણાનું પાત્ર ભજવ્યું હતું. તો શહીર શેખ ટૂંક સમયમાં 'પવિત્ર રિશ્તા'ની બીજી સીઝન 'પવિત્ર રિશ્તા 2.0'માં જોવા મળવાનો છે. જેમા્ તે માનવનું પાત્ર ભજવતો જોવા મળશે, જ્યારે અંકિતા લોખંડે અર્ચનાનું. સીરીયલ ઓટીટી પ્લેટફોર્મ પર લોન્ચ થવાની છે.

Read Next Story