એપશહેર

રૂપાલી ગાંગુલીથી સુધાંશુ પાંડે સુધી, આ છે 'અનુપમા' શોના કલાકારોનો અસલી પરિવાર

'અનુપમા'ની ફેન ફોલોઈંગ વધારે છે. તેના કલાકારો ઘર-ઘરમાં જાણીતા છે. સીરિયલના કલાકારોના રિયલ પરિવારનો મળો

I am Gujarat 17 Jun 2021, 2:11 pm

હાઈલાઈટ્સ:

  • 'અનુપમા'ના કલાકારોની રિયલ પરિવારને મળો
  • બાપુજીનું પાત્ર ભજવતા અરવિંદ વૈદ્યની દીકરી પણ છે એક્ટ્રેસ
  • સુધાંશુ પાંડે ઉર્ફે વનરાજને રિયલ લાઈફમાં પણ છે બે દીકરા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat from rupali ganguly to sudhanshu pandey meet real life family of anupamaa actors
રૂપાલી ગાંગુલીથી સુધાંશુ પાંડે સુધી, આ છે 'અનુપમા' શોના કલાકારોનો અસલી પરિવાર
1 વર્ષથી રાજન શાહીની સીરિયલ 'અનુપમા' ટીઆરપી ચાર્ટમાં રાજ કરી રહી છે. સીરિયલ, કે જેનું પ્રીમિયર ગયા વર્ષે 13મી જુલાઈએ થયું હતું,તેની સ્ટોરીલાઈન દર્શકોને પસંદ આવી રહી છે. 'અનુપમા'માં રૂપાલી ગાંગુલી લીડ રોલ પ્લે કરી રહી છે. જ્યારે સુધાંશુ પાંડે વનરાજ શાહનો રોલ ભજવી રહ્યો છે. જે હવે અનુપમાનો એક્સ-પતિ છે. શોમાં હાલમાં જ અનુપમા અને વનરાજના ડિવોર્સ થયા છે. કેટલાય વર્ષથી વનરાજના તેની સેક્રેટરી કાવ્યા સાથે આડાસંબંધ હોવાની જાણ થતાં અનુપમાએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું.
પહેલી જ મુલાકાતમાં પત્ની સાથે સુધાંશુ પાંડેનો થયો હતો ઝઘડો, રસપ્રદ છે પ્રેમ કહાણી
સીરિયલના અત્યારના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, વનરાજ અને કાવ્યા (મદાલસા શર્મા)ના લગ્ન થઈ ગયા છે. બીજી તરફ બાપુજીએ ઘરના ત્રણ ભાગ પાડીને તેમાંથી એક ભાગ અનુપમાને આપતાં તે હજી પણ તેમની સાથે રહે છે. સુધાંશુ પાંડે, રૂપાલી ગાંગુલી અને મદાલસા શર્મા એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સારું કામ કરવા માટે જાણીતા છે. પરંતુ તેની રિયલ લાઈફ ફેમિલી વિશે લોકો ભાગ્યે જ જાણે છે. ત્યારે તેમના પરિવાર વિશે જાણો.

રૂપાલી ગાંગુલી

'અનુપમા' પહેલા રૂપાલી ગાંગુલીને સારાભાઈ VS સારાભાઈમાં મોનિશાના પાત્રથી નામના મળી હતી. એક્ટ્રેસ આશરે બે દશકાથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર અને સ્ક્રીનરાઈટર હતા. તેનો ભાઈ વિજય ગાંગુલી જાણીતો કોરિયોગ્રાફર છે. રુપાલી ગાંગુલીનો પતિ એક ક્રીએટિવ કંપનીનો માલિક છે. રૂપાલી અને અશ્વિનના લગ્ન 2013માં થયા હતા અને તેમને રુદ્રાંશ નામનો દીકરો છે.

સુધાંશુ પાંડે

સુધાંશુ પાંડે પણ લાંબા સમયથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. એક્ટરે મોના પાંડે સાથે લગ્ન કર્યા છે અને તેમને નિર્વાણ તેમજ વિવાન નામના બે દીકરા છે. સુધાંશુ જ્યારે 22 વર્ષનો હતો ત્યારે તેણે મોના સાથે લગ્ન કર્યા હતા.

સસરા મિથુન ચક્રવર્તીની એક સલાહે 'અનુપમા'ની 'કાવ્યા'ને અપાવી નામના
મદાલસા શર્મા

'અનુપમા' મદાલસા શર્માનો ડેબ્યૂ ટીવી શો છે. આ પહેલા તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મદાલસા શર્માની માતા નીલા ડેવિડ એક્ટ્રેસ છે જ્યારે તેના પિતા સુભાષ શર્મા એ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર છે. આટલું જ નહીં મદાલસાએ મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહ સાથે લગ્ન કર્યા છે, જે પ્રોફેશનથી એક્ટર છે. મદાલસા અને મિમોહના લગ્ન 2018માં થયા હતા.

અરવિંદ વૈદ્ય

પીઢ એક્ટર અરવિંદ વૈદ્ય જે સીરિયલમાં બાપુજીનું પાત્ર ભજવી રહ્યા છે તેમણે ઢગલો ટીવી શોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ વંદના પાઠક, જેઓ 'ખીચડી'ના 'જયશ્રી'ના પાત્ર માટે જાણીતા છે તેઓ અરવિંદ વૈદ્યના દીકરી છે.

અલ્પના બુચ

અનુપમા સીરિયલમાં વનરાજની માતાનો રોલ પ્લે કરી રહેલા અલ્પના બુચે રિયલ લાઈફમાં એક્ટર મેહુલ બૂચ સાથે લગ્ન કર્યા છે. તેમણે ઘણી હિંદી ફિલ્મો અને ટીવી શો કર્યા છે. અલ્પના અને મેહુલને એક દીકરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો