એપશહેર

પતિ ઝૈદ સાથે ફ્રેન્ડના ઘરે જમવા ગઈ ગૌહર ખાન, થયું ભવ્ય સ્વાગત

ગૌહર ખાન અને ઝૈદ દરબાર હાલ ફ્રેન્ડના ઘરે જમવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ગ્રાન્ડ વેકલમ કરવામાં આવ્યું હતું.

I am Gujarat 11 Jan 2021, 9:43 am
ન્યૂલી મેરિડ ગૌહર ખાન રવિવારે પતિ ઝૈદ દરબાર સાથે ફ્રેન્ડના ઘરે જમવા માટે પહોંચી હતી. જ્યાં તે બંનેનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસે તેમની મુલાકાત દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેને તેમજ ઝૈદને પ્રેમ આપવા માટે થેન્ક યુ નોટ લખી છે. ઉલ્લેખનીય છે કે, ગૌહર અને ઝૈદે ગયા વર્ષે 25મી ડિસેમ્બરે મુંબઈમાં ભારે ધૂમધામ સાથે લગ્ન કર્યા હતા.
I am Gujarat zaid darbar-gauahar khan


View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

ગૌહર ખાને તસવીરોની સાથે લખ્યું છે કે, 'દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પરિવાર. બેસ્ટ સમય, હૂંફ, પ્રેમ, આતિથ્યસત્કાર, પોતિકાપણા માટે આભાર. હંમશ માટેનું સ્વાદિષ્ટ ભોજન. સર્વશક્તિમાન તમારા પરિવારને હંમેશા આશીર્વાદ આપે ❤️🤗'.

ગૌહરે જે તસવીરો શેર કરી છે તેમાં જોઈ શકાય છે કે, બંનેનું સ્વાગત કરતાં તેની ફ્રેન્ડે ઘર આંગણે ફૂલોથી મોટી રંગોળી બનાવી હતી. જેમાં લખ્યું હતું 'વેલકમ ગૌહર અને ઝૈદ'. ગૌહરની સાથે તેની બહેન નિગાર ખાન અને મમ્મી પણ જમવા માટે પહોંચી હતી.

View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

ગૌહરે આ પ્રસંગે પોપટી કલરની સાડી પહેરી હતી. જેમાં મોરની ડિઝાઈનનો મોટો પટ્ટો લગાવેલો હતો. આ સાથે તેણે ગુલાબી કલરનો બ્લાઉઝ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેક-અપ કર્યો હતો. તેણે સોનાનો હાર પહેરીને લૂક પૂરો કર્યો હતો. તો ઝૈદે બ્લૂ કૂર્તો અને ગોલ્ડન પાયજામો પહેર્યો હતો. જ્યારે નિગાર ખાને પોપટી ડ્રેસ પહેર્યો હતો.

હાલમાં, એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે ખુશ છે કે તેણે ઝૈદ દરબાર સાથે લગ્ન કરવાના નિર્ણય વિશે વિચારવામાં વધારે સમય ન લીધો. 'તે અદ્દભુત છે. હું ખૂબ જ ખુશ છું અને ઝૈદ મને મળ્યો તેથી ધન્યતા અનુભવુ છું. હકીકત એ છે કે, અમે અમારા સંબંધોને નવું નામ આપવામાં વધારે સમય લીધો નહોતો', તેમ ગૌહરે કહ્યું હતું.

View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

આપને જણાવી દઈએ કે, લગ્નના બે દિવસ એક્ટ્રેસ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે લખનઉ ઉપડી ગઈ હતી. જો કે, તેણે આ દરમિયાન થોડો સમય કાઢી લીધો હતો અને નવા વર્ષની ઉજવણી પતિ સાથે કરી હતી.

ગૌહરે એક્ટર-ડાન્સર ઝૈદ સાથે લગ્ન કર્યા છે, જે મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો દીકરો છે. કપલે લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર શેર કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો