એપશહેર

મિત્રોએ બર્થ ડે પર ગીતા કપૂરને ન સાલવા દીધી માની ખોટ, અડધી રાતે આપી સરપ્રાઈઝ

ગીતા કપૂરે અડધી રાતે મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, માતાના નિધન બાદ તેનો આ પહેલો બર્થ ડે છે.

I am Gujarat 5 Jul 2021, 3:18 pm

હાઈલાઈટ્સ:

  • બર્થ જે સેલિબ્રેટ કરી રહી છે ગીતા કપૂર
  • મિત્રોએ અડધી રાતે ગીતા કપૂરને આપી સરપ્રાઈઝ
  • ગીતા કપૂરે અડધી રાતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat geeta kapur celebrates her birthday with friends at midnight
મિત્રોએ બર્થ ડે પર ગીતા કપૂરને ન સાલવા દીધી માની ખોટ, અડધી રાતે આપી સરપ્રાઈઝ
બોલિવુડ કોરિયોગ્રાફર અને ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4ની જજ ગીતા કપૂર આજે બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ગીતા કપૂર 48 વર્ષની થઈ ગઈ છે. માતાના નિધન બાદ એકલી પડી ગયેલી ગીતા કપૂરના બર્થ ડેને યાદગાર બનાવવા માટે અડધી રાતે કેટલાક મિત્રો તેના ઘરે પહોંચી ગયા હતા. તેઓ પોતાની સાથે કેક પણ લઈને આવ્યા હતા. ગીતા કપૂરે મિત્રો સાથે કેક કટ કરી હતી અને બાદમાં થોડી ગપ્પા-ગોષ્ટિ પણ કરી હતી. અડધી રાતે થયેલા બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ગીતા કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.

ગીતા કપૂર માટે પાંચ-પાંચ કેક લાવવામાં આવી હતી. ચારેય કેક તસવીરો પરથી ખૂબ જ યમ્મી લાગી રહી હતી.

View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)

ગીતા કપૂરે પાંચેય કેક પર લગાવેલી કેન્ડલ બ્લો કરી હતી. આ દરમિયાન મિત્રોએ મોટે-મોટેથી 'હેપી બર્થ ડે' ગીત ગાયું હતું. જેનો વીડિયો ગીતા કપૂરે શેર કર્યો છે. વીડિયોમાં તે ઓલ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

View this post on Instagram A post shared by Paritosh R Tripathi (@iamparitoshtripathi)

સુપર ડાન્સર ચેપ્ટર 4નો હોસ્ટ પારિતોષ ત્રિપાઠી કે જેને ગીતા કપૂર ભાઈ માને છે. તે પણ બર્થ ડે સેલિબ્રેશનમાં જોડાયો હતો. જેની તસવીરો પારિતોષે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં ગીતા અને પારિતોષનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. તસવીરોની સાથે એક્ટરે લખ્યું છે કે, 'આ ફેન બોયનો હક છે...અને એક ભાઈના આશીર્વાદ છે...હેપ્પી બર્થ જે દીદી...તમારી દરેક ઈચ્છા પૂરી થાય'.

View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

ગીતા કપૂરને ઈન્ડસ્ટ્રીના તેના ફ્રેન્ડ્સ તરફથી પણ જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ મળી છે. ગીતા કપૂરને દીકરી માનનારી કોરિયોગ્રાફર ફરાહ ખાને એક ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બંને એકબીજા સાથેની મિત્રતાની તેમજ એકબીજા પ્રત્યેના પ્રેમની વાત કરી રહી છે. આ વીડિયો 'ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર'ના સેટ પરનો છે. વીડિયોની સાથે ફરાહ ખાને લખ્યું છે કે, 'મારા પહેલા બાળક ગીતા કપૂરને હેપી બર્થ ડે. મારા જીવનમાં આ છોકરી છે તેનાથી હું ધન્યતા અનુભવું છું. મને લાગે છે કે આ વીડિયો બધું કહી દે છે. આઈ લવ યુ માય બેબી...મને ખબર છે કે આ તારા મમ્મી, રાણી આંટી વગર તારો પહેલો બર્થ ડે છે. હું તેમની જગ્યા ક્યારેય નહીં લઈ શકું પરંતુ તને કહેવા માગુ છું કે, હું બીજા સ્થાને શ્રેષ્ઠ છું'.


સુપર ડાન્સર ચેપ્ટર 4ની કો જજ શિલ્પા શેટ્ટીએ ગીતા કપૂર સાથેની એક તસવીર શેર કરી છે અને વિશ કરતાં લખ્યું છે કે, 'હેપ્પી બર્થ ડે, મારી ડાર્લિંગ ગીતું...તારા ચહેરા પર હંમેશા મોટું સ્મિત હોય, આપવા માટે હુંફાળું હગ હોય અને ખુશીના દિવસો હોય...હંમેશા'.

જણાવી દઈએ કે, ગીતા કપૂર અત્યારસુધીના કરિયરમાં ઘણા હિટ સોન્ગ કોરિયોગ્રાફ કરી ચૂકી છે. તેના વિદ્યાર્થીઓ તેને પ્રેમથી 'ગીતા મા'કહીને બોલાવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો