એપશહેર

પિતાના નિધન બાદ હિના ખાને સોશિયલ મીડિયા પર મૂકી પહેલી પોસ્ટ, સાંત્વના માટે આભાર માન્યો

હિના ખાનના પરિવાર પર 20મી એપ્રિલના રોજ દુઃખનો પહાડ તૂટી પડ્યો. હિનાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાના અવસાન બાદ હિના ખાને સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ મૂકી છે.

I am Gujarat 25 Apr 2021, 1:12 pm

હાઈલાઈટ્સ:

  • કાર્ડિયાક અરેસ્ટના કારણે હિના ખાનના પિતાનું અવસાન થયું છે.
  • પિતાનું નિધન થયું ત્યારે હિના ખાન શૂટિંગ માટે કાશ્મીરમાં હતી.
  • દુઃખદ સમાચાર મળતાં હિના તાબડતોબ મુંબઈ આવી હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat hina dad
એક્ટ્રેસ હિના ખાન અને તેના પરિવાર પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 20મી એપ્રિલે હિના ખાનના પિતાનું દુઃખદ અવસાન થયું છે. પિતાના નિધનના ચાર દિવસ બાદ હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. તેણે આ દુઃખની ઘડીમાં તેનો અને તેના પરિવારનો સાથ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો છે.
હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નોટ શેર કરી છે. જેમાં એક્ટ્રેસે લખ્યું, "મારા વહાલા પિતા અસલમ ખાન 20 એપ્રિલ 2021ના રોજ સ્વર્ગે સિધાવ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં મારા અને મારા પરિવારના ખબરઅંતર પૂછનારા તમામ લોકોનો આભાર માનું છું. હું અને મારો પરિવાર આ દુઃખ સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ મારી ટીમ આગામી વર્ક કમિટમેન્ટ માટે સંભાળશે. તમારા સહકાર અને પ્રેમ માટે આભાર."


આ પોસ્ટ દ્વારા 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલથી પોપ્યુલર થયેલી હિના ખાને જણાવી દીધું છે કે તે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છે. હવે હિનાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની ટીમ કામને લગતી પોસ્ટ મૂકશે.
View this post on Instagram A post shared by HK (@realhinakhan)


હિના ખાનને પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે કાશ્મીરમાં એક્ટર શાહીર શેખ સાથે એક મ્યૂઝિક વિડીયોનું શૂટિંગ કરી રહી હતી. પિતાના નિધનના સમાચાર મળતાં જ હિના ખાન તાબડતોબ મુંબઈ આવી ગઈ હતી.

વાંચો, રૂઢિચુસ્ત કાશ્મીરી પરિવારમાંથી આવતી હિના ખાન માટે Cannesના રેડ કાર્પેટ સુધી પહોંચવું સરળ નહોતું

View this post on Instagram A post shared by HK (@realhinakhan)


હિના ખાનના પિતા સાથેના સંબંધો ખૂબ મૈત્રીપૂર્ણ હતા. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હિના ખાને તેના પિતાને 'પાર્ટનર ઈન ક્રાઈમ' કહ્યા હતા. હિનાએ થોડા સમય પહેલા 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે એક્ટર બનવા માટે માતાપિતાને કહ્યા વિના જ મુંબઈ આવી હતી. તેને શોમાં રોલ મળ્યા બાદ તેણે જાણકારી આપી હતી. એ વખતે પિતાએ તેની સામે શરત મૂકી હતી કે ભણવાનું પૂરું કર્યા પછી જ એક્ટિંગ પર ધ્યાન આપે. હિનાએ તેમ કર્યું પણ હતું. હિના જ્યારે મુંબઈમાં એકલી પડી ત્યારે તેના પિતા જ દીકરીનો સાથ આપવા માટે મુંબઈ આવ્યા હતા.

હિના અવારનવાર સોશિયલ મીડિયા પર પિતા સાથે વાતો કરતાં કે મસ્તી કરતાં વિડીયો અને સુંદર તસવીરો પણ શેર કરતી હતી. હિના ખાનના પિતાના નિધનના સમાચાર ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો માટે પણ આઘાતજનક રહ્યા હતા. હિનાના પિતા પવિત્ર રમઝાન માસમાં અવસાન પામ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો