એપશહેર

માલદીવ્સમાં બોયફ્રેન્ડને પડતો મૂકી જૂના મિત્ર સાથે રોમાન્સ કરવા લાગી હિના ખાન

હિના ખાન હાલ રોકી જયસ્વાલ સાથે માલદીવ્સમાં છે, રોહિત રોય પણ પત્ની સાથે ત્યાં વેકેશન પર છે. આ દરમિયાન બંનેનો એકબીજા સાથે ભેટો થયો હતો.

I am Gujarat 13 Sep 2021, 1:07 pm

હાઈલાઈટ્સ:

  • માલદીવ્સમાં બોયફ્રેન્ડ સાથે વેકેશન માણી રહેલી હિના ખાનનો રોહિત રોય સાથે થયો ભેટો
  • રોહિત રોયે હિના ખાન સાથેની તસવીર શેર કરીને લખ્યું 'આખરે આ દુનિયા નાની છે'
  • હિના ખાન અને રોકી જયસ્વાલે 'શેરશાહ'ના 'રાતા લંબિયા' પર બનાવી ઈન્સ્ટાગ્રામ Reel
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat hina khan met friend rohit roy and his wife in maldives
માલદીવ્સમાં બોયફ્રેન્ડને પડતો મૂકી જૂના મિત્ર સાથે રોમાન્સ કરવા લાગી હિના ખાન
ટીવી અને બોલિવુડ એક્ટર રોહિત બોઝ રોય હાલ તેની પત્ની માનસી જોશી સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહ્યો છે. તો બીજી તરફ હિના ખાન પણ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને પરિવાર સાથે ત્યાં છે. માલદીવ્સમાં ફરી રહ્યા હતા ત્યારે બંનેનો ભેટો થઈ ગયો હતો. રોહિક રોય અને હિના ખાન સારા મિત્રો છે અને આમ વેકેશન દરમિયાન મુલાકાત થવાથી તેઓ ખુશ થઈ ગયા હતા અને તસવીરો પણ ખેંચાવી હતી.
View this post on Instagram A post shared by Rohit Bose Roy (@rohitboseroy)

રોહિત રોયે હિના ખાન સાથેની એક તસવીર શેર કરી છે આ સાથે તેણે લખ્યું છે 'ધારો, માલદીવ્સમાં હું કોને મળ્યો. આખરે આ નાની દુનિયા છે'. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં હિના ખાને લખ્યું છે 'ટ્રાવેલિંગ પ્રેમી લોકો માટે દુનિયા વધારે નાની થઈ જાય છે. આવી રીતે અવારનવાર મળવા રહેવાનો પ્રયાસ કરીએ'.

પ્રેગ્નેન્ટ છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ, ઘરે યોજાયું નાનકડું ફંક્શન
View this post on Instagram A post shared by Hina Khan's Fanclub✨ (@eyesristi)

હિના ખાને પણ રોહિત રોય, તેની પત્ની તેમજ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે એક તસવીર ખેંચાવી હતી. જે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.

View this post on Instagram A post shared by Rohit Bose Roy (@rohitboseroy)

માલદીવ્સના દરિયાકિનારે રોહિત રોય અને હિના ખાને એક ઈન્સ્ટાગ્રામ Reel પણ બનાવી છે. જેમાં બંને 'શેરશાહ'ના સોન્ગ 'રાત લંબિયા' પર પર્ફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ફેન્સની સાથે-સાથે એક્ટરની પત્નીને પણ પસંદ આવ્યો છે અને તેણે બંનેને 'ક્યૂટ' કહ્યા છે.

નિહાલ સાથેના 'અફેર'ની ખબર પર બોલી સાયલી કાંબલે, શન્મુખપ્રિયા વિશે કહી મોટી વાત
View this post on Instagram A post shared by Rohit Bose Roy (@rohitboseroy)

રોહિત રોયે પત્ની સાથેની પણ કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને લખ્યું છે 'દરિયાકિનારાની સુંદર રેતી પર થોડા રોમેન્ટિક થવાનો સમય. પાણી પર ખાનગી ભોજન. યમ્મી ક્રેબની રાહ જોઈ રહ્યો છું. માલદીવ્સ ક્યારેય પણ સરપ્રાઈઝ આપવામાં નિષ્ફળ જતું નથી. તે સરળ રીતે જાદુઈ છે'.

View this post on Instagram A post shared by HK (@realhinakhan)

પિતાનું નિધન થયા બાદ હિના ખાન પહેલીવાર વેકેશન માણવા ગઈ છે. અગાઉ પણ તેણે ઘણીવાર પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે માલદીવ્સમાં રજા માણી હતી. આ વખતે તે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને તેના પરિવાર સાથે છે. માલદીવ્સમાંથી તે રોજ નવી તસવીરો શેર કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો