એપશહેર

KBCમાં 1 કરોડ જીતનાર કન્ટેસ્ટન્ટ કેટલા રૂપિયા ઘરે લઈ જાય છે? આટલા લાખ તો ટેક્સ ચૂકવે છે

I am Gujarat 27 Nov 2020, 3:38 pm
ટીવીના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'માં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસનારા તમામ લોકોની ઈચ્છા હોય છે તે તેઓ વધુથી વધુ સવાલોના જવાબ આપે અને મોટી રકમ ઘરે લઈ જાય. આ રમતમાં ઘણા લોકોની કિસ્મત ચમકી અને તેઓ સાચા સવાલોના જવાબ આપીને લાખો અને કરોડોમાં રકમ જીતવામાં સફળ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે 1 કરોડ રૂપિયા જીત્યા બાદ કન્ટેસ્ટન્ટને આખી રકમ નથી મળતી તેને પોતાની જીતેલી રકમમાંથી એક મોટો ભાગ ટેક્સ તરીકે ચૂકવવો પડે છે.
I am Gujarat kbc


તો ચાલો તમને જાણીવીએ કે જો કોઈ કન્ટેસ્ટન્ટ કેબીસીમાં 1 કરોડ રૂપિયા જીતે છે તો તેને કેટલા રૂપિયા ટેક્સમાં આપવા પડે છે અને તેમના હાથમાં આખરે કેટલી રકમ આવે છે.

34.2 લાખ રૂપિયા ચૂકવવા પડે છે ટેક્સમાં
ટેક્સના સેક્શન 194 બી અનુસાર જો કોઈ કન્ટેસ્ટન્ટ 1 કરોડ રૂપિયાની રકમ જીતે છે તો તેને આ રકમના 30 લાખ ટેક્સ પર 10 ટકા સરચાર્જ આપવો પડે છે, જે 3 લાખ છે. આ ઉપરાંત 30 લાખ પર 4 ટકા સેસ લાગે છે જે 1.2 લાખ છે. કુલ મળીને 1 કરોડ રૂપિયાની રકમમાંથી કન્ટેસ્ટન્ટને 34.2 લાખ ટેક્સમાં જ આપવાના હોય છે. આટલી રકમ ટેક્સમાં આપ્યા બાદ તેના હાથમાં લગભગ 65 લાખ રૂપિયા આવી જાય છે. આ રકમને તે ઘરે લઈ જઈ શકે છે. આ હિસાબથી તમે દરેક રકમની ગણતરી કરી શકો છો.

આ ગણતરી બાદ એક વાત તો સ્પષ્ટ છે કે 1 કરોડ રૂપિયાની રકમ જીત્યા બાદ પણ કોઈ કન્ટેસ્ટન્ટ કરોડપતિ નથી બનતો તે લખપતી જ રહી જાય છે.

KBC 13ની સીઝનની વાત કરીએ તો આ સીઝનમાં અત્યાર સુધી ત્રણ કન્ટેસ્ટન્ટ્સ જ 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપીને આટલી રકમ જીતી શક્યા છે. હાલમાં જ સોની 12મી સીઝનમાં એક આઈપીએસ અધિકારી મોહિતા શર્માએ એક કરોડ રુપિયાની રકમ જીતી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો