એપશહેર

ઈન્ડિયન આઈડલના સેટ પર સફાઈ કરતો હતો યુવરાજ, હવે પોતાના અવાજથી કર્યા જજને ઈમ્પ્રેસ

ઈન્ડિયન આઈડલ 12મી સીઝન શરૂ થવાની છે. જેનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવરાજ મેધે નામનો યુવક ગીત ગાતો અને બાદમાં સંઘર્ષની કહાણી કહેતો જોવા મળ્યો.

TIMESOFINDIA.COM 25 Nov 2020, 11:23 am
આ દુનિયામાં શીખવા અને સમજવા માટે ઘણી બધી બાબતો છે. માત્ર તેને પોતાની નજરથી જોવાની શક્તિ હોવી જોઈએ. કોઈ વ્યક્તિ પાસે બધી સવલતો હોય, પૈસા હોય છતાં પણ કંઈ ન શીખી શકે...જ્યારે કેટલાક પોતાની પાસે કંઈ ન હોય છતાંય આપમેળે બધું શીખી લેતા હોય છે. વાત જ્યારે શીખવાની થઈ રહી છે ત્યારે આ બાબતનું તાજુ ઉદાહણ ઈન્ડિયન આઈડલમાં જોવા મળ્યું. આ સિંગિંગ રિયાલિટી શોની 12મી સીઝન શરૂ થવાની છે. તેવામાં શો સાથે જોડાયેલો એક વીડિયો પ્રોમો સામે આવ્યો છે.
I am Gujarat indian idol 12 contestant yuvraj medhe says he swept floors on set
ઈન્ડિયન આઈડલના સેટ પર સફાઈ કરતો હતો યુવરાજ, હવે પોતાના અવાજથી કર્યા જજને ઈમ્પ્રેસ


View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

સોની ટીવીએ સોશિયલ મીડિયા પર ઈન્ડિયન આઈડલ 12 સાથે જોડાયેલો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક યુવક પોતાના શાનદાર અવાજમાં ઓડિશન આપતો જોવા મળી રહ્યો છે. આ શોના જજ નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે. વીડિયોમાં જે યુવક જજની સામે ઓડિશન આપી રહ્યો છે તેનું નામ યુવરાજ મેધે છે.

યુવરાજ મેધેનો અવાજ સાંભળીને ત્રણેય જજ ખુશી થઈ જાય છે. પરંતુ જ્યારે તે પોતાની સંઘર્ષની કહાણી કહે છે ત્યારે ત્રણેયના આંખમાં આંસુ આવી જાય છે. ઓડિશન માટે સોન્ગ ગાયા બાદ યુવરાજ ખુલાસો કરે છે કે, તે ઈન્ડિયન આઈડલના સેટ પર સફાઈ કરવાનું કામ કરે છે.

યુવરાજ જજને કહે છે કે, 'હું ઈન્ડિયન આઈડલના સેટ પર સફાઈનું કામ કરું છું. જ્યારે તમે લોકો કોઈ કન્ટેસ્ટન્ટની ભૂલ કહો છો ત્યારે મારું ધ્યાન તમારા પર રહે છે. આમ કરીને હું ગાતા શીખ્યો'. બાદમાં હિમેશ યુવરાજને કહે છે કે, 'કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બની શકે છે, માત્ર મહેનત કરવાની જરૂર છે'.

શોની વાત કરીએ તો, આ શો 28 નવેમ્બરથી શનિ-રવિ પ્રસારિત થવાનો છે. જેનો હોસ્ટ આદિત્ય નારાયણ છે. આ એક એવો શો છે, જે છુપાયેલી પ્રતિભાને શોધી કાઢે છે. શોનો ગત સીઝનનો વિનર સની હિંદુસ્તાની હતો. જે ગરીબ પરિવારમાંથી આવતો હતો. 13 વર્ષની ઉંમરે પિતા ગુમાવી દેવાના કારણે પરિવાર ચલાવવાની જવાબદારી તેના પર આવી પડી હતી. જેથી તે જૂતા પોલિશ કરીને ગુજરાન ચલાવતો હતો. તે આ શોમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યો અને જીત્યો પણ ખરો.

Read Next Story