ઈન્ડિયન આઈડલ 2020નો અપકમિંગ એપિસોડ ધમાકેદાર રહેવાનો છે. આ વખતનો એપિસોડ 'શાદી સ્પેશિયલ' છે. જેમાં નેહા કક્કડ પતિ રોહનપ્રીત સાથે, ભારતી સિંહ-હર્ષ લિંબાચિયા અને હિમેશ રેશમિયા પત્ની સોનિયા સાથે આવવાનો છે. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
ઈન્ડિયન આઈડલના સેટ પર હિમેશ રેશમિયાની પત્ની સોનિયાએ પતિના સુપર હિટ ટ્રેક, પ્રેમ રતન ધન પાયો પર ડાન્સ કર્યો હતો. આ સિવાય તે ઘરેથી પોતાના હાથથી બનાવેલા લાડુ લઈને આવી હતી. જે તેણે ન્યૂલીવેડ્સ નેહા અને રોહનપ્રીત તેમજ હર્ષ-ભારતીને ખવડાવ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે, લાડુ જોઈને ભારતી અને હર્ષ પણ તેના પર તૂટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હિમેશા સિંગિંગ રિયાલિટી શોનો કો-જજ છે.
હિમેશની પત્ની સોનિયા કપૂર ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે. હિમેશના આઉટફિટ સોનિયા જ ડિઝાઈન કરે છે. તેણે શોના સેટની મુલાકાત લેતા હિમેશના ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ હતી.
હિમેશ રેશમિયાએ સેટ પરથી પત્ની સાથેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેણે લખ્યું છે કે, 'ઈન્ડિયન આઈડલના સેટ પર ગઈકાલે સોનિયા કપૂર તારી સાથે મજા આવી. તે પ્રેમ રતન ધન પાયો પર ડાન્સ કર્યો તે મને ખૂબ ગમ્યું'.
સોનિયા કપૂર ઈન્ડિયન આઈડલની મોટી ફેન છે અને આ વાત તેણે એપિસોડ દરમિયાન કહી હતી. તેણે શોના તમામ કન્ટેસ્ટન્ટના ટેલેન્ટની પ્રશંસા કરી હતી. તો હિમેશ, નેહા અને વિશાલના હાર્ડ વર્કને પણ વખાણ્યું હતું.
તેણે પોતાનો અનુભવ પણ વર્ણવ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'આ હિમેશ અને મારા માટે ખરેખર સ્પેશિયલ અનુભવ છે. તે મને તેના સોન્ગ પર ડાન્સ કરતી જોઈને ખૂબ ખુશ થયો હતો. તેના ચહેરા પર સ્મિત આવ્યું તે જોઈને મને પણ આનંદ થયો હતો'.
સોનિયાએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પણ જણાવ્યો છે. વીડિયોમાં તેણે શોમાં કેટલા જલસા કર્યા તેની ઝલક દેખાઈ રહી છે. આ સાથે તેણે લખ્યું છે કે, 'ઈન્ડિયન આઈડલના સેટ પર શાદી સ્પેશિયલ એપિસોડમાં મજા આવી. શોમાં ટેલેન્ટને સાંભળવાથી લઈને પ્રેમ રતન ધન પાયો પર ડાન્સ કરવા સુધી તેમજ મિત્રો અને પરિવારને મળવાની મજા આવી. ખૂબ બધો પ્રેમ'.