એપશહેર

પત્ની સાથે માલદીવ્સના વેકેશન પર આદિત્ય નારાયણ, દરિયાકિનારે લીધું કેન્ડલલાઈટ ડિનર

ઈન્ડિય આઈડલ 12 ખતમ થતાં અને બીજું કામ શરૂ કરતાં પહેલા આદિત્ય નારાયણે બ્રેક લીધો છે. હાલ તે પત્ની સાથે માલદીવ્સના વેકેશન પર છે.

I am Gujarat 20 Aug 2021, 12:19 pm

હાઈલાઈટ્સ:

  • ઈન્ડિયન આઈડલ 12 ખતમ થતાં જ પત્ની શ્વેતા અગ્રવાલ સાથે ફરવા ઉપડ્યો આદિત્ય નારાયણ
  • બીજો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા પત્ની સાથે સમય પસાર કરવા માગતો હતો આદિત્ય નારાયણ
  • માલદીવ્સના દરિયાકિનારે આદિત્ય નારાયણે પત્ની શ્વેતા સાથે લીધું રોમેન્ટિક કેન્ડલાઈટ ડિનર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat indian idol 12 host aditya narayan vacationing in maldives with shweta agarwal
પત્ની સાથે માલદીવ્સના વેકેશન પર આદિત્ય નારાયણ, દરિયાકિનારે લીધું કેન્ડલલાઈટ ડિનર
ઈન્ડિયન આઈડલ 12નું હોસ્ટિંગ ખતમ કર્યા બાદ આદિત્ય નારાયણ પત્ની શ્વેતા અગ્રવાલ સાથે માલદીવ્સના વેકેશન પર છે. આદિત્ય નારાયણ દસ મહિનાથી ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલેલા રિયાલિટી શોને હોસ્ટ કરી રહ્યો હતો અને તે બીજો પ્રોજેક્ટ શરુ કરતાં પહેલા બ્રેક લેવા ઈચ્છતો હતો. સિંગર-એક્ટર અને હોસ્ટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વેકેશનની તસવીરો શેર કરી હતી.
View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

આદિત્ય નારાયણે પત્ની શ્વેતા અગ્રવાલ સાથે માલદીવ્સના દરિયાકિનારે કેન્ડલ લાઈટ ડિનર લીધું હતું. જેની તસવીર તેણે શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે 'મારી જીવનસાથી શ્વેતા અગ્રવાલ સાથે હંમેશા માટેનું સૌથી શ્રેષ્ઠ ભોજન માણ્યું'. તેની આ પોસ્ટ પર મમ્મી દીપા નારાયણે કોમેન્ટ કરતાં હાર્ટ ઈમોજી મૂક્યા છે.

View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

આ સિવાય તેણે પત્ની સાથે ખૂબ સુંદર સેલ્ફી શેર કરી છે. જેમાં બંને એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. તસવીરમાં આદિત્ય નારાયણે બાથરોબ પહેર્યું હતું. આ સાથે તેણે લખ્યું છે કે 'તમારા પ્રિયજન સાથે સુંદર સ્થળની મુલાકાત કરવા અને જીવનભરની યાદો બનાવવા માટે આનાથી વધુ સારો રસ્તો બીજો કોઈ નથી'.


આદિત્ય નારાયણે માલદીવ્સની ફ્લાઈટ પકડતા પહેલા તેણે પોતાનો તેમજ પત્નીના પાસપોર્ટની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું 'લેટ્સ ગો બેબી'.


આદિત્ય નારાયણે ફ્લાઈટમાં બેસીને પત્ની સાથે સેલ્ફી શેર કરી હતી. આ સિવાય માલદીવ્સના દરિયાકિનારે પત્નીની સુંદર તસવીર શેર કરી હતી.


આદિત્ય નારાયણે આ સિવાય માલદીવ્સ વેકેશનની કેટલીક ઝલક પણ દેખાડી હતી. જે જોઈને તમને પણ ત્યાં ફરવા જવાનું મન થઈ જશે.


આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે સી-પ્લેનની રાઈડ પણ લીધી હતી. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો.

આદિત્ય નારાયણે હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. કોવિડ-19થી રિકવર થયા બાદ સિંગરમાંથી એક્ટર બનેલા આદિત્યનું વજન ખાસ્સું વધી ગયું હતું. જો કે, તેણે ખૂબ મહેનત કરી હતી અને ફેટમાંથી ફિટ બન્યો હતો. તેના ટ્રાન્સફોર્મેશનના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ તેમજ ફેન્સે પણ વખાણ કર્યા હતા. આદિત્ય નારાયણ હવે 'સા રે ગા મા પા'ની અપકમિંગ સીઝન હોસ્ટ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો