એપશહેર

‘કુંડલી ભાગ્ય’ ફેમ shraddha arya સાથે થઈ લાખોની છેતરપિંડી, ઈન્ટીરિયર ડિઝાઈનર ઘરનો સામાન પણ ઉઠાવી ગયો

કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા અત્યારે એક મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. તેણે મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત પોતાના ઘર માટે એક ઈન્ટિરિયર ડિઝાઈનરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અભિનેત્રીને જાણવા મળ્યું કે આ ડિઝાઈનર પૈસા તો લઈ જ ગયો પરંતુ ઘરમાંથી અમુક સામાન પણ ઉઠાવી ગયો છે. શ્રદ્ધા આર્યાએ હવે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.

Edited byZakiya Vaniya | TNN 24 May 2022, 1:47 pm
I am Gujarat Urfi javed
શ્રદ્ધા આર્યા સાથે થઈ મોટી ટ્રેજેડી.

કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ મુંબઈના અંધેરી વિસ્તારમાં પોતાના માતા-પિતાના ઘર પાસે એક નવું ઘર ખરીદ્યુ હતું. અભિનેત્રી પોતાના નવા ઘરના સુશોભન માટે ખુબ ઉત્સુક હતી. તેણે પોતાના ઘરના ઈન્ટિરિયર માટે એક ડિઝાઈનરનો સંપર્ક કર્યો હતો. પરંતુ હવે જાણકારી મળી છે કે શ્રદ્ધા આર્યા મોટી છેતરપિંડીનો શિકાર બની છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેણે ફરિયાદ કરી છે કે તેના ઘરમાં ઈન્ટીરિયરનું કામ કરનાર વ્યક્તિએ છેતરપિંડી કરી છે અને પૈસા લઈને ભાગી ગયો છે.

શ્રદ્ધા આર્યાએ લખ્યું કે, મને લાગ્યુ હતું કે હું આ ઈન્ટિરિયર ડિઝાઈનર પર વિશ્વાસ કરી શકુ છું. તેણે મારા ઘરમાં વસ્તુઓ પણ તોડી કાઢી અને ફીટિંગ તેમજ અન્ય સામગ્રી સાથે ભાગી ગયો. મેં તેને 95 ટકા જેટલી રકમ ચૂકવી દીધી હતી. વિશ્વાસ નથી થઈ રહ્યો કે મારી સાથે આવુ થયું છે. હું શહેરથી બહાર હતી ત્યારે આ બધુ થઈ ગયું.


શ્રદ્ધાએ પોતાના આ કડવા અનુભવ વિશે વધારે જાણકારી આપતા કહ્યું કે, હું ઓનલાઈન એક ઈન્ટીરિયર ડિઝાઈનર શોધી રહી હતી. ત્યારે મને તે મળ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મારા લગ્ન પછી મેં તેને મારા ઘરમાં કામ કરવા માટે રાખ્યો હતો. તેણે ચાર મહિનામાં કામ સમાપ્ત કરવાનું વચન આપ્યુ હતું, પરંતુ તેણે ઘણો વધારે સમય લઈ લીધો. તેણે જે રકમ લીધી તે લાખોમાં હતી અને મેં 95 ટકા ચૂકવણી કરી દીધી હતી. હવે તે મારા પૈસાની સાથે સાથે ઘર માટે ખરીદવામાં આવેલી વસ્તુઓ પણ લઈ ગયો.

ઉલ્લેખનીય છે કે કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી થોડા દિવસ માટે પતિ રાહુલ નાગર સાથે વિશાખાપટ્ટનમ ગઈ હતી અને આજે મુંબઈ પાછી ફરી છે. તેણે કહ્યું રે, હું મારા પતિ સાથે વિશાખાપટ્ટનમમાં એક મિનિ વેકેશન પર ગઈ હતી અને મુંબઈ પાછી ફર્યા પછી કુંડલી ભાગ્યના સેટ પર શૂટિંગ માટે ગઈ હતી. મારા પિતા ઘરે માત્ર કામ જોવા ગયા હતા. તેમણે ઘર ખોલ્યું તો ખબર પડી કે, વીજળીનો સામાન અને અન્ય વસ્તુઓ ગાયબ છે. હું ઘરે પહોંચી તો મને વિશ્વાસ નહોતો થતો. જે વ્યક્તિ પર મેં ભરોસો કર્યો, તેણે આવુ કર્યું. મેં એને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ફોન નથી ઉપાડી રહ્યો. તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પણ તમામ તસવીરો હટાવી લીધી છે.

સ્કર્ટ પહેરેલી તસવીરો શેર કરતાં ટ્રોલ થયા હતા 'સીતા' Dipika Chikhlia, ભૂલ ગણાવતાં ગ્લાસમાં રહેલા પીણાંનો ખુલાસો કર્યો

શ્રદ્ધાએ જણાવ્યું કે, હું વહેલી તકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશ. એક એગ્રીમેન્ટ છે જેના પર સહી કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે મેં તેને કામ સોંપ્યુ હતું. જે કંઈ થયું તેનાથી હું ઘણી પરેશાન છે. મને આશા છે કે પોલીસ મારી મદદ કરી શકશે.

Read Next Story