એપશહેર

બિગ બોસના ઘરમાંથી બહાર આવતા જ જાસ્મીન સાથે કાશ્મીર ઉપડ્યો અલી ગોની

જાસ્મીન અને પરિવાર સાથે અલી ગોની કાશ્મીરમાં પોતાનો જન્મદિવસ ઉજવશે.

I am Gujarat 23 Feb 2021, 1:17 pm

હાઈલાઈટ્સ:

  • બિગ બોસની ટ્રોફી જીતવાથી ચૂકેલા અલી ગોનીએ લાખો ફેન્સના દિલો જીત્યા.
  • ઘરમાંથી બહાર આવતા જાસ્મીન સાથે કાશ્મીર જવા રવાના થયો અલી ગોની.
  • 25મી ફેબ્રુઆરીએ અલીનો જન્મદિવસ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat jasmim

અલી ગોનીએ ભલે 'બિગ બોસ 14'ની ટ્રોફી ન જીતી હોય પરંતુ તેણે લાખો ફેન્સના દિલો જીતી લીધા છે. અલી ગોની ટોપ-3માં જગ્યા નહોતો બનાવી શક્યો, જેનું તેને દુઃખ છે, પરંતુ ખુશી છે કે તેણે ફેન્સનો ભરપૂર પ્રેમ જીત્યો.
'બિગ બોસ' ખતમ થયા બાદ હવે અલી ગોની હવે હોલિડે મૂડમાં છે અને જાસ્મિન ભસીન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાના પ્લાનિંગમાં છે. ત્યારે જ તો બંને કાશ્મીરમાં ફરવા માટે નીકળી પડ્યા છે. હાલમાં જ તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે અલી ગોનીનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે અને તે કાશ્મીરમાં જ જાસ્મીન અને પરિવાર સાથે જન્મદિવસ ઉજવશે.
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

અલી અને જાસ્મીનના વિડીયો પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સે લખ્યું કે, તેમને અલી ગોની પર ગર્વ છે. ભલે અલીએ 'બિગ બોસ 14'ની ટ્રોફી ન જીતી હોય, પરંતુ લોકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે અલી ગોની કાશ્મીરનો રહેનારો છે અને તેનો પરિવાર ત્યાં રહે છે. બની શકે કાશ્મીરમાં ફરવાની સાથે અલી જાસ્મીનને પોતાના પરિવાર સાથે મળવા માટે લઈ જઈ રહ્યો છે.
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

અલી અને જાસ્મીને બિગ બોસના ઘરમાં જ પોતાની રિલેશનશીપને કન્ફર્મ કરી હતી અને કહ્યું હતું કે, જો બંનેના પેરેન્ટ્સ માની જશે તો જલ્દી જ લગ્ન કરી લેશે. લગ્નના પ્લાનિંગને લઈને અલી ગોનીએ એકવાર બિગ બોસના ઘરમાં ટાસ્ક દરમિયાન કહ્યું હતું કે, આ સાચું છે કે જાશ્મીનને હું ક્લોજ છીએ. સારા મિત્ર છીએ પરંતુ મિત્ર હોવું અને રિલેશનશીપમાં હોવું અલગ વાત છે. એવામાં હું રૂબિનાની સલાહ પર ચાલીશ. તેણે મને પહેલા ડેટિંગનો અનુભવ લેવા, પછી સગાઈ અને પછી લગ્ન માટે કહ્યું છે.

Read Next Story