એપશહેર

બોયફ્રેન્ડ સાથે પોલેન્ડમાં વેકેશન માણી રહી છે જેનિફર વિંગેટ? ફોટો વાઈરલ

Hitesh Mori | I am Gujarat 30 Dec 2019, 10:44 pm
બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ વિદેશમાં ક્રિસમસ અને ન્યૂ યરનું વેકેશન માણવા નીકળી ચૂક્યા છે. એક્ટ્રેસ જેનિફર વિંગેટ પણ ન્યૂ યર સેલિબ્રેશન માટે વિદેશ પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જેનિફર પોતાના કથિત બોયફ્રેન્ડ તનુજ વીરવાની સાથે પોલેન્ડમાં ફરી રહી છે. બંનેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને સ્વીમિંગ પુલની અંદર જોવા મળી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો જોકે બંને અલગ અલગ ફોટોમાં જોવા મળી રહ્યા છે. તેમનો આ ફોટો જોઈને ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે બંને પોલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસથી બંનેના ડેટિંગના સમાચારો આવી રહ્યા છે. જોકે તનુજે આ સમાચારોને અફવા ગણાવી હતી. તનુજ વીરવાની બોલિવૂડ એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રીનો પુત્ર છે.
તનુજ વેબ સીરીઝ કોડ એમમાં જોવા મળ્યો હતો. પરંતુ તેને ઓળખ ક્રિકેટ સીરીઝ ઈનસાઈડ એજમાં મળી. તનુજનું નામ પહેલા કમલ હસનની પુત્રી અક્ષરા હસન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
જ્યારે જેનિફર વિંગેટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની સીરિયલ બેહદ 2 શરૂ થઈ ગઈ છે. સીરિયલમાં માયાના પાત્રને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Read Next Story