ટેલિવુડ એક્ટ્રેસ કામ્યા પંજાબી કે જે હાલ સીરિયલ ‘શક્તિઃ એક અસ્તિત્વ કે અહેસાસ કી’માં પ્રીતો સિંહનો રોલ પ્લે કરી રહી છે તે રિયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે અને તેનો પૂરાવો છે તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ. એક્ટ્રેસે હાલમાં જે તસવીર શેર કરી છે તેમાં તે બ્લેક બિકીનીમાં શોલ્ડર પરના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
બ્લેક બિકીનીમાં શેર કરી તસવીર
કામ્યાએ પંજાબીએ પૂલમાં એન્જોય કરતી તસવીર શેર કરી છે, બ્લેક બિકીનીની સાથે તેણે સ્ટાઈલિશ સનગ્લાસિસ પણ પહેર્યા છે. તસવીરની સાથે એક્ટ્રેસે કેપ્શન પણ એકદમ હટકે આપ્યું છે. તેણે લખ્યું છે કે, ‘આઈ એમ સેક્સી એન્ડ આઈ નો ઈટ’.
બોયફ્રેન્ડે ક્લિક કરી તસવીર
કામ્યા પંજાબીની આ તસવીર તેના બોયફ્રેન્ડ શલભ ડાંગે ક્લિક કરી છે. જેના બર્થ ડે પર એક્ટ્રેસે મુંબઈમાં એક નાની એવી પાર્ટી હોસ્ટ કરી હતી.
આવતા વર્ષે પરણી જશે કામ્યા
ડિવોર્સી અને એક દીકરીની મા એવી કામ્યા શલભ ડાંગ સાથે પણ તસવીરો શેર કરીને ફેન્સને #CoupleGoal આપી રહી છે. આ કપલ આવતા વર્ષે પરણી જશે તેવી શક્યતા છે.
પરિવાર સાથે કરી દુબઈ ટ્રિપ
શલભની બર્થ ડે પહેલા કપલ પોતાના બાળકો આરા અને ઈશાન સાથે દુબઈની ટ્રિપ પર ઉપડી ગયું હતું. જ્યાં બંને બાળકોને બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો હતો. દુબઈ ટ્રિપની કેટલીક તસવીરો પણ એક્ટ્રેસે શેર કરી હતી.
થોડા મહિનામાં જ કર્યું પ્રપોઝ
કામ્યા અને શલભ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મળ્યા હતા. થોડા સમયની ફ્રેન્ડશિપ બાદ શલભે તેને પ્રપોઝ કર્યું હતું. શલભ દિલ્હીમાં હેલ્થકેર પ્રોફેશનલ છે.
આવતા વર્ષે લગ્ન કરશે કપલ
પોતાની લવ સ્ટોરી વિશે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કામ્યાએ કહ્યું હતું કે, ‘કેટલાક હેલ્થ ઈશ્યૂના કારણે મારી ફ્રેન્ડે મને શલભને મળવાનું કહ્યું હતું. જે બાદ અમારી વચ્ચે ચેટિંગ શરૂ થઈ અને દોઢ મહિનામાં તેણે મને પ્રપોઝ કર્યુ. ફરીથી લગ્ન કરવા માટે મારા માટે મોટી ડીલ હતી તેથી મેં વિચારવા માટે સમય લીધો હતો’.
‘મારી દીકરી શલભની વાતો માને છે’
એક્ટ્રેસે તેમ પણ જણાવ્યું હતું કે, ‘મારી દીકરી આરા જ્યારે મારી વાત સાંભળતી નથી ત્યારે હું તેને શલભ પાસે લઈ જાઉ છું. તે તેની વાત તરત માની લે છે. મને લાગે છે અમારૂં ફેમિલી જબરદસ્ત સાબિત થવાનું છે’.
2013માં લીધા હતી ડિવોર્સ
આપને જણાવી દઈએ કે, કામ્યા પંજાબીએ આ પહેલા બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2013માં બંને છુટા પડી ગયા હતા.
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.