એપશહેર

Tejasswi Prakash સાથેના પ્રેમસંબંધમાં આડો આવ્યો Karan Kundrraના પરિવારનો આ સભ્ય! ગણાવી તેને 'સ્વાર્થી' અને 'આળસુ'

કરણ કુંદ્રા (Karan Kundrra) અને તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તેમના પરિવારે પણ સંબંધોને મંજૂરી આપી છે. કરણ કુંદ્રાનો ભાણેજ વેકેશન મનાવવા માટે ભારત આવ્યો છે, જેને તેજસ્વી પ્રકાશ મળી હતી. તેજસ્વીએ તેને પોતાને લગતા કેટલાક સવાલ પૂછ્યા હતા. જેનો વીડિયો YouTube ચેનલ પર શેર કર્યો છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 19 Jun 2022, 1:28 pm

હાઈલાઈટ્સ:

  • ભારત વેકેશન મનાવવા આવેલા કરણ કુંદ્રાના ભાણેજનો તેજસ્વી પ્રકાશે લીધો ઈન્ટરવ્યૂ
  • કરણ કુંદ્રાના ભાણેજે તેજસ્વી પ્રકાશના વખાણ કરતાં કહ્યું 'છોકરા બાબતે તેની પસંદ સારી છે'
  • બિગ બોસ 15ના ઘરમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat tejasswi prakash karan kundrra
તેજસ્વી પ્રકાશે કરણ કુંદ્રાના ભાણેજનો લીધો ઈન્ટરવ્યૂ
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15ના ઘરમાં પહેલીવાર મળ્યા બાદ કરણ કુંદ્રા (Karan Kundrra) અને તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ શોની અત્યારસુધીની સીઝનમાં ઘણા કન્ટેસ્ટન્ટ્સ કપલ બનીને બહાર આવી ચૂક્યા છે, પરંતુ સંબંધો ખૂબ ઓછાના ટક્યા છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ તેમાંથી એક છે. બિગ બોસ 15 બાદ પણ તેમની વચ્ચેનો પ્રેમ યથાવત્ છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરે છે, લંચ/ડિનર ડેટ પર જાય છે અને એરપોર્ટ પર એકબીજાને ડ્રોપ-રિસીવ પણ કરે છે. થોડા દિવસ પહેલા તેજસ્વી પ્રકાશનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે ગોવા ગયા હતા. કરણ તેના પરિવારના દરેક સભ્ય સાથે તેજસ્વીને મળાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં, જ તેજસ્વી કરણના બહેનના દીકરાને મળી હતી. તેણે તેના માટે શું કહ્યું તેનો વીડિયો વાયરલ થયો છે.
દીકરી ત્વિષાના કારણે પોતાને સમૃદ્ધ માને છે આદિત્ય નારાયણ, પરંતુ તેને લઈને કોરી ખાય છે આ ડર

કરણ કુંદ્રાનો ભાણેજ ભરત વેકેશન મનાવવા માટે ભારત આવ્યો છે. તેજસ્વી પ્રકાશ જે પોતાની YouTube ચેનલ ધરાવે છે, તેણે તેનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને તે તેના વિશે શું વિચારે છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેજસ્વીએ પૂછ્યું હતું 'તું તેજસ્વી પ્રકાશ વિશે શું વિચારે છે?', તેના જવાબમાં ભરતે કહ્યું હતું 'તેજસ્વી પોતાના કરિયર પર ધ્યાન આપે છે. તે પ્રેમાળ અને દયાળુ પણ છે. ફૂડની સાથે-સાથે છોકરા મામલે પણ તેની પસંદ સારી છે'. તેજસ્વીએ તેને અટકાવતાં કહ્યું હતું કે 'તારે કહેવું જોઈએ કે મામુની પસંદ વધારે સારી છે'.

View this post on Instagram A post shared by Karan Kundrra (@kkundrra)

ફોટોમાં પિતા સાથે દેખાતી આ નટખટ બાળકીને ઓળખી? ઘણીવાર જોઈ ચૂક્યા છો ટીવી પર
તેજસ્વી પ્રકાશના સવાલનો આગળ જવાબ આપતાં ભરતે કહ્યું હતું કે 'તેજસ્વી પબ્લિકનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કરે છે, જ્યારે તેને અટેન્શન મળે ત્યારે અટેન્શન મેળવવાનો પ્રયાસ કરે છે'. આ દરમિયાન ત્યાં હાજર કરણ કુંદ્રાએ વચ્ચે પડતાં 'હંબલ'નો અર્થ હિંદીમાં 'સ્વાર્થી' થાય છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું 'તું કહે કે તેજસ્વી સ્વાર્થી છે'. ત્યારબાદ ભરતે તેજસ્વીને સ્વાર્થી અને બાદમાં કરણના કહેવા પર આળસું પણ કહી હતી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેજસ્વી પ્રકાશ હાલ એકતા કપૂરના સુપર નેચરલ શો 'નાગિન 6'માં વ્યસ્ત છે, જેની ઓફર તેને બિગ બોસ 15ના ઘરમાં રહેવા દરમિયાન મળી હતી. બીજી તરફ, કરણ કુંદ્રા ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ' હોસ્ટ કરવામાં આવે છે. જેને નીતૂ કપૂર, મર્ઝી રુસ્તમજી અને નોરા ફતેહી હોસ્ટ કરે છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story