એપશહેર

સુપર ડાન્સર 4નો ફેન છે તૈમૂર, મમ્મી કરીના કપૂર સાથે બેસીને જુએ છે નિયમિત

કરિશ્મા કપૂર સુપર ડાન્સર 4ની મહેમાન બની હતી. આ દરમિયાન તેણે કન્ટેસ્ટન્ટ પરીની વાતચીત કરીના કપૂર સાથે કરાવી હતી.

I am Gujarat 26 Jul 2021, 12:54 pm

હાઈલાઈટ્સ:

  • મમ્મી કરીના કપૂર સાથે નિયમિત સુપર ડાન્સર ચેપ્ટર 4 જુએ છે કરીના કપૂર
  • શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'ની કન્ટેસ્ટન્ટ પરીની ફેન છે કરીના કપૂર
  • કન્ટેસ્ટન્ટ પરીએ કરીના કપૂરને 'જબ વી મેટ'નો એક ડાયલોગ પણ સંભળાવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kareena kapoor son taimur is huge fan of super dancer chapter 4
સુપર ડાન્સર 4નો ફેન છે તૈમૂર, મમ્મી કરીના કપૂર સાથે બેસીને જુએ છે નિયમિત
કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર માત્ર કપૂર કે પટૌડી પરિવારનો જ નહીં પરંતુ ફોટોગ્રાફર્સનો પણ ફેવરિટ છે. તેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તેનો અંદાજ, ફેશન, લાઈફસ્ટાઈલ તેમજ ક્યૂટનેસ ઘણીવાર ચર્ચાનો વિષય બની રહે છે. કરીના કપૂરના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ તેના ક્યૂટ વીડિયો અને તસવીરો જોવા મળે છે. નાનકડા ટિમને ડાન્સ શો જોવો ખૂબ ગમે છે અને આ વાતનો ખુલાસો મમ્મી કરીનાએ કર્યો છે.
મલાઈકા અરોરાએ બહેનપણીઓ સાથે લીધું કેન્ડલ લાઈટ ડિનર, સુંદર હતી સજાવટ
વાત એમ છે કે, કરિશ્મા કપૂર ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'ના ગત એપિસોડની મહેમાન બની હતી. આ દરમિયાન તેણે શોની કન્ટેસ્ટન્ટ પરી સાથે તેની આઈડલ કરીના કપૂર સાથે વાતચીત કરાવી હતી. કરીના કપૂરનો અવાજ સાંભળીને પરી એકદમ ચોંકી ગઈ હતી. પરી સાથે ફોન પર વાત કરતી વખતે કરીનાએ કહ્યું, તે તેની મોટી ફેન છે. તેણે પરીનો ડાન્સ જોયો છે. તેણે શોમાં આવવાની અને પરીનું પર્ફોર્મન્સ લાઈવ ઈચ્છા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં કરીના કપૂરના કહેવા પર પરીએ તેની સુપરહિટ ફિલ્મ 'જબ વી મેટ'નો એક ડાયલોગ પણ સંભળાવ્યો હતો. જેના પર કરીના અને કરિશ્મા એમ બંનેએ પરીના વખાણ કર્યા હતા. કરીનાએ જણાવ્યું હતું કે, તે અને તૈમૂર બંને આ શોના મોટા ફેન છે.

'તારક મહેતા...'ના કલાકારો વચ્ચે અંદરોઅંદર થયો ડખો? 'જેઠાલાલે' જણાવી હકીકત
કરીનાએ આગળ કહ્યું હતું કે 'તૈમૂરને પણ સુપર ડાન્સર ખૂબ પસંદ છે અને તે પણ મારી જેમ સુપર ડાન્સરના તમામ બાળકોનો ફેન છે. અમે બંને સાથે બેસીને શો જોઈએ છીએ અને ખૂબ એન્જોય પણ કરીએ છીએ'. જ્યારે પરીએ શોમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે કરીનાએ જવાબમાં કહ્યું હતું કે 'હું જરૂરથી શોમાં આવવા ઈચ્છીશ, કારણ કે હું તમામ કન્ટેસ્ટન્ટ્સને મળવા ઈચ્છું છું'. આ સાંભળીને તમામ ખૂબ ખુશ જોવા મળ્યા હતા.

કરીનાના વોઈસ કોલ બાદ જ્યારે કન્ટેસ્ટન્ટે કરિશ્મા કપૂરને જ્યારે પૂછ્યું કે, કરીના કપૂર અને તેનામાં સૌથી વધારે મસ્તીખોર કોણ હતું? ત્યારે કરિશ્માએ જણાવ્યું હતું કે 'હું ખૂબ ભોળી હતી અને કરીના મસ્તીખોર છોકરી હતી. તેને સવાલ પૂછવા ખૂબ ગમતા હતા. અમે એકબીજાથી અલગ છીએ પરંતુ મિત્રતા પાક્કી છે'

Read Next Story