એપશહેર

KBC 11: 'ઐશ્વર્યા' વિશે પૂછાયો એવો સવાલ કે બિગ બીએ કહ્યું 'આ તો મને પણ ખબર નહોતી'

મિત્તલ ઘડિયા | I am Gujarat 21 Nov 2019, 1:30 pm
કૌન બનેગા કરોડપતિ હિન્દી ટેલિવિઝન પર આવતો એક એવો રિયાલિટી શો છે જે દર્શકોને જ્ઞાનની સાથે મનોરંજન પણ પીરસે છે. બુધવારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે હોટ સીટ પર રાજસ્થાનના જૂંજનૂની પ્રેરણા બેઠી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: Her harsh past has hardly dampened our hotseat contestant’s spirits and entrepreneurial aspirations. Watch her on #KBC11, tonight at 9 PM @SrBachchan pic.twitter.com/P1G2WLkJ3V — Sony TV (@SonyTV) November 20, 2019 પ્રેરણા પોતે આંત્રપ્રિન્યોર છે અને તે ઈચ્છે છે કે વધારેમાં વધારે મહિલાઓ પોતાના પગ પર ઊભી રહે, પરંતુ 6.40 લાખ રૂપિયાના સવાલ પર તે ફસાઈ ગઈ. જેનો ખોટો જવાબ આપતા તે ગેમમાંથી બહાર થઈ ગઈ. પ્રેરણા 10 સવાલ સુધીમાં બધી લાઈફલાઈન ગુમાવી ચૂકી હતી. બિગ બીએ તેની સામે 6.40 લાખ રૂપિયાનો સવાલ રાખ્યો. સવાલ હતો કે, લીડ એક્ટ્રેસ તરીકે કોણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘ઐશ્વર્યા’થી કરી હતી? જેના ચાર ઓપ્શન હતા, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા. જેનો સાચો જવાબ હતો દીપિકા પાદુકોણ. ઐશ્વર્યા એક કન્નડ ફિલ્મ હતી અને દીપિકાએ તેનાથી કરિયરની શરૂઆત કરી હતી. પ્રેરમાણે આ સવાલનો જવાબ ખોટો આપતાં બહાર થઈ. પ્રેરણાએ તેનો જવાબ સોનમ કપૂર આપ્યો. પ્રેરણાને સાચો જવાબ જણાવતા પહેલા અમિતાભ બચ્ચને કહ્યું કે, આ જવાબ તો મને પણ નહોતી ખબર. આ એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story