એપશહેર

અમિતાભ બચ્ચનને આવે છે દોહિત્રની યાદ, KBCમાં પહેરીને આવ્યા તેના નામનું કફલિંક

કૌન બનેગા કરોડપતિમાં હાલ સ્ટુડન્ટ સ્પેશિયલ એપિસોડ આવી રહ્યા છે. જેમાં નવી મુંબઈથી આવેલી અલિના સાથે બિગ બીએ મજેદાર વાતો કરી હતી.

I am Gujarat 16 Dec 2020, 3:56 pm
'કૌન બનેગા કરોડપતિ 12'નો લેટેસ્ટ એપિસોડ 11 વર્ષની રોલઓવર કન્ટેસ્ટન્ટ સાથે શરૂ થયો. નવી મુંબઈની અલિના મુસ્તાક પટેલ હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેનો ફેવરિટ ટાઈમપાસ લોકો સાથે વાતો કરવાનો છે. 'કૌન બનેગા કરોડપતિ 12'ના હોસ્ટ અમિતાભ બચ્ચને અલિનાનો પરિચય આપ્યો અને તેને પ્રશ્ન કર્યો કે તેને કોની સાથે વાત કરવાનું સૌથી વધુ પસંદ છે. ત્યારે તેણે કહ્યું કે, તે કોઈની પણ સાથે વાતો કરી શકે છે. બિગ બીએ કહ્યું તે જ્યારથી મળી છે ત્યારથી તેમની સાથે ખાસ વાત નથી કરતી. જે બાદ અલિના તેમની સાથે ખુલીને વાતો કરવાનું શરૂ કરે છે અને તેનું ધ્યાન અમિતાભ બચ્ચનના કફલિંક (Cufflink) પર પડે છે.
I am Gujarat big b cufflink


કફલિંક જોઈને અલિના તેના વખાણ કરે છે. ત્યારે અમિતાભ બચ્ચન કહે છે કે તેમની પાસે પરિવારના બધા જ બાળકોના નામના કફલિંક્સ છે. આજે તેઓ જે કફલિંક પહેરીને આવ્યા છે તે તેમના દોહિત્રનું છે. અમિતાભ બચ્ચન જણાવે છે કે, તેમની દીકરી શ્વેતા બચ્ચનનો દીકરો અગસ્ત્ય 18 વર્ષનો છે અને હાલ તે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમને અગસ્ત્યની ખૂબ યાદ આવી રહી છે માટે તેમણે આજે તેના નામનું કફલિંક પહેર્યું છે. બાદમાં અમિતાભ બચ્ચન અલિનાને 'મિસ વાતોડી' નામ આપે છે અને તેનો ઈન્ટ્રોડક્શન વિડીયો બતાવે છે.
View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


વિડીયોમાં અલિના કહે છે કે, પહેલા તે અવકાશયાત્રી બનવા માગતી હતી પરંતુ તેના પપ્પાએ જણાવ્યું કે, તેની ટ્રેનિંગ કપરી હોય છે. માટે તેણે આ વિચાર પડતો મૂક્યો હતો. અલિનાએ એમ પણ કહ્યું કે, ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' જોયા પછી તેણે એન્જિનિયર બનવાનો વિચાર પણ રદ્દ કર્યો છે. અલિનાએ પોતાને 'જન્મજાત ફૂડી' ગણાવી હતી.

અલિનાએ 'કૌન બનેગા કરોડપતિ'માં આવવાના બે કારણો જણાવ્યા હતા. એક તો તેના પિતાની ઈચ્છા હોટ સીટ પર બેસવાની હતી અને તે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. બીજું, હવે અલિના ડૉક્ટર બનવા માગે છે માટે તેની મેડિકલની ફી ભરવા માટે તે અહીં આવી છે. અલિનાએ અમિતાભ બચ્ચનને ફરિયાદ પણ કરી કે તેની નાની બહેન હંમેશા તેને પરેશાન કરે છે અને તેના માતાપિતા હંમેશા બહેનનો સાથ આપે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો