એપશહેર

KKK 11: શૂટિંગની વચ્ચે સમય કાઢી લે છે શ્વેતા તિવારી, ભૂલ્યા વગર કરે છે આ કામ

'ખતરો કે ખિલાડી 11'ને લઈને શ્વેતા તિવારી હાલ કેપટાઉનમાં છે. એક્ટ્રેસને વાંચવાનો શોખ છે ત્યારે તે શૂટિંગમાંથી થોડો સમય કાઢીને પુસ્તક લઈને બેેસી જાય છે.

TIMESOFINDIA.COM 15 Jun 2021, 2:26 pm

હાઈલાઈટ્સ:

  • 'ખતરો કે ખિલાડી 11'ના શૂટિંગ માટે કેપટાઉનમાં છે શ્વેતા તિવારી
  • શૂટિંગની વચ્ચે પણ પુસ્તક વાંચવા માટે સમય કાઢી લે છે શ્વેતા તિવારી
  • પુસ્તક વાંચતી હોય તેવી તસવીરો શ્વેતા તિવારીએ કરી શેર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat khatron ke khiladi season 11 shweta tiwari keep herself busy in reading after shooting
KKK 11: શૂટિંગની વચ્ચે સમય કાઢી લે છે શ્વેતા તિવારી, ભૂલ્યા વગર કરે છે આ કામ
'ખતરો કે ખિલાડી 11'નો પહેલો પ્રોમો સામે આવી ગયો છે. ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા કે આ સ્ટંટ રિયાલિટી શો ક્યારથી શરૂ થશે. હાલ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં કામની સાથે-સાથે કન્ટેસ્ટન્ટ્સ એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. 'ખતરો કે ખિલાડી 11'ના કન્ટેસ્ટન્ટની વાત કરીએ તો તેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી, આસ્થા ગિલ, નિક્કી તંબોલી, અનુષ્કા સેન, મહેક ચહલ, વરુણ સૂદ, રાહુલ વૈદ્ય, સૌરભ રાજ જૈન, અભિનવ શુક્લા, વિશાલ આદિત્ય સિંહ તેમજ સના મકબુલનો સમાવેશ થાય છે.
View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

વાત કરીએ શ્વેતા તિવારીની તો 40 વર્ષની આ એક્ટ્રેસ આ સીઝનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. KKK 11માં ભાગ લેતા પહેલા તેણે ખાસ્સું એવું વજન ઉતાર્યું હતું અને તેના ટ્રાન્સફોર્મેશનની ચર્ચા અન્ય કન્ટેસ્ટન્ટ્સ પણ કરી રહ્યા છે. શ્વેતા તિવારીને વાંચવાનો ખૂબ શોખ છે તે સૌ જાણે છે. કેપટાઉનમાં પણ કામ બાદ બચેલા સમયમાં તે પુસ્તક વાંચવાનું ભૂલતી નથી.

'દયાભાભી'એ બેકલેસ ડ્રેસમાં કર્યો ધમાકેદાર ડાન્સ, ફેને કહ્યું 'જેઠાલાલને કહી દઉં?'
શ્વેતા તિવારીએ હાલમાં જ પુસ્તક વાંચી રહી હોય તેવી તસવીરો શેર કરી હતી. જેમાં તેણે યલ્લો કલરનો ટ્રેક સૂટ અને વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. આ સાથે તેણે લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળને હળવા કર્લ્સ કર્યા હતા. તેના હાથમાં પુસ્તક હતું. જેમાં તે ખોવાયેલી જોવા મળી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, 'યોગ્ય પ્રકારની વ્યસ્ત'.

View this post on Instagram A post shared by ETimes TV (@etimes_tv)

કરણ વિના નિશા રાવલે ધામધૂમથી ઉજવ્યો દીકરાનો બર્થ ડે, થીમ પાર્ટીમાં તેના મિત્રો રહ્યા હાજર
શ્વેતા તિવારીને તેના કો-કન્ટેસ્ટન્ટ્સ તેમજ ક્રૂ મેમ્બર્સ તરફથી એક હુલામણું નામ પણ મળ્યું છે. જેનો ખુલાસો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરીને કર્યો હતો. જેમાં તે કહી રહી હતી કે ત્યાં તેને તમામ 'મમ્મા' કહીને બોલાવે છે અને તેથી તે 'જગત મમ્મા' અને 'મધર ઓફ સાઉથ આફ્રિકા' છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અન્ય કન્ટેસ્ટન્ટ્સ ચીચીયારીઓ પાડતા જોવા મળ્યા હતા.

અગાઉ, 'ખતરો કે ખિલાડી 11'માં ભાગ લેવા વિશે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, 'મેં શક્ય એટલા તમામ રિયાલિટી શોમાં ભાગ લીધો છે. ખતરો કે ખિલાડી યુનિક શો છે જેમાં તમે તમારા ડરનો સામનો કરો છે. જે તમે સામાન્ય જીવનમાં કરતા નથી. તેથી મેં આ શોમાં ભાગ લેવાનું નક્કી કર્યું. આ સિવાય મારી દીકરીએ પણ મને શો માટે હા પાડવા કહ્યું હતું'.

Read Next Story