એપશહેર

જન્માષ્ટમી પર દીકરાને ઘરે લઈને આવી કિશ્વર મર્ચન્ટ, પરિવારે કર્યું ઉમળકાભેર સ્વાગત

કિશ્વર મર્ચન્ટને ડિલિવરીના ત્રણ-ચાર દિવસ બાદ સોમવારે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જન્માષ્ટમીના દિવસે તે દીકરાને ઘરે લઈને આવી હતી.

I am Gujarat 31 Aug 2021, 11:50 am

હાઈલાઈટ્સ:

  • 27મી ઓગસ્ટે દીકરાના માતા-પિતા બન્યા ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ અને પતિ સુયશ રાય
  • કિશ્વર મર્ચન્ટ અને તેના દીકરાને જન્માષ્ટમીના દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયના પરિવારે મા-દીકરાનું ધમાકેદાર રીતે સ્વાગત કર્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kishwer merchant and her new born baby gets warm welcome from family
જન્માષ્ટમી પર દીકરાને ઘરે લઈને આવી કિશ્વર મર્ચન્ટ, પરિવારે કર્યું ઉમળકાભેર સ્વાગત
ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ અને સિંગર-પતિ સુયશ રાય 27મી ઓગસ્ટે દીકરાના માતા-પિતા બન્યા. દીકરાનો જન્મ થયો ત્યારથી કિશ્વર અને સુયશ તેમના સાથેની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે. જો કે, બંનેમાંથી કોઈએ લિટલ મંચકિનનો ચહેરો દેખાડ્યો નથી કે તેનું નામ પણ જણાવ્યું નથી. 40 વર્ષની ઉંમરે કપલને ત્યાં પારણું બંધાતા બંનેનો પરિવાર અત્યંત ખુશ છે.
કિશ્વર મર્ચન્ટ અને તેના દીકરાને સોમવારે એટલે કે જન્માષ્ટમીના દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે કિશ્વર ઘરે પહોંચી ત્યારે તેને સૌથી મોટી સરપ્રાઈઝ મળી હતી. તેના બંને પરિવારનો ઘરે હાજર હતા અને તેમણે સાથે મળીને ઘરને સુંદર રીતે સજાવ્યું હતું. એક્ટ્રેસના બેડરૂમને પણ ડેકોરેટ કરવામાં આવ્યો હતો. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફોટોગ્રાફરે વાતચીતમાં પૂછી લીધો ખૂબ જ અંગત સવાલ, ભારતી સિંહે જોડ્યા બે હાથ
View this post on Instagram A post shared by Kishwer M Rai (@kishwersmerchantt)

કિશ્વર મર્ચન્ટે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘર વાદળી કલરના ફુગ્ગાથી સજાવેલું છે. તેના દીકરાનું ઘોડિયું પણ તૈયાર છે. તેની પર એક તોરણ જેવું લગાવેલું છે, જેમાં લખ્યું છે 'ઘરમાં અમારું સ્વાગત થયું...તેને ખાસ બનાવ્યું અમારા ખાસ લોકોએ'.

View this post on Instagram A post shared by “baबाँ भannaaटी“ (@suyyashrai)

સોમવારે જન્માષ્ટમી હતી ત્યારે કપલે દીકરાને 'કાનુડો' બનાવ્યો હતો. જેની તસવીર સુયશ રાયે શેર કરી હતી. જેમાં બાળકનો ચહેરો તો દેખાઈ રહ્યો નથી, પરંતુ હાથમાં વાંસળી અને માથા પર મુગટ જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે 'આજે જન્માષ્ટમી પર અમારો કાનુડો ઘરે આવ્યો. તમે લોકોએ પહેલાથી જ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. અમે ખરા હૃદયથી આપનો આભાર માનીએ છીએ. અમે કોલ અને મેસેજનો રિપ્લાય આપી શક્યા નથી પરંતુ વિશ્વાસ રાખો અમે તમામ મેસેજ અને કોમેન્ટ્સ વાંચી છે. હું માત્ર એટલું જ કહી શકું કે, પ્રેમ અને આશીર્વાદથી અમે ભાવ વિભોર થયા છે'.

BBOTT: એક શરત પર Raqesh Bapat સાથે બેડ પર સૂવા તૈયાર થઈ Shamita Shetty

કિશ્વર મર્ચન્ટે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના નાના 'કૃષ્ણા'ની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું 'અમારો કૃષ્ણા ઘરે આવી ગયો છે. તમામને જન્માષ્ટમીની શુભકામના'.

View this post on Instagram A post shared by Kishwer M Rai (@kishwersmerchantt)

ન્યૂ મોમ કિશ્વરે થોડા દિવસ પહેલા પ્રેગ્નેન્સી અને ડિલિવરી સમયે તેને પડેલી તકલીફો વિશે વાત કરી હતી. તેણે દીકરા સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી અને તેના માટે એક નાનકડી નોટ પણ લખી હતી. તેણે લખ્યું હતું, 'My Bugs Bunny, મને ખબર છે કે ઘણી તકલીફો છે... સી સેક્શન, પેન કિલર્સ, થાક, ચિંતા અને બ્રેસ્ટફીડિંગ... પરંતુ જે રીતે આજે આપણે એકબીજાને વચન આપ્યું, આપણે બંને એકબીજાની મદદ કરીશું, આ જર્નીને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરીશું, લવ યુ મારા દીકરા #sukishkababy'. ઉલ્લેખનીય છે કે, કપલે માર્ચ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો