એપશહેર

લંડનમાં સવાર-સવારમાં આઠ વાગ્યામાં પતિ Jay Bhanushali સાથે શોપિંગ કરવા નીકળી Mahhi Vij, ઘરે રહેલી દીકરીને કરી મિસ

માહી વિજ (Mahhi Vij) અને જય ભાનુશાળી (Jay Bhanushali) લંડનમાં છે જ્યારે દીકરી તારા (Tara Bhanushali) મુંબઈમાં છે. કપલ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ માટે લંડન ગયા છે. જ્યાં માહી તેની દીકરી તારાને ખૂબ મિસ કરી રહી છે. તેણે ત્યાંથી તારા સાથે વાત કરી હતી અને તેનો સ્ક્રીનશોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

Authored byમિત્તલ ઘડિયા | I am Gujarat 4 Jul 2022, 3:15 pm

હાઈલાઈટ્સ:

  • કામ કરવાની સાથે-સાથે પતિ જય ભાનુશાળી સાથે લંડન એક્સપ્લોર કરી રહી છે માહી વિજ
  • લંડનની ફ્લાઈટ પકડતી માહી વિજે પહેર્યું દીકરીનું નામ લખેલું કસ્માઈઝ્ડ જેકેટ
  • લંડનના મોલમાં સવારમાં આઠ વાગ્યામાં શોપિંગ કરવા ઉપડી માહી વિજ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat jay bhanushali mahhi vij london
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ પરથી સાભાર
માહી વિજ (Mahhi Vij) અને જય ભાનુશાળી (Jay Bhanushali) કામથી લંડન પહોંચી ગયા છે. કામચલાઉ ધોરણે ઘરમાં રાખવામાં આવેલા રસોઈયાએ જે પ્રકારની હરકત કરી હતી તેનાથી માહી વિજ એટલી ડરી ગઈ હતી કે ત્રણ વર્ષની દીકરી તારાને (Tara Bhanushali) મુંબઈમાં એકલી મૂકીને જતાં જીવ ચાલી રહ્યો નહોતો. જો કે, વર્ક કમિટમેન્ટ હોવાથી બંનેએ જવું પડ્યું. લંડનમાં કામ અને ત્યાંના સુંદર સ્થળો એક્સપ્લોર કરવા દરમિયાન ખાસ કરીને માહી તેની દીકરીને મિસ કરી રહી છે. તેણે તારાને થોડા દિવસ માટે બેસ્ટફ્રેન્ડને ત્યાં સાચવવા મૂકી હોય તેમ લાગી રહ્યું છે. તેણે લંડનથી તારા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. સોશિયલ મીડિયા હેન્ડલ પર માહી વિજે કેટલીક તસવીરો-વીડિયો શેર કર્યો છે.
ઘરના રસોઈયાએ માહી વિજને મારી નાખવાની આપી ધમકી, દીકરી તારા માટે ડરેલી છે એક્ટ્રેસ
લંડનમાં તારાને મિસ કરી રહી છે માહી વિજ

માહી વિજે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો મિત્ર દીકરી તારાને તેડીને ઉભો હોય તેવી તસવીર શેર કરી છે. તારાના હાથમાં સોફ્ટ ટોય છે અને તે કેમેરા સામે જોઈ રહી છે. આ સિવાય તેણે વીડિયો કોલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તે પાઉટ કરી રહી છે તો તારા ઉંઘીને ઉઠી હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે તેણે લખ્યું છે 'મિસ યુ'.

માહી વિજે આ રીતે દીકરીને સાથે રાખી!
View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij)

મુંબઈથી ફ્લાઈટ પકડીને માહી વિજ જ્યારે પતિ જય ભાનુશાળી સાથે લંડન જઈ રહી હતી ત્યારે દીકરીનું નામ લખેલું કસ્માઈઝ્ડ ડેનિમ જેકેટ પહેર્યું હતું. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં માહીને એરપોર્ટ પર જોઈ શકાય છે, તેણે બંને આંગળીની મદદથી હાર્ટ બનાવ્યું છે. માહીએ જે જેકેટ પહેર્યું છે તેમાં અંગ્રેજીમાં તારા લખ્યું છે અને સાથે સ્ટાર પર દોરેલા છે. આ સાથે લખ્યું છે 'મારો હંમેશા માટેનો પ્રેમ મારી દીકરી તારા'

રસોઈયાની હરકત બાદ પોલીસ સામે રડી માહી વિજ, દીકરીને છોડી લંડન જતાં નથી ચાલી રહ્યો જીવ
લંડનમાં આઠ વાગ્યામાં શોપિંગ કરવા ઉપડી માહી વિજ
View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)

માહી વિજ અને જય ભાનુશાળી લંડનમાં મજા કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યાં પહોંચતા જ સવારે આઠ વાગ્યામાં માહી જયને લઈને શોપિંગ કરવા નીકળી હતી. જય તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે 'અમે અંગ્રેજોના શહેર લંડનમાં આવી ગયા છીએ. આ દેખો મેડમ લૂંટવા માટે તૈયાર છે. હજી આઠ વાગ્યા છે અને મોલ-દુકાનો બંધ છે. શોપિંગ કરવા તો દિવસે પણ આવી શક્યા હોત. માહીને એક એવી જગ્યા મળી ગઈ છે જ્યાં તે શોપિંગ કરતાં પોતાને રોકી શકવાની નથી'.

રસોઈયા સામે માહી વિજે નોંધાવી ફરિયાદ

માહી વિજ અને જય ભાનુશાળીને તેમના રસોઈયાએ મારી નાખવાની ધમકી આપ્યા બાદ ફરિયાદ નોંધાવતા ચર્ચામાં આવ્યા હતા. એક્ટ્રેસે જણાવ્યા પ્રમાણે, રસોઈયો તેના પર્સમાંથી ચોરી કરતાં ઝડપાયો હતો અને આ પાછળનું કારણ પૂછતાં અપશબ્દો કહેવા લાગ્યો હતો. જ્યારે જયે તેને જતાં રહેવાનું કહ્યું ત્યારે તેણે તે 200 લોકોને બિહારથી બોલાવશે તેમ કહ્યું હતું. ડરી ગયેલી માહીએ ફરિયાદ નોંધાવી હતી અને દીકરી તારા માટે ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસે રસોઈયાની ધરપકડ કરી હતી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story