એપશહેર

'Aamir Khanએ એવું શું ખરાબ કર્યું છે?' Laal Singh Chaddhaના બોયકોટથી કો-એક્ટ્રેસ Mona Singh દુઃખી

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha) અને આમિર ખાનને (Aamir Khan) બોયકોટ કરવાની ઘણા સમયથી લોકો માગ કરી રહ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં કો-એક્ટ્રેસ મોના સિંહે (Mona Singh) કહ્યું હતું કે, 'આમિર સહેજ પણ નફરતને હકદાર નથી. બોયકોટની વાતથી હું દુઃખી છું. તેણે એવું શું ખોટું કર્યું છે?'

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 15 Aug 2022, 9:44 am

હાઈલાઈટ્સ:

  • આમિર ખાન તેવો વ્યક્તિ છે જેણે 30 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડ્યું છેઃ મોના સિંહ
  • ફિલ્મ દરેક વ્યક્તિ પર પડઘો પાડી રહી છે તે જોઈને લોકો બોયકોટ કરવા લાગે છેઃ મોના સિંહ
  • અગાઉ કરીના કપૂર અને આમિર ખાને પણ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો બોયકોટ ન કરવાની વિનંતી કરી હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂરની (Kareena Kapoor) 11 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha), જેમાં મોના સિંહ (Mona Singh) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) પણ મહત્વના રોલમાં છે, તેનો ઘણા અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સ ફિલ્મ અને આમિર ખાનને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા અને તેને બોયકોટની માગ કરી રહ્યા હતા. 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થઈ તો ગઈ પરંતુ આ સિલસિલો હજી યથાવત્ છે. જેની અસર લગભગ તેના બોક્સઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે અને ફિલ્મ ધીમે ગતિએ આગળ વધતાં આશરે 27 કરોડની કમાણી કરી છે. બોયકોટ ટ્રેન્ડ પર અગાઉ આમિર અને કરીનાએ રિએક્શન સામે આવ્યું છે અને હવે મોના સિંહ ફિલ્મ તેમજ કો-એક્ટરના સપોર્ટમાં આવી છે.

કરીના કપૂરે લીધો યુ-ટર્ન, હવે કહ્યું- પ્લીઝ 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મનો બોયકોટ ન કરો

બોયકોટ ટ્રેન્ડ જોઈને દુઃખી થઈ મોના સિંહ
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં મોના સિંહે કહ્યું હતું કે, આમિર ખાન નફરતને સહેજ પણ હકદાર ન હોવાથી તે દિલ તોડનારું છે. કો-સ્ટારના વખાણ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, આમિર તેવો વ્યક્તિ છે જેણે છેલ્લા 30 વર્ષમાં દરેક લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તેણે ઉમેર્યું હતું કે, 'બોયકોટ કરનારા લોકો ત્યારે જ બહાર આવે છે જ્યારે તેઓ જોવા લાગે છે કે, ફિલ્મ દરેક ભારતીય પર પડઘો પાડી રહી છે. હું ખૂબ જ દુઃખી છું. મારો મતલબ છે કે, તેને લાયક બનવા માટે આમિર ખાને શું કર્યું છે?', તેમ તેણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું હતું.

અમારી ફિલ્મને બોયકોટ ન કરશોઃ કરીના કપૂર
બે-ત્રણ દિવસ પહેલા કરીના કપૂરે પણ બોયકોટ ટ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું હતું 'ફિલ્મને બોયકોટ ન કરવી જોઈએ. તે એક સુંદર ફિલ્મ છે. અમે આ ફિલ્મ માટે ત્રણ વર્ષ રાહ જોઈ છે. ફિલ્મને બોયકોટ કરવી તે સારા સિનેમાને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આ ફિલ્મ પર ઘણી મહેનત કરી છે. અમે 250 લોકોએ આ ફિલ્મ માટે કામ કર્યું છે'.

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝના એક દિવસ પહેલા આમિર ખાને કોની માગી માફી?

આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ પહેલા માગી હતી માફી
ફિલ્મ રિલીઝ થઈ તેના એક દિવસ પહેલા પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં આમિર ખાને કહ્યું હતું 'જો મેં કોઈને ઠેસ પહોંચાડી છે અથવા કોઈનું દિલ દુભાવ્યું છે તો મને તે વાતનું દુઃખ છે અને મને માફ કરી દેજો. હું તેમનું માન જાળવું છુ જે ફિલ્મ જોવા નથી માગતા પરંતુ વધુ લોકો તે જુએ તેમ ઈચ્છું છું'

આમિર ખાનના જૂના નિવેદનને લઈને લોકોમાં રોષહોલિવુડની 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રિમેક ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પર લોકોને આમિર ખાનના જૂના નિવેદનને લઈને રોષ છે. 2015માં તેણે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, 'આપણા દેશમાં ખૂબ જ અહિષ્ણુતા છે, કેટલાક લોકો તેવા છે જેઓ દુષ્ટતા ફેલાવે છે'. આ સમયે આમિર ખાનનો તો વિરોધ થયો જ હતો પરંતુ તેની પૂર્વ પત્ની કિરણ રાવ પણ નફરતનો શિકાર બની હતી જેણે પોતાના બાળકની સુરક્ષા માટે દેશ છોડવાનો વિચાર રજૂ કર્યો હતો.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story