એપશહેર

'તારક મહેતા...'ની જૂની 'સોનુ'એ ખાસ અંદાજમાં કર્યું 2021નું સ્વાગત, વીડિયો થયો વાઈરલ

I am Gujarat 4 Jan 2021, 11:28 am
ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રો અલગ અલગ રીતે લોકપ્રિય બનેલા છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ તગડું છે. શોના જેઠાલાલથી લઈને ચંપકચાચા સુધી તમામ એક્ટર્સ લોકોના દિલોમાં રાજ કરે છે. આ ઉપરાંત શોમાં પહેલા કામ કરી ચૂકેલા જૂના એક્ટર્સને પણ હજુ સુધી લોકો ભૂલી શક્યા નથી. આ વચ્ચે 'તારક મહેકા...'ની જૂની સોનુની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થતી રહેતી હોય છે. એવામાં હાલમાં પણ એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તે સ્વિમિંગ કરતી નજર આવે છે.
I am Gujarat sonu


તારક મહેતા... માં સોનુનું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતી બનેલી નિધિ ભાનુશાલીનો અલગ ફેનબેસ છે. નિધિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે અને તે ખુબ એક્ટિવ પણ રહે છે. ત્યારે નિધિએ 2021ના સ્વાગત કેવા અનોખા અંદાજમાં કર્યું તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેનો જેમાં તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
View this post on Instagram A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

હકીકતમાં હાલમાં નિધિએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે નવા વર્ષે જ ફેન્સ વચ્ચે શેર કર્યો છે. જેમાં તે બોટ પરથી કેટલાક મિત્રો સાથે પાણીમાં કૂદીને સ્વિમિંગની મજા માણતા દેખાય છે. ટુ પીસ બિકિનીમાં નિધિ સુપર હોટ લાગી રહી છે. આ વીડિયોમાં એક ડોગી પણ દેખાય છે જે પણ પાણીમાં સ્વિમિંગ કરે છે.

વીડિયો શેર કરીને નિધિએ એક મજેદાર કેપ્શન પણ આપ્યું છે, બીજો દિવસ-2021 @penchokutti ના પાણીમા પહેલીવાર સ્વિમિંગની મજા. નિધિએ શેર કરેલો આ વીડિયો ઈન્ટરનેટ પર જોત જોતામાં વાયરલ થઈ રહ્યો છે. ફેન્સને તેનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાળીએ લગભગ 6 વર્ષો સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં કામ કર્યું હતું. આ બાદ તે પોતાના અભ્યાસને પૂર્ણ કરવા માટે શોથી અલગ થઈ ગઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો