એપશહેર

સેટ પર શ્વાનોનું ધ્યાન રાખે છે 'અનુપમા', કહ્યું 'તેમને જોઈને ચિંતા દૂર થઈ જાય છે'

સીરિયલ અનુપમાના પ્રોડ્યૂસર તેમજ કલાકારોએ સેટ પર કેટલાક શ્વાન પાળ્યા છે. જેની તેઓ ખૂબ જ સંભાળ રાખે છે.

I am Gujarat 19 Nov 2020, 3:18 pm
શ્વાનએ મનુષ્યનો એક સારો અને સાચો મિત્ર હોય છે. તેનાથી વફાદાર અન્ય પ્રાણી કોઈ હોતું નથી. આ સિવાય જ્યારે તે તમારી આસપાસ હોય છે ત્યારે તમને પણ તેની થોડી ચિંતા રહે છે. પ્રોડ્યૂસર રાજન શાહીનો હિટ શો 'અનુપમા'નો સેટ એક પોઝિટિવ પ્લેસ છે અને આ પાછળનું મુખ્ય કારણ છે શ્વાન. સીરિયલના કલાકારો રુપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદલાસા શર્મા, અલ્પના બુચ, પારસ કલનાવત અને આશિષ મેહરોત્રા પ્રાણી પ્રેમી છે.
I am Gujarat ruapli ganguly and all other actors taking care of dogs on the anupamaa set
સેટ પર શ્વાનોનું ધ્યાન રાખે છે 'અનુપમા', કહ્યું 'તેમને જોઈને ચિંતા દૂર થઈ જાય છે'


View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

તો જ્યારે શૂટિંગ દરમિયાન બ્રેક મળે ત્યારે સેટ પર શું થાય છે? તે અંગે વાત કરતાં અનુપમા એટલે કે રુપાલી ગાંગુલીએ કહ્યું કે, 'જ્યાં સુધી અમારે વોશરૂમ ન જવાનું થાય ત્યાં સુધી અમે રૂમમાં જતા નથા. તમે અમને હંમેશા વાતો કરતા અને ક્યારેક ગીત ગાતા જોઈ શકો છો. પારસ અને હું તો ઘણીવાર ડાન્સ પણ કરીએ છીએ. અથવા સેટ પર શ્વાન સાથે રમીએ છીએ. અનુપમાની ગેંગ સારાભાઈ Vs સારાભાઈની જેમ અનસ્ટોપેબલ છે. ઓફ કેમેરા અમને એકબીજા સાથે સારૂં ફાવે છે અને તેથી જ અમારી ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ગમે છે. બંને શોમાં કાસ્ટ વચ્ચેના સંબંધો ઈમોશનલ અને રિયલ છે'.

View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

અનુપમાના સેટ પર રહેલા શ્વાન વિશે વાત કરતાં રુપાલીએ કહ્યું કે, 'અમારા પ્રોડ્યૂસર રાજન શાહી શ્વાનોનું ધ્યાન રાખે છે. અમારા સેટ પર ઘણા શ્વાન છે અને અમે બધાને નામ પણ આપ્યું છે. ગબ્બર ગેંગનો લીડર છે અને બાદમાં લંબુજી, ચોકલેટ, રિમજિમ, ગુલાબજાંબુ, આધા બિસ્કિટ, પુચકી, બદામ, ડાયના અને બેબ. તેઓ અમને અનકંડિશનલ લવ આપે છે. તેને જોઈને અમારો તણાવ દૂર થઈ જાય છે'.

લોકડાઉન બાદ લોન્ચ થયેલી સીરિયલ અનુપમાને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે ટીઆરપી ચાર્ટમાં ટોપ પર છે. સીરિયલને મળેલી સફળતાને લઈને થોડા દિવસ પહેલા પ્રોડ્યૂસરે સેટ પર હવન પણ કરાવ્યો હતો.

સીરિયલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમાને વનરાજ અને કાવ્યા વચ્ચેના આડા સંબંધોની જાણ થઈ ગઈ છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે, દિવાળીની રજાઓમાં વનરાજ કાવ્યા સાથે રિસોર્ટમાં જવાનો પ્લાન બનાવ્યો છે. જ્યાં તેના દીકરા પારિતોષની સાસુ રાખી પહેલાથી હાજર છે. તે વનરાજ અને કાવ્યાને પ્રેમાલાપ કરતી જોઈ જાય છે. રાખી બંનેનો ભાંડો ફોડવાનો અને શાહ પરિવારને બદનામ કરવાનો પ્લાન બનાવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો