એપશહેર

Rubina Dilaikએ પ્રેગ્નેન્સીની અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ, પતિ સાથે ક્લિનિક બહાર દેખાયા બાદ શરૂ થઈ હતી ચર્ચા

રુબિના દિલૈક (Rubina Dilaik) અને અભિનવ શુક્લા (Abhinav Shukla) થોડા દિવસ પહેલા મીટિંગ માટે ગયા હતા. ત્યાં ક્લિનિક પણ હોવાથી એક્ટ્રેસ પ્રેગ્નેન્સ હોવાની અફવા ઉડી હતી. તેણે તેના પર પૂર્ણવિરામ મૂકતાં એક ટ્વીટ શેર કરી છે અને લખ્યું છે 'કામના સંદર્ભમાં મીટિંગ માટે હા પાડતા પહેલા બિલ્ડિંગ ચેક કરવી પડશે'

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 30 Nov 2022, 12:10 pm

હાઈલાઈટ્સ:

  • પ્રેગ્નેન્સીની અટકળો પર રુબિના દિલૈકે એક જબરદસ્ત ટ્વીટ કરીને આપ્યો જવાબ
  • રુબિના દિલૈક મીટિંગ માટે જે બિલ્ડિંગમાં ગઈ હતી ત્યાં ક્લિનિક હોવાથી અફવા ઉડી હતી
  • મારું શિડ્યૂલ એકદમ હેક્ટિક છે અને તેથી બાળક માટે વિચારવાનો સમય નથીઃ રુબિના દિલૈક
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Rubina Dilaik Abhinav Shukla
ક્લિનિક બહાર દેખાયા બાદ પ્રેગ્નેન્સીની શરૂ થયેલી અટકળો પર રુબિના દિલૈકે આપ્યો જવાબ
ટીવીની જાણીતી એક્ટ્રેસ અને રિયાલિટી શો બિગ બોસ 14ની વિનર રુબિના દિલૈક (Rubina Dilaik) હાલમાં તેની પર્સનલ લાઈફને લઈને ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે પતિ અભિનવ શુક્લા (Abhinav Shukla) સાથે એક બિલ્ડિંગ બહાર જોવા મળી હતી. આ બિલ્ડિંગમાં મેટરનિટી હોસ્પિટલ પણ હોવાથી તે ખૂબ જલ્દી ગુડન્યૂઝ આપવાની હોવાની અટકળો ફેન્સે શરૂ કરી દીધી હતી. તેના પર પૂર્ણવિરામ મૂકતાં રુબિનાએ પતિ સાથેની એક તસવીર ટ્વિટર પર શેર કરી છે અને મસ્ત જવાબ આપ્યો છે. તેણે લખ્યું છે 'ગર્ભધારણ વિશેની ગેરધારણા @ashukla09, કામના સંદર્ભમાં મીટિંગ માટે હા પાડતા પહેલા આપણે તે બિલ્ડિંગમાં કોઈ ક્લિનિક છે કે નહીં તે ચેક કરવું પડશે'. આ સાથે તેણે લાફ્ટર ઈમોજી મૂક્યા છે.

શોમાં પાછા આવશે જૂના 'તારક મહેતા'? TMKOCના ડિરેક્ટર સાથેની તસવીર જોઈ ફેન્સ હરખાયા!
રુબિના દિલૈકે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

રુબિના દિલૈકે જે રીતે જવાબ આપ્યો તે તેના ફેન્સને પસંદ આવ્યું. એક યૂઝરે લખ્યું 'સુપર્બ રુબિના. શું જવાબ આપ્યો છે તે!! બોસ લેડી પાછી આવી છે'. એક યૂઝરે લખ્યું 'હું આશા રાખું છું કે, લોકો આટલી અંગત વાતને લઈને પર્યાપ્ત છે, તે પછી મીડિયા હોય કે ફેન્સ, આશા છે કે તમે સારો ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યા હશો', એક ફેને લખ્યું હતું 'આ લોકો એક વખત ગુડન્યૂઝ પણ આપશે. પરંતુ આ વખતે નહીં. અમે રાહ જોઈશું. ત્યાં સુધી બંનેને તેમના નવા પ્રોજેક્ટ માટે ઓલ ધ બેસ્ટ', એકે ફેને ઉત્સુકતા દર્શાવતા કહ્યું હતું 'રુબિના અને અભિનવના બાળકની તો અમને પણ રાહ છે'.

મામાને પહેલીવાર મળી પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી, તરત જ તેની સાથે રમવા લાગી

હાલ બેબી પ્લાનિંગ માટે રુબિના દિલૈકનો નથી વિચાર
હાલમાં અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં રુબિના દિલૈકે કહ્યું હતું કે 'મને પ્રોજેક્ટમાંથી સમય જ મળી રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મારું શિડ્યૂલ હેક્ટિક છે. હાલ બાળક વિશે વિચારવા માટે સમય નથી. અમે નજીકના ભવિષ્યમાં પરિવાર શરૂ કરવા અંગે કોઈ પ્લાનિંગ પણ કરી રહ્યા નથી. હાલ તો મારું ધ્યાન સારા કામ તરફ છે'.

રુબિના દિલૈકની સીરિયલો
રુબિના દિલૈક ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તેણે સીરિયલ 'છોટી બહુ'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે જીની ઔર જૂજૂ તેમજ પુર્નવિવાહ- એક નઈ ઉમ્મીદ જેવી સીરિયલોમાં જોવા મળી હતી. છેલ્લે તે 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાઈ હતી. આ માટે તેને ખૂબ પ્રશંસા મળી હતી.

Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story