એપશહેર

Saath Nibhaana Saathiya ફેમ Devoleena Bhattacharjeeના સાદગીથી યોજાયા લગ્ન, છુપાવ્યો પતિનો ચહેરો

Devoleena Bhattacharjee Wedding: 'સાથ નિભાના સાથિયા'ની (Saath Nibhaana Saathiya) 'ગોપી વહુ' ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્જીએ (Devoleena Bhattacharjee) રિયલ લાઈફમાં 'દુલ્હન' બની છે. આજે લોનાવાલામાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં ખૂબ જ સાદગીથી તેના લગ્ન યોજાયા હતા. જેની કેટલીક તસવીરો સામે આવી છે. જો કે, તે કોના સાથે પરણી તેનો ખુલાસો હજી સુધી થયો નથી.

Authored byમિત્તલ ઘડિયા | I am Gujarat 14 Dec 2022, 3:41 pm

હાઈલાઈટ્સ:

  • દેવોલીના ભટ્ટાચાર્જીના જીવનના ખાસ પ્રસંગમાં કેટલાક ખાસ મિત્રોએ અચૂક આપી હાજરી
  • લાલ કલરની સાડી, ડાયમંડ જ્વેલરી તેમજ કલીરામાં સુંદર લાગતી હતી દેવોલીના ભટ્ટાચાર્જી
  • દેવોલીના ભટ્ટે પતિ સાથે એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી પરંતુ તેનો ચહેરો દેખાડવાનું ટાળ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Devoleena Bhattacharjee wedding
આખરે પરણી ગઈ દેવોલીના ભટ્ટાચાર્જી, સામે આવી તસવીરો
Entertainment News :આજે પણ ઘર-ઘરમાં સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની (Saath Nibhaana Saathiya) 'ગોપી વહુ' તરીકે જાણીતી દેવોલીના ભટ્ટાચાર્જીએ (Devoleena Bhattacharjee) આખરે લગ્ન કરી લીધા છે. ગઈકાલે (મંગળવાર) મહેંદી સેરેમની સાથે તેના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ હલ્દી સેરેમની યોજાઈ હતી. આજે (14 ડિસેમ્બર) લોનાવાલામાં ખૂબ જ સાદગીથી તેણે લગ્ન કર્યા હતા, જેમાં પરિવારના સભ્યો સિવાય રશ્મિ સિંહ, વિશાલ સિંહ (Vishal Singh) અને ભાવિની પુરોહિત (Bhavini Purohit) સહિતના ખાસ મિત્રો હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં એક્ટ્રેસ ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સાથે ખૂબ ખુશ જોવા મળી તો પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો પણ તેની ખુશીમાં આનંદિત દેખાયા.
લગ્ન કરવા જઈ રહી છે 'ગોપી વહુ'! હલ્દી સેરેમની સાથે પ્રી-વેડિંગ ફંક્શનની થઈ શરૂઆત!

દેવોલીના ભટ્ટાચાર્જીએ કર્યા લગ્ન
View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)

દેવોલીના ભટ્ટાચાર્જીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તે રેડ કલરની સાડી, પરંપરાગત બંગાળી બંગડી શાખાપોલા, ડાયમંડ અને ગોલ્ડન જ્વેલરી અને માંગટિક્કા સાથે જોવા મળી. આ સાથે તેણે ગળામાં નાનું પરંતુ સુંદર મંગળસૂત્ર પહેર્યું છે અને કપાળમાં સિંદૂર ભર્યું છે. અન્ય તસવીરમાં તેના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી છે, તેણે તેના પતિના હાથ પર હાથ રાખ્યો છે અને તેણે પણ વીંટી પહેરી છે. જો કે, ચહેરો છુપાવવાનું ટાળ્યું છે.

ભાવિની પુરોહિતે પતિ સાથે આપી હાજરી
View this post on Instagram A post shared by Bhavini Purohit Dave (@purohitbhavini)

View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)

'સાથ નિભાના સાથિયા'માં દેવોલીના ભટ્ટાચાર્જીની બહેનનું પાત્ર ભજવનારી ભાવિની પુરોહિત તેના જીવનના ખાસ દિવસે હાજરી આપવાનું ચૂકી નહોતી. તેનો પતિ ધવલ દવે પણ તેની સાથે જોડાયો હતો અને બંનેએ યલ્લો કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. તેણે દુલ્હન સાથેની સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેના કેપ્શનમાં બ્લેક હાર્ટ, નઝર, રેડ હાર્ટ અને ડાન્સર ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સેલ્ફી પોસ્ટ કરી છે, જેમાં દેવોલીનાની એન્ય એક ફ્રેન્ડ અને મમ્મી જોવા મળ્યા. અન્ય એક બૂમરેંગ વીડિયોમાં તે વિશાલ સિંહ સાથે પોઝ આપતી દેખાઈ.

'હું તેને જ...' ઠગ સુકેશના કેસમાં પોતાનો બચાવ કરવાના ચક્કરમાં આ શું બોલી ગઈ નિક્કી તંબોલી!

વિશાલ સિંહ બન્યો 'બેસ્ટ મેન'
View this post on Instagram A post shared by Vishal Singh (विशाल सिंह) (@vishal.singh786)

દેવોલીના ભટ્ટાચાર્જીના લગ્નમાં વિશાલ સિંહ 'બેસ્ટમેન' બન્યો હશે તેમ લાગી રહ્યું છે. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જે તસવીર શેર કરી છે, તેમાં દુલ્હને તેનો હાથ પકડ્યો છે અને તેઓ બિલ્ડિંગની સીડીમાં ઉભા છે. ભાવિની ફોટોબોમ્બ બની છે અને ચીયર કરી રહી છે. આ સાથે કેપ્શનમાં રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.

હલ્દી સેરેમનીમાં ભાવુક થઈ દુલ્હન
View this post on Instagram A post shared by Rashmi Singh (@rashmisingh_09)

રશ્મિ સિંહે એક દિવસ પહેલા હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે દેવોલીનાને પીઠી લગાવતી જોવા મળી હતી. આ દરમિયાન તે થોડી ઈમોશનલ થઈ હતી અને આંખમાં આંસુ પણ આવી ગયા હતા. આ જોઈ રશ્મિ તેને ભેટી પડી હતી અને શાંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story