એપશહેર

ભૂતકાળ અંગે શખ્સે નેગેટિવ વીડિયો બનાવતા સના ખાન દુઃખી, કહ્યું 'મારું દિલ તૂટી ગયું છે'

ભૂતકાળની યાદ અપાવતો વીડિયો કોઈ શખ્સે બનાવતાં સના ખાન દુઃખી થઈ છે. સનાનું કહેવું છે કે, તેનું દિલ તૂટી ગયું છે.

I am Gujarat 28 Jan 2021, 4:11 pm
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પૂર્વ એક્ટ્રેસ સના ખાને હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે અને ખુલાસો કર્યો છે કે, કોઈ તેની વિરુદ્ધ નેગેટિવ વીડિયો બનાવી રહ્યું છે અને આ વાતથી તે પરેશાન છે. તેણે કોઈનું નામ લીધું નથી પરંતુ લખ્યું છે કે, કોઈ તેના ભૂતકાળને હાઈલાઈટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
I am Gujarat sana khan is heartbroken over negative videos highlighting her past
ભૂતકાળ અંગે શખ્સે નેગેટિવ વીડિયો બનાવતા સના ખાન દુઃખી, કહ્યું 'મારું દિલ તૂટી ગયું છે'


પોસ્ટમાં તેણે તેવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેનું દિલ તૂટી ગયું છે. તેણે લખ્યું છે કે, 'કેટલાક લોકો લાંબા સમયથી મારા પર નેગેટિવ વીડિયો બનાવી રહ્યા છે. અત્યારસુધી હું ચૂપ હતી. પરંતુ હવે એક શખ્સે મને લઈને વીડિયો બનાવ્યો છે, જેમાં તેણે મારા ભૂતકાળને હાઈલાઈટ કર્યો છે અને મારા વિશે બકવાસ વાતો કરી રહ્યો છે. શું તમે જાણો છો કે, કોઈ વ્યક્તિને તે કામ વિશે બીજીવાર અહેસાસ કરાવવો જે તેણે છોડી દીધું છે તે પાપ છે? અત્યારે મારું દિલ તૂટી ગયું છે'.

View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

આ સાથે તેણે એમ પણ લખ્યું છે કે, 'હું તે શખ્સનું નામ નથી લેવા માગતી કારણ કે હું તે કામ કરવા નથી માગતી જે તેણે કર્યું છે. આ ખૂબ જ ગંદુ છે. જો તમે કોઈને સપોર્ટ ન આપી શકો તો ઓછામાં ઓછું તેના પ્રત્યે સારા રહો, શાંત રહો. આવી વાતો કરીને કોમેન્ટ કરીને તે વ્યક્તિને ગિલ્ટ મહેસૂસ કરાવીને ડિપ્રેશનમાં ન ધકેલો. ક્યારેક-ક્યારેક તમે પસ્તાવો કરો છો અને પછી આગળ વધી જાઓ છો. પરંતુ કેટલાક મારા જેવા પણ છે, જેઓ વિચારે છે કે હું તે સમયમાં પાછી જઈ શકતી હોત અને કેટલીક બાબતોને બદલી શકતી હોત. પ્લીઝ સારા બનીને રહો અને લોકોને સારા માટે બદલાવા દો'.

આપને જણાવી દઈએ કે, બોયફ્રેન્ડ મેલ્વિન સાથે બ્રેકઅપ થયા બાદ સના ખાને ઈન્ડસ્ટ્રી પણ છોડી દીધી હતી. જે બાદ ગયા વર્ષે તેણે સુરતના મૌલવી મુફ્તી અનસ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. સનાના લગ્નનો વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સને સિક્રેટ વેડિંગની જાણ થઈ હતી. હાલ તે પતિ સાથે સુખી લગ્નજીવન પસાર કરી રહી છે.

Read Next Story