એપશહેર

Sanjeeda Shaikhએ 9 મહિનાથી પૂર્વ પતિ Aamir Aliને દીકરીને નથી મળવા દીધો? આરોપો પર એક્ટ્રેસની પ્રતિક્રિયા

સંજીદા શેખ (Sanjeeda Shaikh) અને આમિર અલીએ (Aamir Ali) ડિવોર્સ લીધા બાદ ત્રણ વર્ષની દીકરી આર્યાની સરખી જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું હતું. પરંતુ, છેલ્લા નવ મહિનાથી સંજીદા પૂર્વ પતિ આમિરને દીકરીને ન મળવા દેતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. તેના પર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું 'લોકોને મારી પર્સનલ લાઈફમાં વધારે રસ છે'.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 2 Jul 2022, 11:00 am

હાઈલાઈટ્સ:

  • સિંગલ પેરેન્ટ તરીકે મારી દીકરીને શ્રેષ્ઠ આપવા માટે બધું જ કરી રહી છુંઃ સંજીદા શેખ
  • સંજીદા શેખે કહ્યું 'મારી દીકરીને પોઝિટિવ વાતાવરણમાં ઉછેરવી તે મારી જવાબદારી છે'
  • 2012માં સંજીદા શેખ અને આમિર અલીએ લગ્ન કર્યા હતા અને 2022માં અલગ થયા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Sanjeeda Shaikh aamir ali
સંજીદા શેખ પૂર્વ પતિ આમિર અલીને તેની દીકરીને મળવા ન દેતી હોવાનો લાગ્યો આરોપ
નવ વર્ષના લગ્નજીવન બાદ સંજીદા શેખ (Sanjeeda Shaikh) અને આમિર અલીએ (Aamir Ali) જાન્યુઆરી, 2022માં ડિવોર્સ લીધા હતા. ઘણા મહિના પહેલાથી જ બંને અલગ રહેવા લાગ્યા હતા અને ત્યારબાદ પરસ્પર સમજૂતીથી અલગ થયા હતા. જો કે, તેમણે તેમની ત્રણ વર્ષની દીકરી આર્યાની જવાબદારી સરખી રીતે નિભાવવાનું નક્કી કર્યું હતું. સંજીદા અને આમિરનું સોશિયલ મીડિયા હેન્ડલ તેઓ તેમની દીકરીને કેટલો પ્રેમ કરે છે તેની પૂરતી સાબિતી છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાથી સંજીદા પર આમિરને તેની દીકરીને મળવા ન દેવાનો આક્ષેપ લાગ્યો હતો. કપલના નજીકના સૂત્રોએ જ એક વેબ પોર્ટલને કહ્યું હતું કે, આમિર તેની દીકરીને નવ મહિનાથી મળ્યો નથી. જો કે, તેણે આ બાબતમાં વધારે પડીને ઝઘડો ન કરવાનું નક્કી કર્યું છે. આ અંગે એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.
લગ્ન કરીને પસ્તાઈ 'દીયા ઔર બાતી હમ'ની એક્ટ્રેસ, સાસુએ હડપ્યાં ઘરેણાં, પતિ પણ બદલાઈ ગયો
લોકોને મારી પર્સનલ લાઈફમાં વધારે રસ છેઃ સંજીદા શેખ
View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

'મને લાગે છે કે લોકો મારી પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફમાં શુ ચાલી રહ્યું છે તે જાણવામાં વધારે રસ છે. તેથી, પર્સનલ લાઈફને પ્રાઈવેટ જ રહેવા દઈએ. જ્યાં સુધી અફવાની વાત છે, હું માત્ર એટલું જ કહીશ કે એક સિંગલ પેરેન્ટ તરીકે મારી દીકરીને શ્રેષ્ઠ આપવા માટે બધું કરી રહી છું. તેને પોઝિટિવ વાતાવરણમાં ઉછેરવી તે મારી પ્રાથમિકતા છે અને મેં તે પસંદ કર્યું છે', તેમ સંજીદા શેખે હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું.

View this post on Instagram A post shared by Amir Malik (@aamirali)

ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે સંજીદા શેખ

એક સમયે ટીવીની જાણીતી એક્ટ્રેસમાંથી એક અને ઘણા વર્ષથી પડદાં પરથી ગાયબ સંજીદા શેખે આમિરથી અલગ થયા બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારે તે વિશે વાત નથી કરતી. હાલ હું મારી દીકરી મારા કામ માટે ગર્વ અનુભવે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છું'.

રસોઈયાની હરકત બાદ પોલીસ સામે રડી માહી વિજ, દીકરીને છોડી લંડન જતાં નથી ચાલી રહ્યો જીવ
2012માં સંજીદા શેખ અને આમિર અલીએ કર્યા હતા લગ્ન
સંજીદા શેખ અને આમિલ અલી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સમાંથી એક હતા. ખાસ્સા વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2012માં તેમણે લગ્ન કર્યા હતા. તેમના લગ્નજીવનમાં ડખો ચાલી રહ્યો હોવાની વાત 2020માં જ શરૂ થઈ હતી. આ દરમિયાન તેઓ ચાર મહિનાની દીકરીની માતા-પિતા હોવાની વાત સામે આવી હતી. જો કે, તેમની દીકરીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story