એપશહેર

સામે આવ્યો શહનાઝ ગિલનો વિડીયો, 'Bigg Boss 14'માં એન્ટ્રી અંગે કહી ખાસ વાત

ઘરમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ ત્યારથી જ ચાહકો સિડનાઝની જોડીને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

I am Gujarat 10 Oct 2020, 9:57 pm
મુંબઈઃ 'બિગ બોસ 14' એ આ સિઝન માટે ધમાકેદાર શરૂઆત કરી છે, જેમાં 'બિગ બોસ 13' વિજેતા સિદ્ધાર્થ શુક્લા પણ દેખાઈ રહ્યો છે. સિદ્ધાર્થની એન્ટ્રી સાથે જ લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે આ શોમાં શાહનાઝ ગિલ પણ એન્ટ્રી કરશે. જોકે, શહનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 'બિગ બોસ 14' માં એન્ટ્રીની વાત કરી રહી છે.
I am Gujarat shehnaaz gill reveals if she will be setting her foot inside bb14
સામે આવ્યો શહનાઝ ગિલનો વિડીયો, 'Bigg Boss 14'માં એન્ટ્રી અંગે કહી ખાસ વાત


View this post on Instagram Do you want to see her in bigg boss 14? . #SidharthShukla #hinakhan #gauaharkhan #biggboss14 #bb2020 #rubinadilaik #abhinavshukla #nikkitamboli #eijazkhan #pavitrapunia #jasminbhasin #jaankumarsanu #radhemaa #shehzaddeol #nishantsinghmalkani #saragurpal #voot #bb14 #colorstv #weekendkavaar #biggbossmemes #bb14memes #shehnaazians #shehnaazgill #shehnazgill A post shared by Newsy Corner (@newsycorner) on Oct 9, 2020 at 3:52am PDT

જણાવી દઈએ કે 'બિગ બોસ 14' ની અંદર હિના ખાન અને ગૌહર ખાન ઉપરાંત સિદ્ધાર્થ શુક્લા સહિત ત્રણ જૂના સ્પર્ધકો છે. ત્રણેયને ઘરની અંદર તોફાની સિનિયરોનું ટેગ આપવામાં આવ્યું છે. આ ઘરમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ ત્યારથી જ ચાહકો સિડનાઝની જોડીને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

શહનાઝના ચાહકો સતત આ શોમાં તેની એન્ટ્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આવા જ એક સવાલનો જવાબ આપતી વખતે, શહનાઝ એક વીડિયોમાં કહેતી જોવા મળી છે કે મારે ફરીથી 'બિગ બોસ'માં કેમ આવવું જોઈએ, મારે ફરીથી ત્યાં આવવાની શું જરૂર છે. મને જે જોઈએ તે બધું જ મળ્યું. જો હું હમણાં જઉં, તો હું મહેમાન તરીકે જઈશ - હેલ્લો, હાઈ બાય કરવા.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો