એપશહેર

શહનાઝ ગિલે શેફાલી બગ્ગા સાથે શેર કરી તસવીર, લખ્યું- તેણે મને ધમકી આપી

I am Gujarat 17 Oct 2020, 12:56 pm
બિગ બોગ-13ના ઘરમાં ઘણા કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી હતી. આવી જ એક બોન્ડિંગ હતી શહનાઝ ગિલ અને શેફાલી બગ્ગા વચ્ચે. બંને વચ્ચે સારી મિત્રતા હતી. હવે શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
I am Gujarat shehnaz 2


શહનાઝ ગિલે ફોટોના કેપ્શનમાં લખ્યું, શેફાલી બગ્ગાએ મને કહ્યું છે કે મારી સાથે ફોટો મૂક, નહીં તો તે મને મારશે. ફોટોમાં શેફાલી અને શહનાઝ ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સને બંનેની કેમેસ્ટ્રી સારી લાગી રહી છે. એક યુઝરે શહનાઝની ફોટો શેર કરતા લખ્યું, શેફનાઝ (શેફાલી-શહનાઝ), બંનેની બોન્ડ શાનદાર છે. બંનેની બોન્ડીંગ મને પસંદ છે.

શેફાલી અને શહનાઝ વચ્ચે બિગ બોસના ઘરમાં શરૂઆતમાં સંબંધ ખૂબ સારા નહોતા. શરૂઆતમાં બંને વચ્ચે ખૂબ ઝઘડા જોવા મળ્યા હતા. એકબીજાના કેરેક્ટર પર તેમણે નિવેદનો કર્યા હતા, પરંતુ બાદમાં બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. આ ઉપરાંત શોમાં શહનાઝ અને સિદ્ધાર્થ શુક્લાની મિત્રતા ખૂબ પસંદ કરવામાં આવતી હતી. બંનેના નામ પરથી #Sidnaz પણ ટ્રેન્ડ થયું હતું. જોકે સિદ્ધાર્થે શહનાઝનો મિત્ર હોવાનું જણાવ્યું હતું.

શહનાઝ ગિલની વાત કરીએ તો હાલમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સતત પોતાના ફોટો શેર કરી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ તેણે પોતાનું વજન ઓછું કર્યું છે. તેનું ટ્રાન્સફોર્મેશન ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ઉપરાંત શહનાઝે પોતાના લૂક પર પણ ખૂબ કામ કર્યું છે.

Read Next Story