એપશહેર

Shehnaaz Gillના પિતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, આ પહેલા પણ થઈ ચૂક્યો છે જીવલેણ હુમલો

અભિનેત્રી શહેનાઝ ગિલના પિતા સંતોક સિંહ ગિલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ શહેનાઝના પિતાને ફોન કરીને કહ્યું કે, દિવાળી પહેલા તેમને જાનથી મારી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંતોક સિંહ વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા પણ તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Edited byZakiya Vaniya | TNN 8 Oct 2022, 10:33 am
ટીવી રિયાલિટી શૉ બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ અને પંજાબી અભિનેત્રી શહેનાઝ ગિલના પિતાને તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ફોન પર વાત કરનારા અજાણ્યા વ્યક્તિએ શહેનાઝના પિતા સંતોખ સિંહને ધમકી આપતા કહ્યું કે, દિવાળી પહેલા તેમની હત્યા કરવામાં આવશે. સંતોખ સિંહને આ ફોન ત્યારે આવ્યો જ્યારે તે પંજાબના બ્યાસથી તરણતારણ જઈ રહ્યા હતા.
I am Gujarat Shehnaaz gill father
શહેનાઝ ગિલના પિતાને મળી ધમકી.


પોલીસ હેડક્વાર્ટર્સ પર હુમલો કરનારા કિશોર સહિત બેની ધરપકડ, સલમાન ખાન પણ હતો તેમનો ‘ટાર્ગેટ’
રિપોર્ટ્સ અનુસાર, ફોન કરનાર વ્યક્તિએ સૌથી પહેલા તો સંતોખ સિંહને ખૂબ અપશબ્દો કહ્યા અને ત્યારપછી કહ્યું કે દિવાળીના તહેવાર પહેલા તેમના ઘરમાં ઘુસીને જાનથી મારી નાખશે. આ કેસમાં સંતોખ સિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે સંતોખ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા તેમના પર જીવલેણ હુમલો પણ થઈ ચૂક્યો છે.

વર્ષ 2021માં શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારપછી તેમણે 25 ડિસેમ્બરના રોજ 2 અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, હુમલો કરનારા લોકો અમૃતસરના હતા અને તેમણે અત્યંત નજીક જઈને સંતોખ સિંહ પર ગોળીબાર કર્યો હતો. તે સમયે સંતોખ સિંહ અમૃતસરથી બ્યાસ જઈ રહ્યા હતા અને એક ઢાબા પર રોકાયા હતા.

સંતોક સિંહ પર જ્યારે હુમલો થયો ત્યારે તેમના બોડીગાર્ડ વોશરુમમાં ગયા હતા. તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવીને મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ સંતોખ પર ફાયરિંગ કર્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેમણે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું અને ચાર ગોળીઓ સંતોખ સિંહની ગાડીને વાગી હતી. ત્યારપછી તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

Ranveer Singh સાથે તસવીર શેર કરવા પર R Madhavanને એક યૂઝરે આપી ધમકી, પોતાના જ અંદાજમાં જવાબ આપી કર્યો ચૂપ
શહેનાઝ ગિલના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રીને બિગ બોસમાં આવ્યા પછી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે બિગ બોસમાં અંત સુધી રહી હતી. ત્યારપછી તે સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપને કારણે ચર્ચામાં રહી હતી. સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધન પછી શહેનાઝ ભાંગી પડી હતી. લાંબા સમય સુધી દુનિયાથી દૂર રહ્યા પછી તેણે ફરીથી કામ શરુ કર્યું છે. તે દિલજીત દોસાંઝ સાથે એક ફિલ્મમાં જોવા મળી હતી અને હવે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મમાં પણ તેને કામ મળ્યું છે.

Read Next Story