એપશહેર

'નાયરા'ના પાત્રને હજી નથી ભૂલી શિવાંગી જોશી, મોહસિન ખાન સાથેના સંબંધો વિશે કરી વાત

'યે રિશ્તા ક્યા કહેેલાતા હૈ'ની 'નાયરા'ને ફેન્સ હજી ભૂલ્યા નથી. જો કે, એક્ટ્રેસ માટે પણ તેના 'નાયરા'ના પાત્રને ભૂલી જવું અશક્ય છે.

I am Gujarat 23 Dec 2021, 12:03 pm

હાઈલાઈટ્સ:

  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પાંચ વર્ષ સુધી શિવાંગી જોશીએ નાયરાનું પાત્ર ભજવ્યું
  • નાયરાનું પાત્ર મારા દિલની નજીક છે અને હંમેશા રહેશેઃ શિવાંગી જોશી
  • હજી પણ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના કલાકારોના સંપર્કમાં છે શિવાંગી જોશી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat shivangi joshi spoke about her naira character and equation with mohsin khan
'નાયરા'ના પાત્રને હજી નથી ભૂલી શિવાંગી જોશી, મોહસિન ખાન સાથેના સંબંધો વિશે કરી વાત
શિવાંગી જોશી હાલ 'બાલિકા વધૂ 2'માં આનંદીનું પાત્ર ભજવી રહી છે. આ સીરિયલમાં તેની એન્ટ્રી થોડા દિવસ પહેલા જ થઈ છે અને પોતાના પર્ફોર્મન્સથી દર્શકોના દિલ પણ જીતી ચૂકી છે. શિવાંગી જોશીએ અત્યારસુધીના કરિયરમાં ઘણા શોમાં કામ કર્યું છે પરંતુ ફેન્સ આજે પણ તેને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની 'નાયરા' તરીકે ઓળખે છે. જો કે, એક્ટ્રેસ તરફથી પણ કંઈક આવું છે. તેનું કહેવું છે કે, ભલે તે આનંદીનું પાત્ર ભજવી રહી હોય પરંતુ અગાઉ ભજવેલ પાત્ર એટલે કે નાયરાના પાત્રને ભૂલીને આગળ વધી જવું તેના માટે થોડું મુશ્કેલ છે.
કચ્છના રણોત્સવમાં ભાવિ પતિ સાથે વેકેશન પર કિંજલ દવે, સફેદ રણમાં આપ્યા રોમેન્ટિક પોઝ
શિવાંગી જોશીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું 'હું મૂવ ઓન કરવા ઈચ્છતી નથી. નાયરાનું પાત્ર મારા દિલની નજીક છે અને હંમેશા રહેશે'. ઉલ્લેખનીય છે કે, YRKKHમાં શિવાંગી જોશીએ પાંચ કરતા વધુ સમય માટે નાયરાનું પાત્ર ભજવ્યું હતું.

શિવાંગી જોશીએ તેવો પણ ખુલાસો કર્યો કે, તે હજી પણ ટીમના તમામ સભ્યો સાથે સંપર્કમાં છે. સાથે તેણે તમામ કલાકારોને પરિવારના સભ્યો પણ ગણાવ્યા. જ્યારે મોહસિન ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું 'હા, હું તમામના સંપર્કમાં છું. ટાઈમ ઓછો મળે છે અને તેથી અમારી વચ્ચે વધારે વાત થતી નથી'.

બહેન શ્વેતાએ સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ, કહી એવી વાત કે જાણીને આંસુ આવી જશે!
સીરિયલમાં સાથે કામ કરવા દરમિયાન શિવાંગી જોશી અને મોહસિન ખાનનું નામ એકબીજા સાથે જોડાયું હતું. બંને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા હતી. જો કે, થોડા સમય બાદ બંનેનું કોઈ કારણથી બ્રેકઅપ થયું હોવાનું પણ કહેવાતું હતું. જ્યારે શિવાંગીને મોહસિન ખાન સાથેના બોન્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પહેલા તો તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને બાદમાં 'અમારું બોન્ડ હંમેશાથી સારું હતું' તેમ કહ્યું હતું.

રિલેશનશિપમાંથી આગળ વધી જવું શું સરળ છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, 'હું સેન્સેટિવ વ્યક્તિ છું અને વધારે પડતી ઈમોશનલ પણ. તે મુશ્કેલ છે. જ્યારે તમારા સંબંધો અથવા મિત્રતા કામ ન કરે ત્યારે તમને દુઃખ થાય છે. સંબંધોને ભૂલી આગળ વધી જવું હંમેશા કપરું હોય છે'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો