એપશહેર

4 વર્ષનો થયો શ્વેતા તિવારીનો દીકરો રેયાંશ, બર્થ ડે બોય માટે બહેને બનાવ્યા કૂકીઝ

શ્વેતા તિવારીનો દીકરો રેયાંશ ચાર વર્ષનો થઈ ગયો છે. તેણે કેટલીક તસવીરો શેર કરીને બર્થ ડે બોયને વિશ કર્યું છે.

I am Gujarat 28 Nov 2020, 10:37 am
સમય આંખના પલકારામાં પસાર થઈ જાય છે અને એક દિવસ આખરે તમને જાણ થાય છે કે તમારું બાળક હવે મોટુ થઈ ગયું છે. ટેલિવુડની યમ્મી મમ્મીઝમાંથી એક શ્વેતા તિવારીનો દીકરો પણ ચાર વર્ષનો થઈ ગયો છે. રેયાંશે પોતાનો બર્થ ડે મમ્મી અને મોટી બહેન પલક સાથે સેલિબ્રેટ કર્યો હતો. જ્યાં એક તરફ શ્વેતાએ દીકરા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી તો પલકે રસોડામાં શું બની રહ્યું છે તેની ઝલક દેખાડી હતી.
I am Gujarat shweta tiwari son turns four actress shares some adorable pictures
4 વર્ષનો થયો શ્વેતા તિવારીનો દીકરો રેયાંશ, બર્થ ડે બોય માટે બહેને બનાવ્યા કૂકીઝ


View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા તિવારીએ દીકરા સાથે સમય પસાર કરી રહી હોય તેવી કેટલીક તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, 'હેપી બર્થ ડે ટુ માય હોલ હાર્ટ #reyansh #nanhayatri'.

પલકની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ


રેયાંશના બર્થ ડે પર મોટી બહેન પલકે રેડ વેલ્વેટ કૂકીઝ બનાવ્યા હતા. જેની તસવીર તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.

શ્વેતા તિવારીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં જોવા મળી હતી. જે હાલમાં ઓફ-એર થઈ હતી. આ સીરિયલમાં તે વરુણ બડોલાની ઓપોઝિટમાં હતી. જેમાં બંનેની જોડીને લોકોએ ખાસ્સી પસંદ કરી હતી.

શ્વેતા તિવારીની પ્રોફેશનલ લાઈફ ભલે સારી હોય પરંતુ અંગત જીવનમાં તે ઘણી તકલીફો અને આરોપોનો સામનો કરી રહી છે. ગયા મહિને એક્ટ્રેસના પતિ અભિનવ કોહલીએ તેના પર દીકરા રેયાંશને ન મળવા દેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ હાલમાં શ્વેતા તિવારીની મુંબઈ સ્થિત એક્ટિંગ સ્કૂલના એક પૂર્વ કર્મચારીએ તેના પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને લીગલ નોટિસ પણ મોકલી હતી.

તે સમયે એક હિન્દી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં તે 2012થી એક્ટિંગ શીખવવાનું કામ કરતો હતો, પરંતુ શ્વેતાએ તેને ડિસેમ્બર 2018ની સેલેરી આપી નથી અને ક્યારેય તેના TDSમાં પણ પૈસા જમા કરાવ્યા નથી.

રાજેશ પાંડેએ આગળ જણાવ્યું હતું કે, શ્વેતા તિવારીએ હજુ સુધી તેને તેના પૈસા આપ્યા નથી અને હવે તે ફોન પણ રિસીવ નથી કરી રહી. બીજી તરફ કોરોનાની મહામારીના કારણે હવે તેની પાસે એક રૂપિયો પણ બચ્યો નથી અને તે ઘરનું ભાડું પણ ન આપી શકવાની સ્થિતિમાં પહોંચી ગયો છે.

Read Next Story