એપશહેર

મા બનવા જઈ રહી છે આ એક્ટ્રેસ, પતિએ બાળકને લઈને વ્યક્ત કરી ચોંકાવનારી ઈચ્છા

મિત્તલ ઘડિયા | I am Gujarat 14 Aug 2019, 2:38 pm
ટેલિવુડની એક્ટ્રેસ માહિ વિજ પ્રેગ્નેન્ટ છે ત્યારે તેના પતિ અને ટીવી શોના હોસ્ટ જય ભાનુશાળીએ કહ્યું કે તે એક દીકરીનો પિતા બનવાનું પસંદ કરશે. એક્ટર તે વાતને લઈને ખુશ છે કે તેની પત્ની મા બનવાની છે. જયે કહ્યું કે તે વાતથી કોઈ ફરક પડતો નથી કે આવનારું બાળક દીકરો છે કે દીકરી, પરંતુ તેની એવી ઈચ્છા કે તેના ઘરે આવનારું પહેલું સંતાન દીકરી જ હોય.બંને પહેલાથી બે બાળકોના માતા-પિતા છે, જેને તેમણે દત્તક લીધા છે. જય ભાનુશાળીએ કહ્યું કે, કોઈ પણ રિલેશનશિપ પિતા-દીકરી વચ્ચેના સંબંધ જેટલી શાંતિ આપતી નથી. મારી ઈચ્છા છે કે મારી પત્ની બાળકીને જન્મ આપે.રિયાલિટી શો સુપરસ્ટાર સિંગરના શૂટ દરમિયાન જય ભાનુશાળીએ કહ્યું કે દીકરો હોય કે દીકરી તેનાથી મને કોઈ ફરક પડતો નથી. કારણ કે છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ કરવામાં હું માનતો નથી. પરંતુ જો મારે ત્યાં દીકરો જન્મશે તો મને સારું નહીં લાગે જો કે આ રિલેશનશિપ પણ મને પસંદ છે. કારણ કે મારા પિતાની સાથે પિતા-પુત્રનો સંબંધ હું જોઈ ચૂક્યો છું. એટલે જ મારે ત્યાં બાળક આવવાનું છે એટલે દીકરી ઈચ્છું છું, તેથી હું આ સંબંધનો પણ અનુભવ લઈ શકું.જયે કહ્યું કે આજના સમયમાં દીકરી કોઈનાથી કમ નથી. તેની પત્ની માહી આજે પણ પોતાના માતા-પિતાનું ધ્યાન રાખે છે, જે રીતે તે લગ્ન પહેલા રાખતી હતી.જુઓ, બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે શાહરુખ ખાનની દીકરી સુહાના
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story