એપશહેર

Sumbul Touqeer Khan: આવતા અઠવાડિયે બીજા લગ્ન કરશે સુમ્બુલના પિતા, કોણ છે તેમની થનારી પત્ની?

Sumbul Touqeer Khan: આજના મોર્ડન સમયમાં બાળકો સિંગલ પેરેન્ટના લગ્ન કરાવવા લાગ્યા છે. સુમ્બુલ તૌકીર ખાન પણ તેમ કરવા જઈ રહી છે. તેના પિતા તૌકીર ખાન ફરીથી ઠરીઠામ થશે. તેમના આવતા અઠવાડિયે નિલોફર નામની મહિલા સાથે નિકાહ છે, જે ડિવોર્સી છે અને નાની દીકરીની મમ્મી છે. પરિવારમાં બે નવા સભ્યોને આવકારવા તે આતુર છે.

Authored byNeha Maheshwri | Edited byમિત્તલ ઘડિયા | TNN 9 Jun 2023, 10:11 am

હાઈલાઈટ્સ:

  • આવતા અઠવાડિયે ફરીથી પરણીને ઠરીઠામ થશે સુમ્બુલના પિતા તૌકીર ખાન
  • તૌકીર ખાનની થનારી પત્નીનું નામ નિલોફર છે, જે એક દીકરીની માતા છે
  • સુમ્બુલ છ વર્ષની હતી ત્યારે તૌકીર ખાન પહેલી પત્નીથી થયા હતા અલગ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Sumbul Touqeer Khan
આવતા અઠવાડિયે ફરીથી લગ્ન કરશે સુમ્બુલ તૌકીર ખાનના પિતા
સુમ્બુલ તૌકીર ખાન (Sumbul Touqeer Khan) તેના પિતા તૌકીર ખાન (Touqeer Khan) સાથે જબરદસ્ત મજબૂત બોન્ડિંગ ધરાવે છે. આ વાતની સાબિતી તેનું સોશિયલ મીડિયા હેન્ડલ અને બિગ બોસ 16 છે. જ્યારે તે રિયાલિટી શોમાં હતી ત્યારે તેના પિતા અવારનવાર સેટની મુલાકાત લેતા હતા અને તેને હિંમત સાથે આગળ વધવાની પ્રેરણા આપતા હતા. આ સિવાય સુમ્બુલે પણ અત્યારસુધીમાં ઘણીવાર પિતાની પ્રશંસા કરી છે અને તેના પિતાએ કેવી રીતે એકલા હાથે બંને બહેનોનો ઉછેર કર્યો તે જણાવી ચૂકી છે. પિતા તૌકીરે તો પોતાની જવાબદારી બરાબર નિભાવી લીધી અને હવે સુમ્બુલ તેમજ તેની બહેન સાનિયા પોતાની ફરજ અદા કરી રહ્યા છે. વાત એમ છે કે, બંનેએ સાથે મળીને તેમના પિતાને ફરીથી પરણીને ઠરીઠામ થવા માટે મનાવી લીધા છે. તૌકીર ખાન આવતા અઠવાડિયે નિલોફર સાથે લગ્ન કરશે, જે એક દીકરીની મમ્મી છે અને ડિવોર્સી છે.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ફરીથી પરણીને ઠરીઠામ થશે સુમ્બુલના પિતા
પિતાના ખાસ દિવસ વિશે વાત કરતાં સુમ્બુલે જણાવ્યું હતું કે 'અમે ખૂબ ખુશ છીએ અને તેમનું અમારા જીવનમાં સ્વાગત કરવા તરફ જોઈ રહ્યા છીએ. અમારા પિતાની પત્નીની સાથે એક નવી બહેન પણ અમારા પરિવારમાં જોડાશે અને અમે તે માટે અત્યંત ઉત્સાહિત છીએ. અમારા પિતા અમારા માટે પ્રેરણાનો અદ્દભુત સ્ત્રોત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે મને ઘણો સપોર્ટ આપ્યો છે. સાનિયા અને હું તેમના માટે ખુશ છીએ. અમારા મોટા પપ્પા ઈક્બાલ હુસૈન ખાન (તેઓ બિગ બોસ 16માં ફેમિલી વીક દરમિયાન દેખાયા હતા) આ લગ્નમાં ઈન્સ્ટ્રૂમેન્ટલ વગાડશે. હું તેમની કૃતજ્ઞ રહીશ'.

ખૂબ જલ્દી મમ્મી બનશે સના ખાન, બાળકના જન્મ પહેલા કઈ વાતનો લાગી રહ્યો છે ડર?

છ વર્ષની હતી ત્યારે અલગ થયા હતા માતા-પિતા
પિતા વિશે વાત કરતાં અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુમ્બુલે કહ્યું હતું કે, સિંગલ પેરેન્ટ શું હોય છે તે એ સમજે છે. તે છ વર્ષની હતી ત્યારથી તેના પિતા તેની સંભાળ રાખી રહ્યા છે. આખી રાત જાગવાનું હોય, વહેલી સવારે ઉઠવાનું હોય કે પછી નાસ્તો બનાવવાનો હોય તેના પિતાએ તે દરેક કામ કર્યું છે જે એક માતા કરે છે. તેઓ ઘરના દરેક કામ કરતાં હતા અને બંને બહેનો ડાન્સ શીખવવા લઈ જતા હતા. ત્યાંથી આવી તેઓ ત્રણેય માટે ડિનર બનાવતા હતા. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, અલગ થવાનો નિર્ણય તેના માતા-પિતાનો હતો. તેથી, તે તેમની નિર્ણયનું માન જાળવી રહી છે.

'અનુપમા' શોમાંથી વધુ એકની વિકેટ પડી! મહત્વનું પાત્ર ભજવનાર આ કલાકારે છોડ્યો શો?

ફહમાન સાથે કથિત વિવાદના કારણે ચર્ચામાં
છેલ્લે બિગ બોસ 16માં જોવા મળેલી એક્ટ્રેસ 'ઈમલી'ના કો-એક્ટર અને મિત્ર ફહમાન ખાન સાથેના તેના કથિત ઝઘડાના કારણે ખબરોમાં છવાયેલી છે. અગાઉ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સલને આપેલા ઈન્ટરવ્યૂમાં ફહમાને કહ્યું હતું કે, સુમ્બુલ અને તે હંમેશા મિત્ર બંનેને રહેશે. તો સુમ્બુલે પણ હાલમાં આ અટકળો પર પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા ફહમાન સાથેના વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે 'તેવું કંઈ નથી. હું મજામાં છું અને મારે તો બધું સારું ચાલી રહ્યું છે'

સુમ્બુલે સોન્ગને આપ્યો અવાજ
સુમ્બુલ તૌકીર ખૂબ જલ્દી એક મ્યૂઝિક વીડિયો સોન્ગમાં દેખાશે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે 'આગામી સોન્ગ મારી બહેન, મારા પિતા અને મારા માટે ખરેખર સ્પેશિયલ છે. તે માટે અમે અમારું શ્રેષ્ઠ આપી રહ્યા છે. તે ખાસ હોવાનું મુખ્ય કારણ એ છે કે, મેં અને સાનિયાએ તેને અવાજ આપ્યો છે. તે તૈયાર છે અને વીડિયોના શૂટની અમે રાહ જોઈ રહ્યા છીએ'

Read latest Entertainment News and Gujarati News

Read Next Story